સાહિત્યની દુનિયા
સાહિત્યની દુનિયા
સાહિત્યની દુનિયા એ મંદિર છે. દરેક રચનાકાર એ દેવ છે.
દરેક રચનાકારની રચના એનું સંતાન છે. કોઈની રચના ગમે તો એ કવિ કે લેખકના નામ સાથે કોપી પેસ્ટ કરી ફોરવર્ડ કરો નહીં કે એ રચનાકારનું નામ કાઢી આગળ મોકલો આવી રીતે સાહિત્યનું અપમાન ના કરો. જર્જરિત દેહ ની જેમ રચનાકારની રચનાને જર્જરિત અને અનાથ ના કરો.
સાહિત્ય જગતમાં હવે બધે રમત રમાય છે. નવા નવા ગ્રુપના પાંજરામાં અંદર વસતું પંખી રોજ કઈ ચણ ચણતું નથી. એને બસ ઉડી જવું ઉંચે આકાશ છે પણ એ હરિફાઈના દાયરામાંથી બહાર નિકળી શકતું નથી. ને એની એ આશ ને પાળે છે, પોષે છે કે એક દિવસ જીતશે પણ ત્યાં ક્યાં જીત છે? સાહિત્ય જગતમાં તો કલ્પનાની પાંખે ઉડવું એ જ સાચી ઉડાન છે. સાહિત્ય જગતની પવિત્રતા ને જાળવીએ અને સાહિત્ય જગતને ઉંચાઇ પર લઇ જવામાં સહભાગી બનીએ.