સાચી સેવા
સાચી સેવા
કાળ-ઝાળ ગરમીમાં કબૂતર, ચકલી, કાબર અને કાગડા ભાઈ. આ આટલી ગરમીથી બચવાં આમતેમ ભટકી રહ્યા હતા તો પક્ષીઓ પુલની નીચે ગોખમાં તો કોઈ મકાન કે બંગલાની સરણમાં પણ કાયમી ઘર એ વૃક્ષો ક્યાંય ન મળે. અને આપણે ઘરમાં બેસીને ઠડાં પીણા અને એસીની હવા માણીએ.
અને આ બિચારા પક્ષીઓ ઠંડક માટે વૃક્ષો અને શરીર બાળે એવી ગરમીમાં પીવા માટે પાણી શોધે છે.
તો ઘણા પક્ષીઓ આ ગરમીમાં ઊડતા ઊડતા જમીન પર ફ્સડાય પડે પણ એની વેદના ને સમજે સ્વાર્થી માનવી. બિચારું તરફડીયા મારતું મોત ને વારે કે બિલાડી કે કૂતરાનું ભોજન બની નિર્દય મોત મળે ! આનાથી વધારે પીડા શું હોય?
પણ કહેવાય છે દુનિયામાં જેટલાં ખરાબ વ્યક્તિઓ છે એટલાજ સારા વ્યક્તિઓ અને એમાં પણ બાળ એટલે ભગવાનનું રૂપ કહેવાય જે આ સાચી સેવા કોઈ ફળની અપેક્ષા વગર કરે છે.
અને આમતેમ ગરમીમાં ભટકતા એમાં ઘણા પક્ષીઓ ગરમી સહન ન કરતા જીવ ગુમાવ્યા અને એમનો પરિવાર થયો વિખૂટો આમ.
થોડે આગળ જતા એક પાણીનું કુંડુ જોયું અને એક ઘટાદાર વૃક્ષ જોયું ને આશાનું કિરણ બન્યું આ પક્ષીઓ માટે.
એક વૃક્ષ વાવો અને પીવા પાણી પક્ષીઓ માટે વ્યવસ્થા કરો. મારી બંને પરીઓ તો આ કામ ઘણા વર્ષોથી કરે છે હવે ઉનાળો આવ્યો કુંડા જ્યાં જ્યાં મુક્યા છે ત્યાં દિવસમાં ઘણીવાર જોઈ આવે છે એમાં પાણી છે કે નહીં સાથે ચણ હોય જ.
