Jignasa Mistry

Inspirational

4.3  

Jignasa Mistry

Inspirational

સાચું ધન

સાચું ધન

2 mins
204


"અરે ! રુદ્ર તે ફરીથી આટલો મોંઘો મોબાઇલ ખરીદ્યો ?"

"દાદીમાં પ્લીઝ તમે મને આમ દરેક વાતમાં રોકટોક ના કરશો."

દાદીમાની ટકોરથી રુદ્ર મોઢું ચડાવતો પોતાના રૂમમાં જતો રહ્યો. ઘરડાં રમીલાબેન તેમના દીકરા સામું જોઈ બોલ્યા,

"બેટા, પૈસા કંઈ ઝાડ પર નથી ઉગતા. તું તારા દીકરાને પૈસાનું મહત્વ સમજાવ. આ રીતે ખોટા ખર્ચા કરી પૈસા ઉડાવવાથી તો કુબેરનો ભંડાર પણ ખાલી થઈ જાય !

"બા તમારી વાત એકદમ સાચી છે. હું નાનો હતો ત્યારે આપણા ઘરની એટલી આવક ન હતી કે તમે મારા બધા મોજ-શોખ પૂરા કરી શકો. આપણે ઘણાં તડકા છાયડાં જોયા હતાં પરંતુ બા હવે આપણી પાસે આલીશાન બંગલો, મોટર, નોકર-ચાકર બધું જ છે તો હું નથી ઇચ્છતો કે મારા દિકરા રુદ્રને કોઈ પણ તકલીફ પડે."

ઘરડાં રમીલાબેનની વાત તેમના દીકરાએ ના સાંભળી તો પૌત્ર તો ક્યાંથી સાંભળે ? 

રિતેશભાઈ પૈસા કમાવવામાં વ્યસ્ત રહેતા અને તેમના પત્ની તથા દીકરો રુદ્ર પૈસા ઉડાવવામાં વ્યસ્ત રહેતા ! તેમને પૈસા કમાવવાનો એવો નશો ચડ્યો કે તેમણે પૈસા કમાવવાના બધા જ રસ્તા અપનાવી લીધાં. તેઓ બહારની દેખાદેખીની દુનિયાથી નજીક તથા પરિવારથી દૂર થતાં ગયા ! પરિણામે, તેમના પુત્ર રુદ્રમાં કયારે કુટેવો, ખોટી લતો પ્રવેશી ગયાં તેની પણ તેમને ખબર ના પડી ? રમીલાબેન આ બધું જોઈ ખૂબ જ દુઃખી થતાં.

કહેવાય છે કે અણધાર્યું તે આગળ થાય એમ અચાનક કિસ્મતનું પાનું ફેરવાયું. રિતેશભાઈને ધંધામાં નુકસાન થયું. અનીતિથી ભેગા કરેલા ધનનું આયુષ્ય કેટલું હોય ?  વળી, પૈસાદાર કુટુંબ ગરીબીમાં રહેવા ટેવાયેલું ના હોય. રુદ્રને પૈસા ના મળતા તે પોતાના પિતા સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો.

હવે, રિતેશભાઈને સમજાયું કે સાચું ધન પૈસા નહીં પરંતુ પોતાનો પરિવાર છે. તેમણે પૈસાની સાથે રુદ્રને મૂલ્યલક્ષી શિક્ષણ તથા સંસ્કારરૂપી ધન આપવાની જરૂર હતી. મૂલ્ય સિવાયનું અપ્રમાણિકતાથી કમાયેલું ધન કચરાં સમાન છે. રિતેશભાઈને તેમણે કરેલી ભૂલો બદલ ગુસ્સો પણ આવતો હતો અને હસવું પણ !

કોઈકે સાચું જ કહ્યું છે કે, ધનનો સદુપયોગ કરવો જોઈએ તથા દરેક કાર્ય વિચારીને કરવું જોઈએ કારણ કે સમય નીકળી ગયા પછી પસ્તાવા સિવાય કશું હાથમાં આવતું નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational