રચનાઓ મીના શાહની

Romance Inspirational Others

3  

રચનાઓ મીના શાહની

Romance Inspirational Others

સાચો વેલેન્ટાઇન પ્રેમ

સાચો વેલેન્ટાઇન પ્રેમ

1 min
208


આજે ૧૪ ફેબ્રુઆરી. વેલેન્ટાઈન ડે. હીર વિચારી રહી. વરસ પહેલાનો આ દિવસ તેને યાદ આવી ગયો. એમ. બી. એ.નું આ છેલ્લું વરસ હતું. પોતે ભણવામાં હોશિયાર પરંતુ સરળ અને સાદી. દેખાવડી પણ ખાસ નહી. એક સાધારણ છોકરી કોઈ નખરા નહીં. આટલા વર્ષોમાં કોઈ બોયફ્રેન્ડ પણ નહોતો. છેલ્લા વરસે થોડો અફસોસ પણ થતો હતો.

પોતાના ગ્રુપની બધી સખીઓને કોઈને કોઈ ગીફ્ટ આપતુ જ. દરેકને એક ચાહનાર હતો. કમ્પાઉન્ડમાંથી પસાર થતા તેને એકલતા લાગી રહી હતી. ત્યાં જ તેનો ક્લાસમેટ સાહીર તેની સામે આવી ઘૂંટણિયે પડી બોલ્યો, " વીલ યુ બી માય વેલેન્ટાઈન ? મને સ્વીકારીશ ? બે વરસથી કહેવા માગતો હતો. આજે કહ્યું. " હીરની નજર શરમથી નીચે ઢળી. હાથ લંબાવ્યો અને આસપાસથી બધાએ આવી તાળીઓના ગડગડાટથી બંનેને વધાવી લીધા. તેની સખી નતાશા તો બોલી ઉઠી " વાહ, હીર તો સાહીરમા સમાયેલી જ છે. "

એ ફેબ્રુઆરી જીવનનો યાદગાર બની રહ્યો. નસીબજોગે બંને એક જ જ્ઞાતિના હતા. મા બાપની મરજીથી બંનેની સગાઈ થઈ અને મે માસમાં લગ્ન પણ લેવાયા. બાપનીરીઝલ્ટ બાદ બંનેને અલગ અલગ કંપનીમાં જોબ પણ મળી ગઈ લગ્ન પછી આજે પહેલો વેલેન્ટાઈન ડે. ગઈકાલથી હીર મનોમન ઉત્સુક હતી. વેલેન્ટાઈન સાહીર કંપનીના કામે અમદાવાદ ગયો હતો. આજે સવારે આવી જવાનો હતો. ડોરબેલ વાગી. દોડીને દરવાજો ખોલ્યો. ઓફિસનો માણસ સાહીરની બેગ આપવા આવ્યો હતો.. "સર શામકો આયેગે" કહી ચાલ્યો ગયો. હીર ધૂધવાઈ ગઈ. પછી મન વાળી લીધું. પોતે આજે ઓફિસમાં રજા લીધી હતી. 

 આખો દિવસ શું કરીશ. સાહીર માટે ગીફ્ટ તો પહેલાથી જ લીધી હતી. છતાં ફરી મોલમા ચાલી ગઈ. ફરતા ફરતા તેની નજર કાફેમાં ગઈ. સાહીર તેની પાર્ટી સાથે બેઠો હતો. બોલાવવાની હિમ્મત ના ચાલી. ઘરે આવી ગઈ. રાહ જોતી રહી. 

સાહીર આવ્યો. ખૂબ થાકેલો અને કંટાળેલો હતો. ત્રસ્ત પણ હતો. અમદાવાદ ગયો હતો તે કામ પણ ના થયુ. આજની મીટીંગ પણ પડી ભાગી. કશો જ મૂડ નહોતો. હીરે પ્રેમથી આલિંગન આપ્યું. ગીફ્ટ આપતા કહ્યું" હેપ્પી વેલેન્ટાઈન ડીયર. મારી ગીફ્ટ ? " અને અચાનક જ સાહીર ગર્જી ઊઠ્યો. " તને કશી પડી છે ? મારો કોઈ જ વિચાર કરે છે ? બસ મોજમજા અને ધમાલ. ઉજવણી અને જલસા. લાઈફની જવાબદારીનું ભાન છે ? કેટલું સ્ટ્રેસ છે મને. જોબ જ નથી રહેવાની. કશું જ ધાર્યું નથી થતું. તારે વળી વેલેન્ટાઈન મનાવવો છે. ક્યારે મેચ્યોર બનીશ ? અઠવાડિયાથી હું ના બોલ્યો પણ તને સમજ હોવી જોઈએ ને. "

હીર હબક ખાઈ ગઈ. ટેન્શન હોય એટલે પ્રેમ ના રહે ? આ દિવસ તો વરસમાં એકવાર. ગુસ્સે થઈ પિયર ચાલી ગઈ.

મમ્મી આગળ ખૂબ રડી. " મમ્મી, સાહીર મને પ્રેમ જ નથી કરતો. મારે તેની સાથે રહેવું જ નથી. મારી લાગણીની તેને પરવા જ નથી. આજે તો પ્રેમીઓનો દિવસ અને મને કેવી ઈગ્નોર કરે છે. હું લાગણી દર્શાવુ તો તરછોડે છે. "

મમ્મીએ પહેલાં પાણી આપ્યુ. આશ્વાસન આપ્યું. પછી બોલી, "હીર, તારી વાત તો સાચી છે. આપણી વેલ્યુ હોવી જ જોઈએ. આજે મને પણ સમજાય છે  તારા પપ્પા મને પ્રેમ જ નથી કરતા. ના મીઠા બે બોલ ના કદી કોઈ ગીફ્ટ. પૈસા આપી દે જોઈએ તે લઈ આવવાનું. ચાલ, આપણે બંને કશે ચાલી જઈએ."

હીર શોક પામી ગઈ. મમ્મી-પપ્પાની જોયેલ જિંદગી યાદ આવી રહી. સાચે જ તેઓ એકબીજાના પૂરક હતા. વગર કહ્યે એકમેકને સમજી જતા. વેલેન્ટાઈન ડે, કે મેરેજ ડે એવી કોઈ ઉજવણી નહોતા કરતાં પણ જાણે જીવનનો હરેક દિવસ માણતા. એકબીજાના મનના ચડાવઉતારમા સાથ આપતા. સાચવી લેતા. ઘણીવાર દુકાનમાં નુકસાન જાય તો પપ્પા ઘરે પણ ગુમસુમ રહેતા. મમ્મી ધરપત આપતી અને બધુ સંભાળી લેતી. આ જ પ્રેમ હશે ને ? મમ્મીને કોઈ સાથે મનદુઃખ થાય તો પપ્પા કેટલી સમજણ ભરી વાત કરતા. તેને આશ્વસ્ત કરતા. આને જ પ્યાર કહેવાતો હશે ? અરે નાની નાની વાતમાં લેવાતી કાળજી પણ સ્નેહનો જ પૂરાવોને.

"મમ્મી થેન્ક્સ આવી સમજ આપવા બદલ. હું સાહીર પાસે જાઉં છું. "

હીર ખુશ થતી ચાલી ગઈ. સાચો વેલેન્ટાઈન ડે ઉજવવા. 


Rate this content
Log in

Similar gujarati story from Romance