સાસુમાં
સાસુમાં


સુમન અને દિવ્યાનો સંવાદ
સુમન : બોલ દિવ્યા શું કહેવાય માંગે છે? કેમ મુંજાય છે કહેતા પહેલા?
દિવ્યા : મમ્મી હું તમને થેન્ક યુ કહેવા માંગુ છું...
સુમન : કેમ?
દિવ્યા : મમ્મી હું જયારે લગ્ન કરી ને આવી ત્યારે મને કંઈજ ના આવડતું... તમે ખૂબ જ ધીરજ સાથે મને શીખવ્યું... મને સપોર્ટ કર્યો...
સુમન : કેમ બેટા શું થયું? કેમ આજે આવું બોલે છે ? તું મારી દીકરી જેવી નહીં પણ દીકરી જ છે.
દિવ્યા : હા મમ્મી ! હું તમારી દીકરી જ છું... એટલે જ હું આજે તમારો આભાર મનુ છું... મને એક દીકરીની જેમ પ્રેમ કરવા માટે... શીખવા માટે... મને મુશ્કેલીમાં રસ્તો બતાવા માટે... તમે મારી સાસુમા નહીં પણ મમ્મી બન્યા... અને મમ્મીથી પણ વધારે મારા દોસ્ત બન્યા.
સુમન : બસ હવે, રોવડાવીશ કે શું મને! મમ્મી ને થોડી થેન્ક યુ કહેવાય?
દિવ્યા : હા, મમ્મી !!! પણ હું મારા દોસ્ત, મારા ગુરુ, મારા ફિલોસોફર, મારા આધરસ્તભં ને તો થેન્ક યુ કહી જ શકું છું ને...
થેન્ક યુ સો મચ
દિવ્યા અને સુમન નો સંવાદ એક બીજા ને ભેંટી માથે ચુંબન કરી સમાપ્ત થયો.