સાયન્સ ફયૂચર ફિક્શન
સાયન્સ ફયૂચર ફિક્શન
સુંદરતમ સ્વપ્ન જોવાની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થાય છે, ચાલો આપણે જોઈએ.
એક ઉજ્જવળ પ્રકાશમય આભા ને જોવી અને બસ એનીજ તરફ ડગ માંડવા, આગળ વધતું રહેવું. એને સ્પર્શવાની ઈચ્છા વ્યક્ત કરવી, એ અપાર પ્રકાશ તેજોમય કયાંથી આવી રહ્યો છે, એનું સતત નિરીક્ષણ કરી બસ એજ તરફ જવાની દિશા નક્કી કરવી.
દિશા એક સુંદર નામની સાથેજ એક સારું પ્રભુત્વ ધરાવનારી એક એવી છોકરી જે પોતાનાં સ્વપ્નો પાછળ ગાંડી હતી. અને એટલીજ મહેનતથી પોતાના સ્વપ્નો પૂર્ણ કરવામાટે ઝઝૂમતી. દિશા અત્યંત ઉત્સાહી, તરંગી, અને ચીવટપૂર્વક કામકરતી છોકરી હતી. એકસુંદરતમ સ્વપનને સાકાર કરવા પાછળની દોડ કાઈક અલગ જ હતી.ઘણીવાર લોકો સ્વપ્નો જોતાં પણ ડરતા હોય છે, ત્યાં દિશા નાનપણથીજ હરણફાળ ભરી આગળ વધતી રહી છે. સાયન્સમાં ખુબ સારી હોવાથી માતાપિતાને એમ હતું કે અમારી દીકરી એન્જિનિયર બનશે. પણ, દિશાનું સ્વપ્ન કાઈક બીજું અને મોટું હતું. જેનો કોઈને વિચાર પણ ન હતો.
દિશા નાનપણથી આકાશ તરફની પોતાની 'દ્દષ્ટિની તીવ્રતાને સંજોવતી હતી' કે ક્યારેક હું આકાશની ઉડાન ચોક્કસ ભરીશ.
રાત્રીના આકાશના તારાઓ ને ધ્યાનપૂર્વક નિહાળતી રહેતી.
જાણે પોતે પોતાની જાતને એજ વાતાવરણમાં અનુભવતી.
અને પુષ્કળ અભ્યાસ પૂર્ણ કરી દિશા એસ્ટ્રોનોટ બની સાચેજ ત્યાં પોતાને વિચરતા જોઈ, બસ મનોમન એજ વિચારતી કે સાચે જ આજે મારું ઊંચાઈ ભર્યું જોયેલું સ્વપ્ન પૂર્ણ થયું છે.
"એક આભા તરફનું આકર્ષણ, એક તેજોમય ઉજ્જવળ પ્રકાશ અને એની તરફની આગેકૂચ ચોક્કસપણે આપણને સફળતાનાં શિખર સર કરવામાં મદદરૂપ થાય છે."
અંતમાં એટલુંજ કહીશ કે જ્યારે વિચારોમાં મક્કમતા હોય અને ધ્યેય દ્રઢ હોય તો કોઈક કાર્ય નિષ્ફળ નથી જતું.
અને આપણે ધારેલું કાર્ય પૂરું કરવામાટે એને નિશ્ચિંત પણે વળગી રહેતાં હોઈએ છીએ.
