STORYMIRROR

Dineshbhai Chauhan

Inspirational

4  

Dineshbhai Chauhan

Inspirational

સાચી મિત્રતા

સાચી મિત્રતા

2 mins
249

કોઈક શહેરમાં બે મિત્રો રહેતા હતા. એમનું નામ પાર્થ અને ઉત્સવ હતું. દિવાળીનો સમય હતો. તેમને શહેરની માર્કેટમાં બંને મિત્રોને મીઠાઈની દુકાન હતી. બંને મિત્રો વચ્ચે કેટલીક વાર હરીફાઈ પણ થતી હતી. 

એક દિવસે પાર્થે જોયું તો તેની દુકાનમાં રોજ કરતા વધુ ઘરાકી થઈ હતી. બીજા દિવસે પણ એમ જ થયું. તેની ઘરાકી દિવસે દિવસે વધતી જ જતી હતી.

ઘરાકીમાં આવેલી તેજીના કારણે ખૂબ જ ખુશ હતો. તેમ જ આશ્ચર્યચકીત પણ હતો કે મારી દુકાને વધુ ઘરાકી આવે છે. પરંતુ તેને પોતાની દુકાનેથી એક માણસને ઉત્સવની દુકાને ખાતરી કરવા મોકલ્યો. તો તપાસ કરતા માલુમ પડ્યું કે તે દુકાને કેટલાક દિવસથી આવ્યો નથી. કારણ કે તે બિમાર હતો.

પાર્થની દુકાન ધમધોકાર ચાલતી હતી. તેને અનેક ઘણો લાભ થતો હતો. રોજેરોજ તેણે ઘરાકી વધતી જતી હતી. તેને કારણે તેણે પોતાની દુકાનમાં વધુ સમય કામ કરવુ પડતું હતું. પરંતુ સામે તેનો મિત્ર ઉત્સવ હજુ પણ બીમાર હતો. એની દુકાન ખોલી નહોતી.

આમનેઆમ પંદરથી વીસ દિવસ પોતાના ધંધામાં બહુ જ રૂપિયાનો નફો કર્યો હતો. પરંતુ સામે પોતાનો મિત્ર ઉત્સવ દુકાને ન આવતો હોવાથી પાર્થ એક દિવસ ઉત્સવના ઘરે ગયો. એની ખબર પૂછી અને પછી પરત ફરતી વખતે પાર્થે તેના મિત્ર ઉત્સવના હાથમાં પૈસા ભરેલું પર્સ આપ્યું. ઉત્સવએ પાર્થને પૂછ્યું "દોસ્ત, આ શું છે ?" અને તે રૂપિયા કેમ આપ્યા ? ત્યારે પાસે જવાબ આપ્યો કે ભાઈ તારી દુકાન બંધ હોવાના કારણે મારી દુકાને ઘરાકી અનેક ઘણી બમણી થઇ ગઇ હતી. ખરેખર એક મિત્ર તરીકે આ નફામાં તારો અધિકાર છે. એટલે હું તને નફાના કેટલાક પૈસા આપવા આવ્યો છું. અને તારી બીમારીના કારણે હું તને આ ભેટ આપવા માગું છું. તો મારી આ ભેટનો સ્વીકાર કર. અને ભગવાનને પ્રાર્થના કરું કે તું ઝડપથી સાજો થઈ જાય.અને ઝડપથી દુકાને આવી જા. તારા વગર મને પણ મારી દુકાને ફાવતું નથી. મને મજા આવતી નથી.

પાર્થને જોઈને ઉત્સવ આંખમાં આંસુ આવી ગયા. એ પાર્થને ભેટી પડ્યો. પાર્થ તેને આશ્વાસન આપી ત્યાંથી ચાલ્યો ગયો. અને હું પ્રાર્થના કરું તું બને એટલો ઝડપથી સાજો થઈને દુકાને આવી જા.

આમ, આપણે પણ આ બંને મિત્રોને પરથી એટલી ખબર પડી કે મિત્રો વચ્ચે કદી હરીફાઈ ના હોય તેમની મિત્રતાની સુવાસ ચારેકોર ફેલાવા લાગી. સાચે જે સૌનો મિત્ર હોય તે કોઈનો મિત્ર ન હોય. મિત્ર લાખોમાં એક જ હોય છે. જે પોતાના સુખ અને દુઃખમાં કોઈપણ ઘડી હાજર રહેતો હોય છે. આવા મિત્ર ને કોટી કોટી વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational