Ishita Raithatha

Inspirational

4.9  

Ishita Raithatha

Inspirational

"સાહેબ, ઓ સાહેબ."

"સાહેબ, ઓ સાહેબ."

4 mins
114


              રાતના ૧:૩૦ વાગ્યા હતા. વિવેક રાણાવાવના રેલવેસ્ટેશન પર બેઠો બેઠો, મુંબઈની ટ્રેનની રાહ જોતો હતો. હાથમાં એક બેગ અને એક કવર હતું. મોઢા ઉપર થોડો ડર હતો, પસીનાના રેલા માથા પરથી આંખ પર આવતા હતા, તેને લૂછવા માટે રૂમાલ પણ હતો, પણ કંઇક વિચારમાં ને વિચારમાં હાથમાંથી રૂમાલ નીચે પડી ગયો. પણ વિવેકનું ધ્યાન એમાં નહોતું, એ થોડો ગભરાયેલો હતો.

             વિવેક કંઇક વિચારમાં મગ્ન હતો, એટલામાં તેને ટ્રેનનો ધીમોધીમો અવાજ આવે છે,ને તે જે વિચાર કરતો હતો એમાં ખલેલ પહોંચે છે ને તેની મગ્નતા તૂટી જાય છે. તે ઊભો થઈને દૂર નજર કરે છે તો ટ્રેન આવતી હોય છે. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે ત્યારે પ્લેટફોર્મ પર થોડી ધ્રુજારી થાય છે, ને અવાજ આવે છે, તેના કરતાં પણ વધારે વિવેકના ધબકારાનો આવાજ આવે છે. ટ્રેનને જોઈને વિવેકના દિલનાં ધબકારા એટલા જોરજોરથી વાગતા હતા કે જાણે હમણાં બહાર આવી જાશે !

              અચાનક વિવેકના કાનમાં કઈંક બીજો અવાજ પણ સંભળાય છે. તે આજુબાજુ જુએ છે, પણ કંઈ નથી દેખાતું. અચાનક તેની નજર રેલવેના પાટા પર જાય છે, ત્યાં એક છોકરી ચાલતી હોય તેવું લાગ્યું. અને સામેની બાજુથી ઘણા લોકો દોડતા દોડતા, બૂમો પાડતા હતા કે " ક્રિના" ઊભી રહે ! આગળનો જતી, ઊભી રહે.

               આ જોઈને વિવેક દોડ્યો અને તે છોકરીને પાટા ઉપરથી આઘી કરી દીધી, તે નજીક હતો માટે તરત પહોંચી ગયો અને બચાવી લીધી. તરત ટ્રેન એ જ પાટા પર આવી, અને ક્રિના પણ બચી ગઈ. ત્યાં તરત તેના ઘરના લોકો પણ પહોંચી ગયા. વિવેકથી થોડું જોરથી બોલાઈ ગયું, બેન તમને આવડી મોટી ટ્રેન દેખાતી નથી, મરવું હતું?

                  " તરત ક્રિનાના ઘરના લોકો બોલ્યા, માફ કરજો ભાઈ, ક્રિનાને રાતે નીંદરમાં હલવાની આદત છે. પણ ભાઈ તમારો ખૂબખૂબ આભાર, કે તમે ક્રિના અને એના બાળક બંને નો જીવ બચાવ્યો. વિવેક એ પૂછ્યું કે કયું બાળક? ક્રિના બોલી ભાઈ હું, પ્રેગ્નેટ છું. માટે તમે મારા અને મારા બાળક બંનેનો જીવ બચાવ્યો, તમેતો અમને નથી જાણતા પરંતુ અમેતો તમને જાણીએ છે, તમેતો બિખુભાઈના દીકરા છોને? વિવેકે જવાબમાં થોડું માથું હલાવ્યું. "

                 ક્રિના અને એના ઘરના લોકો, વિવેકને આત્મિયતપૂર્વક અહોભાવ વ્યક્ત કરે છે, ખૂબખૂબ આભાર માને છે, ને એ લોકો પોતાના રસ્તે જાય છે, ને વિવેક પણ ટ્રેનમાં ચડવા જાય છે કે પાછળથી અવાજ આવે છે, "સાહેબ, ઓ સાહેબ !" આ શબ્દો સાંભળતાની સાથેજ વિવેકના પગ જમીન પર અટકી જાય છે, તે ટ્રેનમાં ચડતો નથી, ઊભો રહી જાય છે. કંઇક વિચારે છે ત્યાં પાછો આવાજ આવે છે, "સાહેબ, ઓ સાહેબ!"

                    તરત વિવેક પાછળ ફરે છે,ને જુવે છે તો ત્યાં એક ૩૫, ૩૬ વર્ષના ભાઈ, બે છોકરાવ સાથે ઊભાં હોય. તે લોકો વિવેક પાસેથી મદદ માગે છે, તે ભાઈ કહે છે કે મારું નામ અરજણભાઈ છે, મારે મારા છોકરાઓને અહીંની પરિમલ સ્કૂલમાં બેસાડવા છે, ત્યાં હોસ્ટેલ પણ છે તો તેમાં બેસાડવા છે.

હું, અહીં બાજુના ખાપટ ગામમાંથી આવ્યો છું, માટે હું અહીંથી અજાણ છું.

                    વિવેક એ પૂછ્યું, પણ આટલી મોડી રાતે? અરજણભાઈ એ કહ્યું કે, હા, આટલું મોડું, હું જ્યાં કામ કરું છું ને તે શેઠ એ મને રાજા આપવાની ના પાડી હતી, માટે હું અત્યારની ટ્રેનમાં આવ્યો. જેથી આ લોકોને હોસ્ટેલમાં મૂકીને સવાર થતાં પાછો કામે પહોંચી જાવ. મને મારા મિત્રો એ કીધું હતું કે, અહીં આ શાળામાં ફી લીધા વગર ભણાવે છે, માટે મને પણ મારા બાળકોને ભણાવવાનું મન થયું.

                       વિવેક તરત ટ્રેનમાં ચડવાને બદલે એ લોકોને લાઇને હોસ્ટેલ પર જાય છે. ત્યાં બારે, પગીબાપા બેઠા હોય છે તે વિવેકને જોઈને બોલે છે, "સાહેબ આટલી મોડી રાતે? કંઈ કામ હતું?" વિવેક કહે છે હા, અને એ લોકોને અંદર લઇને આવે છે. અરજણભાઈ વિવેકને તેની ઓળખાણ પૂછે છે, ત્યારે વિવેક કહે છે કે, હું આ ગામના સરપંચ, ભીખુભાઈનો દીકરો છું, આ શાળા અમારી જ છે.

                     અરજણભાઈ કહે છે હે ? શું વાત કરો છો? સાચે? વિવેક બોલ્યો હા, મારા પપ્પાનું સપનું છે કે આપણાં ગામના અને આજુબાજુના ગામના બધા બાળકો ભણવા જોઈએ, કોઈ હવે અભણ નહિ રહે. માટે તે બધાને ફ્રી માં ભણાવે છે ને રેવાની રૂમ પણ આપે છે.

                      વિવેક બને બાળકોનું એડમિશન કરી દે છે ને ત્યાંના માણસોને તે બને બળોકોને અંદર તેનો રૂમ દેખાડવા કહે છે ને અરજણભાઈને પણ રૂમ, અને શાળા જોવા કહે છે. અરજણભાઈ ખૂબ ખુશ થાય છે ને આભાર માને છે. પણ વિવેક કહે છે કે આભાર તો મારે તમારો માનવો છે. હું મારી આટલી સરસ શાળા છોડીને મુંબઈની એક બહુ મોટી સ્કૂલમાં ટીચર બનવા જાતો હતો, આ કવરમાં એ લોકોનો એપોઇન્ટમેન્ટ લેટર છે.

                     એટલું કહીને વિવેક તે લેટરનો અસ્વીકાર કરે છે ને તે લેટર ફાડે છે. વિવેક કહે છે કે, તમે જ્યારે મને "સાહેબ" કહ્યું ને ત્યારે જ મારી આંખ ખૂલી ગઈ કે મારી જરૂર અહીં છે, મુંબઈમાં નહીં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational