Chirag Padhya

Inspirational Others Tragedy

4.8  

Chirag Padhya

Inspirational Others Tragedy

સગાઈ

સગાઈ

3 mins
6.8K


આજે પૂજા માટે ખાસ દિવસ હતો, આજે એની સગાઈનો દિવસ હતો. ઘરમાં સવારથી ખુશીનું વાતાવરણ હતું. પપ્પા, મમ્મી પૂજા એનો ભાઈ બધા ઉઠી વહેલી સવારે પૂજા-પાઠ કરી આજનો દિવસ ખૂબ સરસ રીતે પસાર થઈ જાય એવી પ્રાર્થના કરી, સગાઈની દોડધામમાં જોડાયા હતા. પૂજાના મનમાં ખુશીની લહેર સાથે ક્યાંક થોડો ડર પણ હતો. કારણ અગાઉ એની બે વખત સગાઈ તૂટી ચુકી હતી, પૂજાની સગાઈ ઘરના સદસ્યો માટે એક સમસ્યા બની ગઈ હોય એવું પૂજા અનુભવી રહી હતી. આ જ ડર કાઇક અંશે એના માતા-પિતાને પણ અંદરો અંદર કોરી રહ્યો હતો. આ પ્રસંગ હેમખેમ પાર પડશે કે નહીં એ વિચાર સાથે ધીરે ધીરે દિવસ પસાર થઈ રહ્યો હતો.

દસ વાગ્યાનો સમય થયો અને બારણે બેલ વાગ્યો, ઘરના બધા ઉમળકા ભેર સ્વાગત કરવા તૈયાર થઈ ગયા. બારણું ખોલ્યું સામે વેવાઈ એમના પરિવાર સાથે ઉભા હતા. સૌ એ એમને હેતસભર આવકાર આપ્યો. પૂજા અંદર રસોડામાં ઉભી શરમાઈ રહી હતી. મહેમાન પધાર્યા, વાતોની મહેફિલ પણ જામી. પૂજા ચા-નાસ્તા સાથે મુખ્ય હૉલમાં પ્રવેશી. બધાની નજર એના ઉપર હતી. પૂજા લાલ સાડીમાં શોભી રહી હતી. હસતા મોએ દરેકને ચા-નાસ્તો આપી એ ફરી રસોડામાં ગઈ. બહાર વડીલોએ એકબીજાના સંબંધનો સહર્ષ સ્વીકાર કર્યો.

પૂજાના આનંદનો પાર ના રહ્યો. એ ખુશ થઈ ભગવાનનો આભાર માની રહી હતી, એટલામાં બહારના હૉલમાંથી થોડી ચર્ચાનો અવાજ આવવા લાગ્યો. પૂજા બેબાકળી બની રસોડાના ખૂણે કાન લગાવી સાંભળવા લાગી. છોકરાના પિતા લગ્ન માટે ગાડી, બંગલા, ઘરેણાં વગેરેની યાદી એના પિતાજીને લખાવી રહ્યા હતા. આ યાદી ખૂબ મોટી અને મોંઘી હતી. પૂજાના પિતા એનું ઘર વેચીને પણ આ માંગ પૂર્ણ કરી શકે તેમ ન હતા. છતાં એની ખુશી માટે એ યાદીમાં સંમત થઈ રહ્યા હતા.

પૂજા એના પિતાની આર્થિક પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ હતી તેથી ખૂબ વ્યથિત હતી. એ રસોડાની તિરાડમાંથી એના લાચાર માતા-પિતાનો ચહેરો નિહાળી ચોધાર આંસુ રડી રહી હતી. થોડો સમય વીત્યો મહેમાન પણ રાજીખુશીથી ગયા. પૂજાએ બહાર હૉલમાં ડોકિયું કર્યું તો એની મા એના પિતાને પૂછી રહી હતી કે "આટલું બધું ક્યાંથી લાવશો ?" પૂજાના પિતા રડમસ અવાજે કહી રહ્યા હતા કે "આ ઘર, તારા ઘરેણાં તમામ સ્થાયી મિલકતો વેચીશું અને બાકીના ઉછીના લઈને પણ દીકરીનો પ્રસંગ પાર પાડીશું."

પૂજા સમજી ગઈ હતી કે એ એના માતા-પિતા માટે બોજ સમાન બની ગઈ હતી. હજી એના ભાઈનું પણ ભવિષ્ય બનાવવાનું બાકી હતું. જો આ બધું વેચી મારશે તો એ બધાની જિંદગીનું શું ?" આ વિચાર આવતા તુરંત જ પૂજા ઉતાવળે રસોડાની અંદર દોડી ગઈ અને મનોમન પોતાનો અંત લાવવા નક્કી કરી એના શરીર પર કેરોસીન છાંટી, દીવાસળી ચાંપી દીધી. ક્ષણ ભરમાં તો તેનો સુંદર દેહ ભડભડ સળગવા લાગ્યો. તેની વેદના સભર ચીસ સાંભળતા એના માતા-પિતા, ભાઈ રસોડામાં દોડી આવ્યા, આગ ઓલવવાના અથાગ પ્રયત્ન છતાં આગ એનું કામ કરી ગઇ. પૂજા ગંભીર રીતે દાઝી ગઈ અને એની સગાઈનો દિવસ જ એના વિદાયનો દિવસ બની ગયો.

આ દહેજનો રાક્ષસ આ છોકરાને પરણાવી કમાવી લેવાની માનસિકતા ના જાણે કેટલી પૂજાઓના વિદાયનું કારણે બનતું હશે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational