પ્રભાના કિનારાની રાહમાં
પ્રભાના કિનારાની રાહમાં
" પ્રણય હંમેશા પ્રેરણા લેવા લાયક હોય છે, જાણે કોઈ અનકહ્યા સપનાંંની જેમ ઓચિંતા આવીને ભીજવી દે છે,"
આ કહાની પણ કંઈક એવી જ છે પ્રણાયના પ્રયત્નોથી સપનાંઓ સજાવતી પ્રભા અને તેની કલ્પનાની મંજિલની કહાની.
પહાડોથી ઝરણાં રૂપે નીકળેલી નદીઓ દરિયારૂપે પોતાના મોજા સાહીલ ઉપર ભીજવી રહ્યાનો અહેસાહ હતો, ગુલાબી ઠંડીમાં એક યુવાન બાધાનો માણસ આગને પણ પીગાળી નાંખે એવી કડકડતી ઠંડીમાં દરિયા કિનારે સ્ટિક લઈને ફરી રહ્યો છે, ધીમે ધીમે તેના આવવાનો અવાજ વાતાવરણમાં ફેલાઈ ગયો, દરિયા કાંઠા નજીક આવેલા વિઘ્નહર્તા મંદિરમાં સવારના 6:18 એ તેને પોતાની પ્રાર્થના કર્યા પછી ઘર તરફ પ્રયાણ કર્યું,
હજી ઘરે આવતા આવતા સવારના 6:45 થઈ ગયા અને અહીં પ્રભાએ પોતાના સ્વપ્નમાં એક અનોખું દ્રશ્ય જોઈ એનાથી બોલાઈ જવાયું વિશ્વાસ......... પ્રભા તું ઠીક છે ને તેની મામીએ એના માથે હાથ ફેરવતા કહ્યું..... હા ધીરા અવાજે પ્રભાથી બોલાયું.... તેના મામીના આશ્વાસન ભરેલા શબ્દો કંઈક આવા હતા" જો પ્રભા જે થવાનું હતું એ થઈ ગયું અને જે થશે એ પણ સારા માટે જ થશે..... પણ મમ્મી વિશ્વાસ.... અરે વિશ્વાસ ઠીક છે એને જીવનમાં સંઘર્ષ સાથે જીવવું પસંદ છે અને એ તારી પસંદ છે બસ તું પણ એના જેમ હિંમત રાખ જીવન હંમેશા અનમોલ છે ડર કરતા આશા અમર છે..... હા મમ્મી' આટલું કહી પ્રભાએ દિવસની શરૂઆત કરી.
પ્રભાએ ફ્રેશ થઈને રોજની જેમ પોતાના પગ ઓફિસમાં જવા માટે અનુસર્યા, ઓફિસમાં જતા એ વિચારોમા ખીવાયેલી હતી પણ ઠંડીના વાયરમાં એને ઘણી ચિંતાઓ સતાવી રહી હતી પણ એટલામાં ઓફિસે એ પહોચી ગઈ અને એના ટેબલ ઉપર એક ડિવોર્સ પપેર્સની ફાઈલ આવી ગઈ.. અને એ પોતાના કામમાં લાગી ગઈ.... બપોરે કેન્ટીનમાં એને બ્રન્ચ કરતા કરતા ઓફિસની તેની ફ્રેન્ડ સુનિતા મળી અને બંનેએ ઘણી વાતો કરવા માંડી વાતમાં એને કહ્યું શું કરે છે વિશ્વાસ ? એ બ્રેઈલ શીખી ગયો ? હા એણે ઘણી અનોખી શરૂઆત કરી એ અકસ્માત પછી એને મને પણ ઘણું આશ્વાસન આપ્યું છે...પણ તે હજી એ દિવસે એ કઈ રીતે એ અકસ્માતનો ભોગ બન્યો એ હજી ન જણાયું ? સુનિતા બીજાને અજવાળું આપનાર દીવાની નીચે હંમેશા અંધકાર જ હોય છે એ દિવસે.
ક્રમશઃ

