Leena Vachhrajani

Abstract

3  

Leena Vachhrajani

Abstract

સાંભળે છે ?

સાંભળે છે ?

1 min
182


તું મારો વધ કરતો રહ્યો. તું મને વેતરતો રહ્યો. તું મારી વેદના અવગણતો રહ્યો. તું મારી જાતિનો વિનાશ આદરતો રહ્યો. તું ઈશ્વરની રચનાઓને સંહારતો રહ્યો. તું તારા જ મદમાં વિચરતો રહ્યો. તું પર્યાવરણને હાનિ પહોંચાડતો રહ્યો.

અંતે. . ઉચ્ચ સત્તાએ ન્યાય તોળવા એક જ પગલું ભર્યું.

તું એક એક શ્વાસ માટે તરફડી રહ્યો છે. તું પ્રાણવાયુ માટે વલખાં મારી રહ્યો છે. તું માનવસંહાર સામે નિર્બળ સાબિત થયો છે. તું પામર છો એ સ્વિકારતો થયો છે.

હવે અમારી લીલી છાયંડીને લીલી રહેવા દેજે. હવે અમારી સજીવ રાખવાની શક્તિને બરકરાર રહેવા દેજે.  હવે તું ઈશ્વર નથી અને અમે માનવ નથી એ યાદ મનમાં રહેવા દેજે.  


Rate this content
Log in

Similar gujarati story from Abstract