Vansh prajapati

Classics Inspirational

4.0  

Vansh prajapati

Classics Inspirational

સાંપ્રત સમાજની પથ દર્શક ગીતા

સાંપ્રત સમાજની પથ દર્શક ગીતા

3 mins
253


લઘભગ 2 દિવસ પહેલાની વાત છે, હા ગીતા જયંતિના વિષયને અનુરૂપ બોલવા અમે બધા યુવાનો એકત્રિત થયેલા, બધાએ પોતાના મંતવ્યો વર્ણવ્યા એમાં મેં પણ મારું મંતવ્ય રાખ્યું અને બીજા બધા યુવાનોના મંતવ્યોને ધ્યાન પૂર્વક સાંભલ્યા, 

ગીતા પૂજન પછી હું ઘરે આવ્યો, મેં નીચેના રૂમની બીજી ચાવીથી દરવાજો ખોલ્યો રાત્રિના 11 વાગ્યા હતા, મેં સૂવાનો પ્રયત્ન કર્યો, લઘભગ મને 15 મિનિટ પછી પણ ઊંઘ ન હતી આવી આખરે મેં પાણીનો ગ્લાસ ભર્યો અને એક જ વારમાં ઘટ - ઘતાવ્યો, હાશ તે પછી ઊંઘ ક્યારે આવી મને ખબર નથી, હું ઘોર નિંદ્રામાં હતો અને યુવાકેન્દ્રમાં જે વાત ઉપર ચર્ચા થઈ કે જો આપણે મહાભારતનું યુદ્ધ નરી આંખે જોઈ શકીએ તો આપણું શું રીએક્શન હોય !

સાંજે કરેલા વિચારોને અનુરૂપ મારા સમક્ષ મહાભારતનું દ્રશ્ય સર્જાઈ રહ્યું હતું હા એ માત્ર સપનું જ હતું પણ એ સમય તો મને હકીકત સામન લગાતું હતું મહાકાય સેના અને વિશાળ શરીર ધારી યોદ્ધાઓ નરજે ફરતા હતા, અર્જુનના ગાન્ડીવમાંથી નીકળતા તીર સીધા પિતામહની રગ રગમાં ભળતા હતા આખરે 4:49 એ મારી આંખ ખુલી અને મારા મનની સાઈકોલોજી ત્યાં વિચારોમાં સમાઈ. ભલે સપનું હતું પણ કોઈ સામાન્ય માણસનું કામ નથી કે તે એવા ભીષણ યુંધને નરજે જોઈ શકે.

વિચારોમાં ફરીથી મારું મન સમાઈ ગયું. આગળની સાંજે વારા ફરથી યુવાનોએ બોલેલા એક એક શબ્દ કાનમાં ગુંજતા હતા.  સાંપ્રત સમયની પાર દર્શક ગીતા. આજનો યુવાન, વોટ્સઅપમાં વીંટલાતો, ઈન્માસ્ટામાં અટવાતો એફ્બીમાં ફસાતો જાય છે અને જો એક લાઈક ઓછી મળે તો આખો દિવસ કરમાયેલા ફૂલની જેમ લાઈક લેવા લોકોને ટેગ કરતો જોવા મળી રહ્યો છે.

યુવાનની યુવાની અત્યારે પાનના ગલ્લે તંબાકુમાં, ફાસ્ટ ફૂડના ઝમેળામાં અને બાહ્ય ભ્રમ ફેલાવનાર નકલી ફિલ્મોની દુનિયામાં સમાતી જાય છે. આજના યુવાનોનેના પોતાના સનાતન ધર્મ વિશે ખબર છેના ધર્મ પુસ્તક વિશે માત્રને માત્ર ઓનલાઇનની દુનિયામાં વેહવું ગમે છે. ગીતા એ માત્ર ગ્રંથ નથી એ માનવીને જીવન જીવવાનો પ્રેરણા પૂરી પાડનાર પથ દર્શક છે, જેમ આપણે કોઈ નવી વસ્તુ લાવીએ તો સાથે તેને ઉપયોગ કરાવાની ગાઈડબૂક આવે તેમ ગીતા પણ આપણી માટે આપણા જીવનનો સાચો માર્ગ બતાવનાર પથ દર્શક છે.

નિરાશા કોના જીવનમાં નથી આવતી સ્વયં અર્જુન જેવા મહાન ધનુરધારી પણ જ્યાં હારી જવા ઈચ્છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેને મા ગીતાના અમૃત જેવા શબ્દોથી ફરીથી લડવા પ્રેરિત કરીને ઊભો કરે છે..

सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।

वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते। 

આટલું કહીને અર્જુન પોતાના શસ્ત્રો મૂકીને લાચાર બની જાય છે, અને તેના શબ્દો હોય છે હે મધુસુદન મારા પિતારાઈ ભાઇઓ, ગુરૂ જનો ને મારીને હું નહીં જીવી શકું હું તેમના ઉપર કઈ રીતે શસ્ત્રોનો પ્રયોગ કરું, અર્જુન હારીને રથની પાછળ બેસી જાય છે, અને અહીં મા ગીતાનું તેજ ભગવાન તેનામાં પુરે છે અને જ્યારે ગીતાના એક એક શબ્દોને પોતાના મનમાં સમજ્યા પછી અર્જુન એક પછી એક તીર એટલાં જોરથી ફેંકે છે કે આખું ભ્રહાનદ ગુંજી ઉઠે છે. ગીતામાં જે છે એ સાર્થક છે આવું પોતે ભગવાન કહેતા હોય તો આપણે તેનાથી કેમ અવગત નથી રહેતા,

જ્યારે કોઈ માણસ કહે ચાની લારી કરીશ પણ કોઈની લાચારી ક્યારેય નહીં કરું. આવા સ્વતંત્ર વિચાર મનમાં ત્યારે જ આમનાગરિકના મનમાં ઉડાવભે જ્યારે તેના વિચારમાં આખરે ગીતા રૂપી તેજ જ વહેતું હોય. મા ગીતા આપણને ઘણું શીખવે છે પણ આપણે કઈ દિશામાં જવું એ આપણી ઉપર નિર્ભર છે,  જેમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને પણ કહ્યું હતું કે મારું કર્તવ્ય માત્ર તને માર્ગદર્શન આપવાનું છે તેને અનુસરવું કે નહીં એ તારો નિર્ણય છે...

છેલ્લું એટલું કહીશ કે ગીતા એક એવો દરિયો છે જે અમૃત સમાન અવિરત અને મીઠો અમર છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics