Kalpesh Patel

Action Crime Children

4.9  

Kalpesh Patel

Action Crime Children

સાઇબર ચોરો - મિયાં ફૂસકીને સપાટે

સાઇબર ચોરો - મિયાં ફૂસકીને સપાટે

7 mins
3.4K


મિયાં ફુસકીએ તેમની મારુતિ ફ્રંટી કાઢી અને લઈ પહોચ્યા સીધા પોલિસ ચોકીએ. પોલીસ ચોકીના પ્રાંગણમાં મોટો એક વડલો હતો. આ વડલાને ફરતો મઝાનો ઓટલો. તે ઓટલે બે-ચાર માણસો બેઠા હતા. તેઓની સાથે દલા શેઠ પણ બેઠા હતા. એવામાં તભા ભટ્ટ પણ ત્યાં આવી પહોંચ્યા. અને મિયાં ફૂસકીની પાસે ગયા અને કહ્યું, મિયાં ભારે થઈ છે ?

મિયાં ફૂસકી બોલ્યા: અરે તભાજી, અમે રહ્યા સિપાઈ બચ્ચા, આ તમારી પોલીસ ના પહોચે ત્યાં અમે પહોચીએ છીએ, બોલો અમને સાવર સવારમાં કેમ અહી પોલીસ સ્ટેશન બોલાવ્યા.

તભા ભટ્ટ બોલ્યા: શું વાત કરું મિયાજી ? આ આપણાં દલા શેઠના બેન્કના ખાતામાંથી કોઈ હરામખોર પૈસા ઉપાડી ખાતું તળિયા ઝાટક કરી ગયો, શેઠ અહી ચોકીએ ફરિયાદ લખાવા આવ્યા છે ત્યારે મે તેમણે મદદ કરવા તમને અહી બોલાવ્યા છે.

તભા ભટ્ટની વાત સાંભળી ફુસકી મિયાંએ ખોંખારો ખાધો. અને ખી ખી હસી પડ્યા, ઑ એમાં શું ? અમે ધરીએ તો તે ચોરને ચપટીમાં પકડી લાવીએ, પણ આતો તમે મામલો ચોકીએ લઈ આવ્યા એટલે એમાં અમે શું કરી શકીએ ?

દલા શેઠ હોઠ દબાવીને, સમસમી, રહી ગયા. મનમાં કંઈ કંઈ થઈ ગયું.આ તભા ભટ્ટને મે ચોરીની વાત કરી ભૂલ કરીછે.

તભા ભટ્ટ બોલ્યા: 'દલા શેઠ, અમારા ફુસકી મિયાંને મામૂલી ના સમજો, તે તમારા ફોજદારથી પણ ચતુર છે.'

દલા શેઠ કહે : 'ભલેને તમારા મિયાં ચતુર રહ્યા, પણ આ તો સાઇબર ક્રાઇમની વાતો, તમારા ફૂસકી મિયાંનો ગજ ન ખાય, એમનાથી કંઈ થવાનું નથી.' હું તો મારી ફરિયાદ પોલીસ ચોકીએ લખવાનો જ છું

મિયાં ફૂસકી બોલ્યા: 'અમારા જેવાની સામે આવો ચોર ભટકાય તો અમે તેના બાર વગાડી દઈએ.'

દલા શેઠ હસી પડ્યા.

તભા ભટ્ટ કહે : 'કાં ?'

દલા શેઠ કહે : અરે ભટ્ટજી આ ચોરે મારા મોબાઈલ મારી પાસે વાપરાવીને મારા ખાતામાંથી પૈસા ઉપડી લીધા છે,બીજા કોઈ જ સગડ નથી.

તભા ભટ્ટ બોલ્યા: તમેતો જાણો છો ને શેઠ ? 'ભગા ભરાડી જેવો 'ચોરટો' સો સો શહેરમાં બીજો કોઈ નથી. તેનાય આ મિયાંના બચ્ચાએ બાર વગાડી દીધા હતા '

દલા શેઠ બોલ્યા : 'ભગા-ફગા ની કંઈ વાત નથી. પાડાના શિકાર તો વાઘ જ કરી શકે. શિયાળનું એ કામ નહિ. એ ભગો ભરાડી આ સાઇબર ચોર સામે બકરી કહેવાય.

તભા ભટ્ટ ફરી હસી પડ્યા.

દલા શેઠ ફુગ્ગા જેવું મોં ફુલાવીને બોલ્યા : 'શું બોલ્યા ભટ્ટજી ?'

તભા ભટ્ટ કહે : 'અમે બોલ્યા નથી પણ હસ્યા છીએ.'

દલા શેઠ કહે : 'તમારા મિયાં શું વાઘ છે ?'

તભા ભટ્ટ કહે: 'વાઘનાય બાપ.'

મિયાં ફૂસકી બોલ્યા : 'ભટ્ટજી, શેઠ ને તેમના અરમાન પૂરા કરવા દો ? તેમણે ચોકીએ ફરિયાદ લખાવા દો.

અને દલા શેઠે પોલીસ ચોકીએ તેમના ખાતામાથી ૨૫૦૦૦/- રૂપિયાની ઉચાપતની ફરિયાદ લખાવી દિઘી. અને

ભીમા ફોજદારે મૂંછ મરડતાં કીધૂ શેઠ જાવ ધેર, અને ઢોલિયો ઢાળી આરામ કરો, અમે તમારા ચોરને ઉઠાવી લાવશું.'ફરિયાદ નોધી એટ્લે ભીમા ફોજદારે દલા શેઠ ને ફાફડા જલેબી મંગાવા કીધું, શેઠે નારાજ થઈ તે મગાવ્યા અને નાસ્તો કરી બધા છૂટા પડ્યા, ત્યારે.. 

મિયાં ફૂસકીએ દલા શેઠને કહ્યું : શેઠ, હું ઘરમાં રૂપિયા રાખી કંટળ્યો છું,હાલમાં મારે ઉઘરાણીના રૂપિયા આવ્યા છે, અને તે મારા ઘરના પટારામા પોટલી વાળી મૂકી રાખ્યા છે, તે અમારે હવે તમારી બેંકમાં મૂકવી છે . અમે એટ્લે કોણ ? અમે સિપાઈ બચ્ચા, ચતુર મિયાં.

'તો હવે જરા ધીમે બોલો મિયાં,તમારા જરા કાન અમારા મોં સામે રાખો.' મિયાં ફૂસકીએ તેમનો ડાબો કાન શેતના મો પાસે ધરી દીધો. ફુસ ફુસ કરતાં દલા શેઠ બોલ્યા : 'મિયાં કોઈ સાંભળી જશે, કેટલા રૂપિયા જમા કરાવના છે.

મિયાં ફૂસકી બોલ્યા :હશે લાખ રૂપિયા, તમે મને તમારી બેંકમાં લઈ જશોને ?'

દલા શેઠ કહે : હા, તમારું કામ કરી દઈશું 'પણ અમે તો સો રૂપિયા તમારાથી ઈનામમાં લઈશું. જો નહિ થાય તો સોના બસો રૂપિયા તમને પાછા આપશુ '

આમ વાત પાકી થઈ.

 પોલીસ ચોકીથી મિયાં ફૂસકી, દલા શેઠ, અને તભા ભટ્ટનો આખો વરઘોડો બેન્કમાં પહોચ્યો. બેંકમાં જઇ મિયાં ફૂસકીએ એવો તો સીન જમાવ્યો કે એક બાજુ મિયાં અને બીજી બાજુ આખી બેન્કનો સ્ટાફ, ફૂસકી મિયાંની આરતી ઉતારે. અને આખરે દલા શેઠની બેન્કમાં મિયાએ ખાતું ખોલાવી દીધું.

અત્યાર લગી તમશો જોઈ રહેલા તભા ભટ્ટ બોલ્યા અરે ઑ મિયાજી આ શું તમાશો માંડ્યો છે, કઈ વાત કરો તો ખબર પડે.

મિયાં ફૂસકી બોલ્યા : ઇ તમને ખબર ના પડે, તમારું કામ જોશ જોવાનું અને કથા કરવાનું, મગજ ચલાવાનું હોય ત્યારે આ સિપાઈ બચ્ચા વગર કોઈનું કામ નહીં, સમજ્યા, તમે હવે તમશો જોતાં જાવ. કહી પોતાના ઘેર જઈ બીબીને બિરિયાની પકવવા કહી સૂઈ ગયા.

હવે આ બાજુ પોલીસ ચોકીમાં ભીમા ફોજદાર પરેશાન હતા, મિનિસ્ટર સાહેબ અને કમિશ્નર સાહેબના ઉપરા-ઉપરી ફોન આવતા જતાં હતા, આખા શહેરમાં કોઈ ગુમનામ વ્યક્તિ બધાના ખતમાથી પૈસા ચાંઉ કરી જતાં હતા. શહેરની બેંકોમાંથી ફોન ઉપર ફરિયાદોનો મારો હતો. અને સાઇબર ચોરીનું કોઈ પગેરું મળતું નહતું. ભીમા ફોજદારને માથું દુખતું હોવાથી,માથે વિક્સ લગાવી રૂમાલ બાંધી પોલીસ ચોકીમાં બેઠા બેઠા પોતે પોલીસની નોકરીકેમ સ્વીકારી ? તે બદલ પોતાની જાતને કોસતા હતા.

કલાક એક ના સમય પછી મિયાં ફૂસકીના ખીસામા રહેલ મોબાઈલ રણક્યો, મિયાં ફૂસકી બગાસું ખાતા, આંખ ચોળી મોબાઇલના સ્ક્રીન ઉપર જોયું, તો કોઈ અજાણ્યો નંબર હતો. ફૂસકી મિયાંનું મગજ સક્રિય થઈ ગયું, તેમણે ઝટ-પટ વોઇસ રેકોર્ડિંગ ચાલુ કરી, ઘણા સમયથી વાગતો ફોન ઉપડયો, સામે છેડેથી, શુભ બપોર મિયાં સાહેબ. શું હું વાત કરી શકું એવું પૂછ્યું,. 

મિયાં ફૂસકી બોલ્યા : એ તમે, મને રિંગ આપતા પહેલા કેમ ના પૂછ્યું ? હવે આ સિપાઈ બચ્ચાની ઊંઘ વેરાન કરી, પાછા કાલા થાવ છો. બોલો અટાણે કેમ યાદ કર્યો ?, અને પહેલા એ કહો કે તમે કોણ છો ?

ફોન માથી અવાજ આવ્યો, એ તો અમે બેંકમાંથી બોલીએ છીએ, સાહેબ તમે અમારા નવા ગ્રાહક છો એટલે તમને નવું ખાતું ખોલવવા બદલ બેન્ક તમને ૧૦૦૦ રૂપિયાનું બોનસ આપ્યું છે, તેના માટે ફોન કરેલ છે.

 મિયાં ફૂસકી બોલ્યા : અરે ભાઈ જે આપવું હોય તે આપોને, આપવા વારા તમે છે અને સાચવવા વાળા પણ તમે છો. અંહી અમારું શું કામ પડ્યું ? ખાતું તમારી પાસે છે તેમાં જમા આપો, મારો કેડો મૂકો.કરો જમા તમારે જેટલા કરવા હોય તેટલા.

ફોન માથી અવાજ આવ્યો, અરે મિયાં સાહેબ અમે બોનસની રકમ જમા કરીરહયા છીયે બસ તમારા મોબાઈલમાં નવડો ત્રણ વાર દબાવો, બસ ૧૦૦૦ તમારા ખાતામાં જમા. ચાલો જલ્દી કરો.

મિયાં ફૂસકી આ સાંભળી સચેત થઈ ગયા, પણ અવાજમાં કોઈ ફેરફાર વગર કહ્યું, અરે ભાઈ આ મોબાઈલના બટનોથી મને મુંઝારો થાય છે એક કામ કર તું મારે ઘેર આવ અને મારો ફોન લઈજા અને તારે જે અને જેટલા બટનો દબાવવા હોય તે દબાવ, હું તને આવતા જાતાનું રિક્ષા ભાડું પણ આપીશ, સામે છેડે થોડી વાર શાંતિ રહી, ફરી પાછો આવવાજ આવ્યો, વારુ મિયાજી, અમે આમ તો કોઈના ઘેર જતાં નથી, પણ આતો તમે અમારા મોટા ઘરાક છો એટ્લે આવીએ છીએ, તમારું સરનામું લખવો અને ફોન ચાર્જિંગ કરી તૈયાર રાખજો.....અને મિયાં ફૂસકી પોતાની સરનામું લખાવ્યું.

જેવો ફોન પત્યો કે તરત મિયાં ફૂસકી તેમનાં બિછાનેથી ઉઠ્યા, અને બીબીને કીધૂ કે તે તભા ભટ્ટને ઘેર જઈ તેઓને એક બે બીજા તેમના જેવા મજબૂત મહારાજને લઈ આવે.મિયાં ફૂસકીના સંદેશા મુજબ તભા ભટ્ટ દોડ્યા આવ્યા અને સાથે ભેળા બે બીજા અલમસ્ત મહારાજ ને લઈ આવ્યા.

તભા ભટ્ટે આવતા વેત, મિયાં ફૂસકીને આમ એકા - એક બોલાવવાનું કારણ પૂછ્યું.

મિયાં ફૂસકી બોલ્યા : મહારાજ આજ સાંજના લાડુ મારા તરફથી મળશે, માટે મૂંગા રહો અને હું કહું તેમ કરો. મિયાંજીએ લાંબુ દોરડું કાઢી ત્રણ ચાર ટુકડા કરી, તભા ભટ્ટને આપ્યા અને કીધું એ આ મારી પાછળના ઓરડામાં તમે અને તમારા સાથીદારોને લઈ લપઈને બેસજો. હું તમને કહું કે ભાઈઓ મહેમાનોની ખાતીરદારી કરો એટ્લે તમારે દોરડા લઈ મારી સામે જે હોય તેને બાંધી લેવાના. હમણાં કશું પૂછશોજ નહીં ચાલે તમે લોકો છુપાઈ જાવ. તે બદમાશો આવતા હશે.

અડધી કલાક થઈ, પોણો કલાક વિતીગયો પણ કોઈ મિયાં પાસે ડોકયુ નહીં, મિયાં ફૂસકીને ઓરડામાં આમ તેમ આંટા મારતા જોઇ બીબી બોલી, અરે મિયાં, બિરિયાની પાકી ગઈ છે ચાલો જમવા, આ શું તમાશો માંડ્યો છે ? મુંછે વાળનું નામ નથી અને મુંછે મોટા મોટા ચીમટા ભરે રખો, જરા ખુદા થી ડરો.

"બીબી અમે સિપાઈ બચ્ચા, નથી કરતાં કોઈ કામ કચ્ચાં" તમે, અમને નાહકના પરેશાન ના કરો, તમે જમી'લો, અમને એકલા છોડો, અમે મહત્વનુ કામ કરી રહયા છીએ. આમ વાત કરતાં હતા ત્યાં, દરવાજે રાખેલી ઘંટાડી રણકી. મિયાએ બીબીને ઈશરથી રવાના કર્યા. અને દરવાજો ખોલ્યો તો એક યુવાન છોકરો અને એક જીન્સ અને ટી શર્ટ પહેરીલી છોકરીએ મિયાં ફૂસકીનું અભિવાદન કર્યું અને એક મીઠાઇનું બોક્સ આપી કીધૂ , મિયાજી લાવો તમારો ફોન તમાર ખાતામાં તમારું બોનસ જમા કરી દઈએ.

અરે તમે બેસો, મારા જેવા ડફોળ માટે દોડીને છેક મારે ઘેર આવી મદદ કરવા વિવેક બતાવ્યો તો મારી ફરજ છે કે તમને હું ગુલાબનું શરબતતો પીવારવું, એવું કહેતા, મિયાં ફૂસકીએ બૂમ પડી અરે કોઈ સાંભળે છે, આ મહેમાનો આવ્યા છે તેમની ખાતીરદારી કરો જલ્દીથી. મિયાં ફૂસકી આટલું બોલે ત્યાંતો તભા ભટ્ટ અને તેઓના બે પહેલવાન જેવા બે મહારાજ સાથે ઓરડામાં ધસી આવ્યા અને તે યુવાન અને યુવતીને દોરડેથી બાંધી દીધા. ત્યારે મિયાં ફૂસકીની આંગળીઓ તેમના મોબાઈલ ઉપર ફરકતી જોઈ,તે યુવાન બોલ્યો, અરે મિયાસાહેબ તમને તો ફોન વાપરતા આવડે છે તો અમને નાહકના કેમ હેરાન કર્યા ?

ભાઈ તમે મારા મો'ઘેરા મે'માન છો, એટ્લે તમને વાજતે ગાજતે મોટા ગેસ્ટ હાઉસમાં કાયમી રેસ્ટ મળે તેની વ્યવસ્થા કરુ છું.

ત્યાં થોડી વાર પછી પોલીસની વાન સાયરન વગાડતી આવી, અને ભીમા ફોજદારે બંને લોકોને હવે લોખંડના ઝાંઝરિયા પહેરાવી લીધા. અને મોટા ગેસ્ટ હાઉસમાં લઈ, થોડો મેથીપાક પીરસતા શહેરમાં આવેલી બેંકોમાથી સાયબર ક્રાઇમથી ઉચાપત કરનાર ગુનેગાર, મિયાં ફૂસકીની કુનેહથી ઝડપાઇ ગયા. દલા શેઠને હવે તેમના ૨૫૦૦૦ રૂપિયા પાછા મળવાના હતા, અને ભીમા ફોજદારને નોકરીમાં બઢતીની સિફારીશ મિનિસ્ટર સાહેબે મંજૂર કરી હતી. ત્યારે તભા ભટ્ટ, હવે દલા શેઠનો કાન આમળતા પૂછતાં હતા, છે ને અમારા મિયાં ફૂસકી' "વાઘનાય બાપ".  


Rate this content
Log in