રૂપેરી રેખા
રૂપેરી રેખા
વાર્તા શીર્ષક: રૂપેરી રેખા
ઘટાઘોર આકાશ. ચોમાસાની મધ્યરાત્રી. ધાબે ઊભેલી રેખા આકાશ તરફ જોઈ રહી હતી. સીનામાં કેટલાય વર્ષોથી સેવેલા સ્વપ્નો આજે જાણે મેઘમાળા બનીને નજર સામે વરસાવા તલસી રહ્યાં હતાં.
રેખા નું ઘર નાનું, પરંતુ તેની કલ્પનાઓ વિશાળ. બાળપણમાં તે દાદીને વારંવાર કહેતી,
"દાદી, એક દિવસ તો હું આ રૂપેરી વાદળો પર ઘર બનાવીશ. અહિયાથી ઊંચે... જ્યાં કોઈ દુઃખ ના પહોંચે.
"
દાદી હસતાં. “વાદળો માં ઘર નહીં બને બેટી. વાદળો તો પાણીનો ગુબારો છે. હાથ મૂકો ને ભીંજાઈ જાવ.”
પણ આજે ધાબે ઊભેલી રેખા ને લાગે છે કે દાદીની એ વાત ખોટી હતી. વાદળો પર ઘર બની શકે છે. સપનાનું ઘર.
અને એ ઘર આજે બનેલું હતું...
એના મનમાં.
કેટલાક માનવી મન ગાગર જેવા હોય છે, અફાટ સમણાંના વાદળોથી ભરી શકાય એવા વિશાળ અને લચીલા. ક્યારેક સપના તૂટી જાય, પણ ગાગર સલામત. તૂટેલા સપનાના ધક્કે, બેજાન ડાળી ને એક નવી નવી કળી ફૂટી, બગીચો આશાના ફૂલોથી આબાદ રહે છે.
રેખા ના જીવનના વાદળો — એનાં દુખ, એનાં વિખારાયેલ સપના, એના છૂટેલા સંબંધો — આજે બધાં ભેગાં થયા હતાં. તેઓએ મળીને એની આસપાસ એક નાનું ‘ઘર’ તૈયાર કર્યું હતું.
ભીંજાતાં ભીંજાતાં પણ એ ઘરમાં એક ઉન્મુક્ત આનંદ હતો. કોઈ નિરાશા નહીં, તેમજ કોઈ અપેક્ષા પણ નહીં. બસ, એક હળવું સ્મિત.
સવાર થવાની હતી.
રેખા શ્વાસ ખેંચે છે. હવે જિંદગી માં કોઈ શોક નથી. હવે સોંપ્યું છે જીવન કુદરત ને હવાલે —
વાદળો માં ઘર — જ્યાં છૂટક ખુશી સાથે દુખનું પણ સ્વાગત છે.
સપનાના ઘરને કોઈ જમીન હોય ખરી ?… એ તો હંમેશા વાદળોમાં જ બને અને વિખળાતા હોય.
પરંતુ.......
"Every Cloud Has A Silver Lining"
---
"સપનાઓનું ઘર વાદળોમાં તો બને છે, પણ એના અવાજના પડઘા હૃદય સુધી ગુંજે છે."
