STORYMIRROR

Pinky Shah

Inspirational

4  

Pinky Shah

Inspirational

સાથી

સાથી

5 mins
28.4K


ધરાએ તૈયાર થઈ દિવાલ પર ટાગેલી ઘડિયાળમાં જોયું.ઓહ હજુ ૬ જ વાગ્યા છે કોલેજના ગૃપમાં પિકનિક પર જવાનું હતું. ધીમા અવાજે તેણે મ્યુઝિક શરૂ કર્યું. સરસ ચાલો ગમતા ગીતો સાંભળી મન ખુશ થઈ જશે. ખુરશી પર બેસી ધરા ગીત ગાઈ રહી હતી. ત્યાં માનો અવાજ આવ્યો ધરા તૈયાર થઈ જાય એટલે અહીં આવજે. ધરા મા પાસે ગઈ. પાછળથી

ગળામાં હાથ હલાવી ઝૂલવા લાગી... "હં તો તું તૈયાર થઈ ગઈ છે...? ડ્રાઈવરને હું તને કોલેજ મૂકી જાય ! જો સાચવી સંભાળીને રહેજે." ધરાએ કહ્યું, "મા હુકાર લઈ ને જ જવાની છું ચિંતા ના કર..." માને વ્હાલ કરીને પર્સ લઈને કારની ચાવી લીધી. કોરીડોરમાં રહેલી ઈશ્વરની મૂર્તીને પગે લાગીને એ નીકળી.

કાર શરુ કરતાં પહેલાં એણે પોતાને સહેલીને કોલ કર્યો. "બહાર આવી જા હું પહોંચું છે ઉંમર ૫ મિનીટમાં જ..." ગરિમા રોડ પર ઉભી હતી. એને પીક કરીને ધરાએ કાર કોલેજ તરફ લીધી. કોલેજની બહાર તેણે આકાશને જોયો. ધરાએ નજર ફેરવીને મિત્રો જ્યાં ટોળે વળીને ઉભા હતા ત્યાં આવી. ‌"ગરિમા જો તો કેટલા લોકો છે !" હાય હલ્લોનો દોર ચાલ્યો. સરના બુલેટીન પછી બધા બસ, કાર અને સ્કૂટર તરફ વળ્યા. આજે બધા એ પીકનીકમાં જવાનું હોવાથી બસમાં સાથે જ જવાનું છે. માઈકમાં જરુરી સૂચનાઓ અપાતી ગઈ. પાર્કિંગ એરિયામાં આવો. સામાન પોતાની પાસે રાખો... પોતાની સાથે ઇરાકમાં ટ્વીટર પર બેસો‌ ધરા પહેલી સીટ પર બેસી ઞઈ... ગ્લાસ વિન્ડો એને ખૂબ ગમતી. સારીની બહાર જોવું એને ખૂબ ગમતું તું... બસ સ્ટાર્ટ થઈ. અચાનક આકાશ બસમાં આવ્યો. સીટ માટે એણે નજર ફેલાવી. આખી બસ પેક હતી. માત્ર ધરાની સીટ ખાલી હતી. આકાશે ધરાને પૂછ્યું, "હું અહીં બેસું?" ધરાએ હસીને ઈશારાથી બેસવા કહ્યું. બસમાં કોલેજીયન મિત્રોએ ભેગા મળી ખૂબ ધમાલ કરી... અંતાક્ષરીની રમઝટ બોલી. આકાશે ઉત્સાહ ભેર એમાં ભાગ લીધો ખૂબ ગીતો ગાયા. ધરા મુગ્ધતા પૂર્વક સાભળી રહી. આકાશનો અવાજ ખૂબ મીઠો હતો એના ઞાવામાં બધા સૂર પૂરાવતા રહ્યા.

પૂરી પિકનીક દરમિયાન ધરાએ ખૂબ મજા કરી. રાતે ઘરે આવ્યા બાદ એણે માને બધું કહ્યું. એક અપંગ મા માટે પિતા વગર ઉછરેલી દીકરી ખુશી રહે એ જ અગત્યનું હતું. બીજે દિવસે ધરા સવારે કોલેજ ગઈ. પાછા ફરતા એેનો એક્સીડન્ટ. થયો. રજની બેન ખૂબ ચિંતામાં હતા. ધરાના મિત્રો ખડે પગે હાજર હતા. આકાશ ચૂપચાપ ધરાને સાજી કરવામાં લાગેલો હતો.

ધરા બેહોશ હતી ‌લોહી ચડાવવાનું હતું. ડોક્ટરે કહ્યું. આકાશે પોતાનું લોહી આપવાનું કહ્યું. એણે આજે ધરા સાથે લોહીથી સંબંધ જોડી દીધો હતો. દવા લાવવી, નર્સ ને ડોક્ટરોને બોલાવવા, રિપોર્ટ કઢાવવા લેવા દેવા જવું... સર્વ કાંઈ સાહજિક બની કરતો હતો આકાશ.

રજની બેન ખૂબ પ્રેમથી આકાશને જોતાં રહેતાં. ધરાની સંભાળ લેતા... વગર કહ્યે તમામ ફરજો બજાવતા.

આકાશની નાની નાની બાબતમાં ચીવટ, ઉત્સાહ અને સંભાળથી રજની બેન જીતાઈ ગયાં 'તાં. એક મહિનાની સારવાર પછી આજે ધરા પગે ચાલતી થઈ. તેની નજરમાં આકાશનું માન ખૂબ વધી ગયું હતું. આકાશના હોત તો કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. કોઈ જ ઓળખાણ કે ભલામણ વગર આકાશે એને ખરા અર્થમાં જીવન આપ્યું હતું. પિતા વગર ઉછરેલી ધરા

ખૂબ લાગણીશીલ હતી.

રજની બેને મહારાજને કહી આજે ધરા સાજી થઈ એટલે પ્રસાદ કરાવેલો. ભગવાન પાસે હાથ જોડી તેમણે આભાર માન્યો. રઘુકાકા બોલ્યા, "રજની બેન આભારનો સાચો હક્કદાર આકાશ છે એને બે શબ્દ કહો." રજની બેને કહ્યું, "હા કાકા, સાચી વાત છે આપની આકાશ ક્યાં છે ભાઈ તું !"

આકાશ રજની સાથે બહાર બગીચામાં બેઠો હતો. દૂરથી બેઉને જોતા રહ્યા રજની બેન...

"રઘુકાકા તમને કેવી લાગે છે બન્ને ની જોડી !"

રઘુકાકા બોલયા : રામ સીતાની જોડી છે બેન. છોકરો લાખ રુપિયાનો છે. આપણી ધરાને કેટલી સાચવે છે ! દીવો લઈને શોધવા જવો તો યે આવો છોકરો નહીં મળે ....

રજની બેન બોલયા : હા કાકા હું યે એવું જ વિચારી રહી છું. ધરા અને આકાશ અહીં આવો ....

આકાશ અને ધરા આવ્યા. "લો મંદિર માં દર્શન કરી પ્રસાદ લો બેઉ..."

ધરા અને આકાશે દર્શન કર્યા, પ્રસાદ લીધો અને રજની બેન પાસે આવ્યા. રજની બેન જોતા રહ્યા મન ભરીને આકાશ અને ધરાને...

રજનીબેન : આકાશ તારો આભાર માનું એટલો ઓછો છે. તે ધરાની ખૂબ સેવા કરી છે અને અમને અણીના સમયે મદદ કરી છે હું તારો ક્યાં શબ્દમાં આભાર માનું એટલો જ સમજાતું નથી.

આકાશ. : દીકરો પણ કહો છો અને આવું કહી દૂર કરો છો ! ધરા મારી મિત્ર છે અને મને એની માટે જીવ બળે છે બસ એટલું જ. મને શરમાવશો નહીં.

રજની બેન : આકાશ સારું પણ હું તને કાંઈ આપવા માગું છું/

આકાશ : આપની નિશ્રામાં મને સારું લાગે છે મા....

રજની બેન : આકાશ હું તને મારી ઓફિસમાં મેનેજર બનાવવા માગું છું જો તું હા કહે તો...

આકાશ : મા મારી લાયકાત જાણ્યા વગર !

રજની બેન : આકાશ મેં તને જાણ્યો છે બેટા હું તને એક મહિનો સમજ્યો છે ના કહીશ નહીં .

આકાશ. :. મા મારે ફેમિલી મા કોઈ નથી મને એક મા મળી ગઈ.

રજનીબેન. : અને મને એક આધાર.

ધરા : અને મને એક 'સાથી' જેને હું બધું કહી શકું/

રઘુકાકા. : બેન મને ના આપો... બધાને કંઈક મળ્યું નહીં માત્ર મને...

રજનીબેન : કેમ એવું કહો છોઆ કાકા ! આ બાળકો તમારા જ તો સમજો

રઘુકાકા. : બેન તો મને ખુશ કરો. કરો કંકુના... ‌

રજનીબેન : કાકા અત્યારે નહીં

રઘુ કાકા. : ભાઈ આકાશ શો વિચાર છે તારો !

આકાશ. : હું શું કહું ત્યારે ! ધરાને વાંધો ના હોય તો

ધરા. :. મારી હા છે મને આકાશ 'જીવનસાથી' તરીકે ગમશે...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational