સાચી મિત્રતા
સાચી મિત્રતા


એક ગામમાં બે મિત્રો હતા. બંને સાથે ભણતા હતા. બંને ભણવામાં હોશિયાર હતા. એકનું નામ પાર્થ અને બીજાનું નામ શિવ હતું. પાર્થ પહેલેથીજ ખૂબ પૈસાદાર હતો. અને શિવ ખૂબજ ગરીબ હતો. એક સમયે શિવને થોડાક રૂપિયાની જરૂર પડી. પરંતુ કોઈક કારણવશ પાર્થએ બધાજ રૂપિયા પોતાના ધંધા-રોજગારમાં લગાવી દીધા હતા. તેથી પાર્થએ શિવને લઈને શહેરમાં એક ફાઇનાન્સવાળા ( નાણા ધીરનાર )પાસેથી પૈસા લઈને શિવને આપ્યા. પૈસા લીધા.ત્યારે શિવે હસતા હસતા એમ દસ્તાવેજમાં લખાવ્યું કે જો હું પૈસા ચાર મહિનામાં પાછા ના આપું તો ફાઈનાન્સવાળા મારા હદયમાંથી 50 ગ્રામ જેટલો ભાગ કાપીને લઇ શકે છે.
હવે ભાગ્યનું કરવું ને શિવને પોતાના ધંધામાં ભારે ખોટ આવી ગઈ. ચાર મહિના પસાર થઈ ગયા.પણ એ રૂપિયા ભરી શક્યો નહીં. ફાઇનાન્સવાળા લોકોએ પોલીસસ્ટેશનમાં કેસ કર્યો. અને શિવને આવીને પોલીસ પકડી ગઈ. પોતાના ગાઢ મિત્ર મુશ્કેલીમાં પડેલો જોઈ તે તરત જ ત્યાં આવી ગયો. અને ફાઈનાન્સવાળાના બધાજ રૂપિયા વ્યાજ સાથે આપી દેવા તૈયાર થઈ ગયો. પણ ફાઈનાન્સવાળા પહેલેથીજ શિવ પર ગુસ્સામાં હતા. માટે તેમને રૂપિયા લેવાની ના પાડી દીધી. અને કહ્યું કે "મારે રૂપિયા નથી લેવાના પણ જે દસ્તાવેજમાં લખ્યું છે એમ જ કરવાનું છે." આમા લખ્યું છે કે હું ચાર મહિનામાં રૂપિયા ના આપ
ી દઉં તો મારા હદયનો ૫૦ ગ્રામ ભાગ કાપીને આપી દઈશ. તો હું તેના હૃદયના ૫૦ ગ્રામના ભાગનો હકદાર છું. ચાર મહિના ક્યારનાય પસાર થઈ ગયા છે. હવે મારે તેના રૂપિયા નથી લેવા.પરંતુ મારે તો એના હદયનો ભાગજ જોઈએ.
બધા જ પોલીસવાળા અને આજુબાજુવાળા લોકોએ તેમને ખૂબ સમજાવ્યા. પણ એ માન્યાજ નહીં. એનું એ જ રટણ હતું કે મારે શિવના હદયનો ભાગજ જોઈએ. પાર્થને ખૂબ જ દુઃખ થયું. શિવ ખૂબ જ ચિંતામાં હતો. તે અચાનક ઉભો થયો અને ફાઈનાન્સવાળા પાસ જઈને કહ્યું કે હવે તું તારો દસ્તાવેજ બે વાર બરાબર વાંચી લે. એમાં લખ્યું છે કે "તમે શિવના હદયનો ૫૦ ગ્રામ ભાગ લેવાના હકદાર છો. તો તે કાપી લો." પણ યાદ રાખજો કે તેનું વજન ૫૦ ગ્રામ જ થવું જોઈએ. તેના કરતાં એક ગ્રામ વધુ કે ઓછું ના થવું જોઈએ. તેના પર તમારો કોઈ હક નથી. અને બીજી વાત એ પણ સાંભરી લે કે મારા મિત્રના ( શિવ )ના લોહીનું એક પણ ટીપું નીચે જમીન પર પડવું જોઈએ નહીં. કારણકે દસ્તાવેજમાં કોઈ જ જગ્યાએ તેના વિશે લખેલું નથી.
ફાઈનાન્સવાળાએ વિચાર્યું પણ નહીં હોય કે આવું બનશે.પછી તો તે સામેથી રૂપિયા લેવા માટે તૈયાર થઈ ગયા. પણ પાર્થએ કહ્યું કે "ના હવે તો જેમ દસ્તાવેજમાં છે તેમ જ થવું જોઈએ."
કોઈપણ તકલીફ કે મુશ્કેલીમાં જ આપણો સાચો મિત્ર જ કામમાં આવે છે.