STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

રસોડું

રસોડું

3 mins
260

આપણું રસોડું એટલે હરતું ફરતું અને હાથવગું ઘરનું ઔષધ છે જો પૂરતી જાણકારી હોય અને ધીરજ હોય તો વારંવાર ડોક્ટર પાસે દોડી જવાની જરૂર નથી..

રસોડામાં રહેલાં જે અનેકવિધ મસાલા છે એનો ઉપયોગ આપણાં શરીર માટે જરૂરી છે જેમ કે.

અહીં એક વાત સ્પષ્ટ કરું છું કે મારાં દાદા ઓચ્છવ લાલ વૈદ્ય હતાં એમની સાથે રહીને જે અમુક જાણકારી છે એ ટૂંકમાં રજૂ કરું છું.

ઈલાયચી, જાયફળ, લવિંગ, તજ, ખસખસ, ચારોળી, કસ્તુરી મેથી, તલ, વરિયાળી, સૂંઠ, ગંઢોળા, આદુ, મરી, હળદર, કોકમ. વિગેરે. રસોડામાં અનેકવિધ વસ્તુઓ હોય છે જેનું લિસ્ટ લાંબું બને.

આપણે અહીં ખાસ મુદ્દા જોઈશું..

વોમીટ થતી હોય અને બંધ નાં થતી હોય તો ઈલાયચીનાં સાતેક દાણા અને બે ત્રણ દાણાં સાકર ચાવીને ખાવાથી વોમીટ બંધ થાય છે..

અને જો વધારે પડતું ખાવાથી એસિડિટી કે આફરો ચડતો હોય તો એક ઈલાયચી ચાવીને ખાઈ જાવ.. અથવા આદુનો નાનો ટુકડો સહેજ મીઠું લગાડીને ચૂસવાથી એસીડીટી, ઉધરસ, ગેસમાં તુર્ત જ રાહત મળે છે..

જમ્યા પછી આખું ટોપકા વાળું લવિંગ ચૂસવાથી ગળાનો સોજો અને ખાવાનું ઝડપથી પાચન થાય છે.. દાઢમાં દુઃખતું હોય તો પણ લવિંગ ભરાવી રાખવાથી રાહત થાય છે..

અનિદ્રા હોય તો ઊંઘની ગોળીઓ લેવી નહીં પણ ખસખસ ને કરકરા પથ્થર ઉપર સહેજ પાણી નાંખીને લસોટીને એક નાની ચમચી જેટલું લેવાથી અનિદ્રા મટે છે એવીજ રીતે જાયફળ તો ઝાડા બંધ કરવા માટે પણ ઉપયોગી છે દરેકની લેવાની રીત અલગ-અલગ હોય છે.

સૂકી મેથી ચાર-પાંચ દાણા, એક ચમચી વરિયાળી રાત્રે પલાળી રાખો અને સવારે નરળા કોઠે મધ મેળવીને પીવાથી ઘણા ફાયદા થાય છે..

આ બધું તો ઉપયોગ છે જ પણ રસોઈમાં અવનવી વાનગીઓ ખાતાં હોય છે દરેક ધાન્ય શરીર માટે ખૂબ જ ઉપયોગી છે..

કોદરી, જાર, મકાઈ, થૂલી, રાજગરો, બાજરી, ઘઉં, ચોખા, જવ, ચણા, મગ, અડદ, વિગેરે છે..

અવનવું ખાવાનાં શોખીનો માટે એક ઉપયોગી વસ્તુ છે કણકી..

રોજબરોજના જીવનમાં ઝડપથી અને સરળતાથી બનાવી શકાય કણકી જે સુપાચ્ય ખોરાક છે..

કણકી ચોખાના નાનાં નાનાં ટુકડા છે..

કણકીના લોટમાંથી ખિચીયા પાપડ, સેવ બને છે..

કણકીને છાશમાં જ ચઢાવીને ઘેંસ બનાવી શકાય છે.. કણકીને પાણીમાં ચઢાવીને પછી ગળ્યું દૂધ નાંખીને ફરીથી ઉકાળી એમાં ઈલાયચી, ચારોળી, કાજુના ટુકડા, દ્રાક્ષ, બદામની કતરણ ભભરાવી ખાવાથી ફાયદો થાય છે..

ઘરમાં પડેલાં વધેલાં શાકભાજી થોડા થોડા ઝીણા સમારી લેવા અને એક ડુંગળી ઝીણી સમારેલી કોથમીર અને મીઠો લીમડો નાંખી કૂકરમાં કણકીને વઘારીને ખાવાથી વજન ઘટાડવા માટે યોગ્ય આહાર બને છે અને સ્વાદિષ્ટ પુલાવ બને છે.

કણકીને પાણીમાં પલાળી રાખી ને મીઠું સ્વાદ અનુસાર નાંખીને સાદો ખોરાક બને છે.

આવાં તો ઘણાં કણકીના ફાયદા છે.

બજારુ ખાદ્ય પદાર્થો કરતાં ઘરમાં બનેલો ઘઉંના જાડા લોટનો ગોળનો શીરો આરોગ્ય માટે ગુણકારી છે..

રોજ સવારે એક નાની વાડકી શીરો ખાવાથી ફાયદો જ ફાયદો છે.. મારાં દાદા તો તાવ આવે તોય ગોળનો શીરો જ ખાતાં હતાં. 

એકસો પાંચ વર્ષ સુધી જીવ્યા દાદા પણ રોજ સવારે એક વાડકી ગોળનો શીરો ખાતાં હતાં..

આવાં તો અનેકવિધ ફાયદાઓ છે રસોડાં નાં.

મને એટલે જ મારું રસોડું ખૂબ જ વ્હાલું લાગે છે.

ફરીથી ક્યારેય વધું માહિતી સાથે ઉપસ્થિત થઈશ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational