nayana Shah

Inspirational

4  

nayana Shah

Inspirational

સાથ છે તો આકાશ મુઠ્ઠીમાં

સાથ છે તો આકાશ મુઠ્ઠીમાં

2 mins
166


વિનયે વિચાર્યું જ ન હતું કે આવા દિવસો આવશે. એમ. બી. એ. ગોલ્ડ મેડાલિસ્ટ છે એટલે તો જિંદગીભર તગડા પગારની નોકરી મળતી જ રહેશે. એને કેટકેટલી નોકરી બદલી હતી. પરિણામ સ્વરૂપ નાની ઉંમરમાં જ એ વિશાળ બંગલો અને વૈભવી કારનો માલિક હતો.

પરંતુ કોરોનાના સમયમાં કંપનીનો ધંધો ખોટમાં ગયો. અને તેથી જ સૌ પ્રથમ વધુ પગારવાળા કર્મચારીઓને છૂટા કરી દીધા હતાંં. એમાં વિનયનો નંબર પણ હતો. આવા દિવસની તો એણે સ્વપ્ને પણ કલ્પના કરી ન હતી.

ઘરે આવી એ ભાંગી પડ્યો હતો. વાસ્તવિકતા તો એ જ હતી કે કોરોનાકાળમાં એને કોઈ નોકરી આપે એમ ન હતું. ઘણા બધાની નોકરી છૂટી ગઈ હતી. જયારે એની પત્ની વારુણીને ખબર પડી ત્યારે એણે કહ્યું આમ ભાંગી પડવાની જરૂર નથી. અત્યાર સુધીની આપણી બચત તો છે જ. હું અત્યારસુધી તમારા કહેવાથી વકીલાત કરતી ન હતી હવે હું ચાલુ કરીશ. તે ઉપરાંત નાનામોટા કામ તો તમને મળી જ રહેશે. તમે કહેતા હતાં કે તમે નાનપણમાં ગાયના છાણમાંથી કોડિયાં બનાવતાં હતાં, અગરબત્તી બનાવતાં હતાંં. એવા નાના મોટા કામ તો તમે કરી જ શકો. તમારામાં ઘણી આવડત છે, તમે જાતજાતના કાઢા બનાવીને વેચો. કોઈ કામ નાનું નથી. આપણા સારા દિવસો લાંબો સમય ટક્યા નહિ તો ખરાબ દિવસો પણ લાંબો ટાઈમ ટકવાના નથી. આપણા ઘરમાં ઘરઘંટી છે. એમાં પૌષ્ટિક લોટ તૈયાર કરીને વેચજો. વકીલાત સિવાયના સમયમાં હું પણ તમને મદદરૂપ થઈશ. તમે દૈનિક અને સામયિકોમાં પણ તમારા એમ. બી. એ. ને લગતાં લેખો આપો.

મનુષ્ય જો નિરાશા ખંખેરી કાઢે તો ખરાબ સમય પણ હસીખુશી ને પસાર થઇ શકે છે. એમાંય જો પત્ની નો સાથ હોય તો આખું આકાશ મુઠ્ઠીમાં આવી જાય.

દિવસો પસાર થતાં રહ્યાં વિનયના લખાણો વખણાતા રહ્યાં. અને આખરે એક દિવસ એને એક મેગેઝિનમાં નિયમિત કોલમ લખવાની નોકરી મળી. જોકે પગાર ઓછો હતો. પરંતુ એ વિચારતો હતો કે જીવનસાથીની હૂંફથી કોઈ પણ ખરાબ દિવસોનો સામનો કરી શકો છો. કદાચ થોડો સાથ મળે તો મનુષ્ય કોરોના ને પણ અચૂક હરાવી શકે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational