હવે ક્યાર સુધી ?
હવે ક્યાર સુધી ?
મને માફ કરજો હું નામ નહીં કહી શકું કારણ કે તમે મને દાગ સમજશો ને , મેં ભારતની દીકરી છું તો મને પ્લીઝ એક દીકરી જ સમજો ,
હા મારો આ પત્ર તમને મળશે ત્યાં સુધી તો હું પરમેશ્વર ને પ્યારી હોઈશ ને પણ એ મને ન્યાય જરૂર અપવ્શે ,
મારી ઉંમર 21 વર્ષ ની છે મારું જીવન પણ બવ જ ખુશ્હાલ્ હતુ ,રોજ કોલેજ જવુ નવું નવું શીખવું, નવી નવી બૂકોનું વાંચન કરવું, મારી ડાયરીમાં માં મારા ઉતારું, આવી જ રીતે મારું જીવન ચાલ્તુ હતું ,પણ ?
એક દિવસ ની વાત છે હું અને મારી મિત્ર બંને કોલેજ થી બસ માં ઘરે આવતા હતા અમે બસમાંથી સ્ટેશન ઉપર ઉતર્યા અને ઘર બાજુ ચાલ્વા લાગ્યા ત્યાં જ બે નવ યુવાન છોકરાઓએ અમારી છેડતી કરી પણ અમે સામો જવાબ આપ્યો ને એમને ભગાવ્યા,એમાથી એક ની ઉંમર તો સાવ નાની હતી, લઘભગ 17,18 વર્ષ ની !
હવે અમારી સાથે આ ઘટના રોજ બનવા લાગી એ લોકો અમને રોજ એ રસ્તા ઉપર ઘુરતા અમે ઘરે વાત કરી તો એમ કહેવામાં આવ્યું કે તમારે એમની બાજુ ધ્યાન નહીં આપવાનું.
ધીમે ધીમે સમય વિતતો ગયો પણ એ લોકોની હિંમત પણ વધતી ગઈ, એક દિવસે હું એકલી હતી અને એ લોકોની આખી ટોળી હતી ને એ દિવસે ત્યાથી ભાગવાનો પ્રયાસ કર્યો પણ ના ભાગી શકી રસ્તો પણ સુમસામ હતો અને કોઈની હેલ્પ પણ ના મળી મને !
હવે તમને શું ક્વ હું મારી સાથે એ દિવસે એ લોકો એ ખરાબ કૃત્ય કર્યું , મારી હાલત ડોકટર પાસે જવાની પણ ન હતી, બેહોશ હતી. મને એમ્બ્યુલન્સ માં દવાખાને લઇ જવામા આવી. મારુ મેડિકલ થયું જયારે હું હોશ માં આવી.
તમને શું ક્વ હું મને એવા સવાલ કરવામાં આવ્યા કે હું ત્યાંજ મરી ગઈ હતી , કોણ હતા એ ? કેવી રીતે થયું ,? કેટલા હતા ? ફોર્સ કર્યો હતો કે સહમતિથી આવા તો ઘણા જ સવાલો થયા પણ મારાથી શું કહેવાતું કેટલા ને જવાબ આપતી હું !
એજ સમય માં ન્યુઝ માં પણ મારાં નામના ધજગદા ઉડવા લાગ્યા , અલગ અલગ પક્ષના નેતાઓની બેઠકો થવા લાગી મારા ઘરે સહાનુભૂતિની તો રહી વાત એ લોકો એ મારા પરિવાર ને પૈસાની લાલચ પણ આપી એટલી અંદર સુધી ગેમ રામાણી કે કેસ બંધ થઈ જાય તો સારુ !
આજે મારી સાથે એ લોકો એ કૃત્ય કર્યું તો મારા સગા વહાલા પણ મને તુચ્છ્ સમજે છે ને વાંક મારો જ હોય એમ મને પીઠ પાછળ બોલે છે ,આજે મારી આ હાલત છે કાલે કોઈ બીજી દીકરીની હશે.
હા મારી સાથે એ લોકોએ ખરાબ કૃત્ય કર્યું છે, પણ બળાત્કાર મારો નથી થયો એ લોકોનો થયો જેમને મારી સાથે આવું કર્યું એમની ઈજજત ગઈ જે માત્ર 10 સેકન્ડના ક્ષણ ભર્યા સુખ માટે મારુ આખું જીવન છીનવી લીધું ,અને એ લોકો નો થયો જેમને મને જીવતા જીવ જ મારી દીધી, આ મારા શબ્દો જ એમને લાગશે.
હા મેં પણ કોઈ ને દિલથી પ્રેમ કર્યો હતો ,મારી સાથે આવું થયું ને તો પણ એ અત્યારે પણ મને સપોર્ટ કરે છે એને મારા મનથી પ્રેમ કર્યો છે જો શરીરથી કર્યો હોત તો એ પણ મને મૂકી દેતો પણ મારે એને છોડી ને નથી જવુ પણ હું માનસિક રીતે ખૂબ જ પીડામાં છું મને નથી ખબર કે મારા ગયા પછી એની શું હાલત હશે !
હા હું આ દુનિયામાં નહીં હોય ને તો મારા ફોટા ઉપર હાર લાગશે લોકો કેન્ડલ લાઈ ને જસ્ટિસ માંગશે થોડા દિવસ ટીવીમાં હું જ હોઈશ અને મીડિયાવાળા મને ભૂલી જશે ,નેતાઓ વોટ લઈને લોકો સહાનુભૂતિ આપી ને ભૂલી જશે મારો પરિવાર્ આ દુઃખ સહન નહીં કરી શકે એની મને પાકી ખબર છે , અને મારો પ્રેમ પણ !
હવે મારે આ દુનિયામાં જીવી ને પણ શું ફાયદો જયાં મને લોકો દાગ સમજે છે, હા હું જયારે તમે મારો આ પત્ર વાંચતા હશો ત્યારે નહીં હોવ,પણ એક આંખો ભરી ને હું નમ્ર વિનંતિ કરું છું કે આપની બીજી દીકરીઓનો આવો વારો ના આવે એનું ધ્યાન રાખજો અને પ્લીઝ કોઈ સાથે આવું થાય ને તો પણ એને સપોર્ટ કરજો એને દાગ ના સમજતા , પ્લીઝ ....પ્લીઝ .....પ્લીઝ
તમારી વહાલી
દીકરી
શું આ દીકરી એ જે કર્યું એ યોગ્ય છે ? સમાજ નો વ્યવહાર યોગ્ય છે ? શું એની આ ગાથા ને કોઈ સમજશે ? શું લોકો હજી પોતાના વિચારો બદલશે ?
બસ આ શું છે ને એક માર્ક બની ને રહી ગયો છે પણ જયારે જેને સહેવુ પડે ને એની પીડા એજ જાને પ્લીઝ હવે બસ થયું થોડી સહાનુભૂતિ હોય ને તો કોઈ ને આવી રીતે જજ ના કરો, નહીં તો આખું જીવન વિતાવ્યા પછી એક જ વાત લાગશે બસ આ માર્ક !
