Vibhuti Desai

Inspirational Others

2  

Vibhuti Desai

Inspirational Others

સાઇકલ

સાઇકલ

1 min
129


 હું કોલેજ સાઇકલ પર જ જતી. આંગળીનાં વેઢા પણ વધી પડે એટલી છોકરીઓ સાઇકલ લાવતી. એમાં પણ હું ટ્રેનમાં આવું સ્ટેશન પર સાઇકલ સ્ટેન્ડ પર સાઇકલ મૂકું. માસિક ભાડું દોઢ રૂપિયો.

સ્ટેન્ડવાળા કાકા મારી સાઇકલમાં હવા પણ પૂરીને તૈયાર રાખતાં ત્યારે ત્યાં સાઇકલ મૂકતાં છોકરાઓને ઇર્ષ્યા થતી. આખા સ્ટેન્ડમાં હું એક જ છોકરી સાઇકલવાળી. મને તો સાઇકલનો સહારો ઘણો. અમદાવાદ પણ એક વર્ષ વાપરી પછી લગ્ન થતાં વહુ થેઈને સાઇકલ ચલાવાય કે ? ૧૯૭૩માં સાથ છૂટ્યો. પતિનાં અવસાન બાદ વહુ થઈને કાર ચલાવતાં શીખી ને હજુ ચલાવું છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational