રસોડાની રાણી
રસોડાની રાણી
રસોઈ અને જીવન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. યોગ્ય આહાર મળે તો, શરીર તંદુરસ્ત રહે. અને જો શરીર તંદુરસ્ત હોય તો જ લાંબુ આયુષ્ય મળે. એટલા માટે રસોડું જીવનનું અભિન્ન અંગ છે. એ રસોડાની રાણી એટલે એક સ્ત્રી.
જેમ ઘરની રાણી એક સ્ત્રી છે,તેજ રીતે રસોઈ ની રાણી પણ એક સ્ત્રી છે. એક સ્ત્રી રસોઈને એ રીતે બનાવે કે દરેક વ્યક્તિને તે રસોઈ સ્વાદિષ્ટ જ લાગે.
રસોઈ બનાવવા માટે તે ભલે રસોડામાંથી મસાલાનો ઉપયોગ કરે, પરંતુ સ્વાદ તો તેમાં ભળેલા પ્રેમથી જ આવે. રસોડાના મસાલા તો રસોઈને સ્વાદ આપવાનું કામ કરે તેને મીઠી બનાવે તેને બનાવનાર વ્યક્તિ.
સ્ત્રી રસોડાને એટલું વ્યવસ્થિત ગોઠવે કે તે કોઈ પણ વસ્તુ બનાવે તેને જરૂરી તમામ મસાલા તેને રસોડામાં મળી જ રહે. એમાં પણ બરણી પર લેબલ લગાડવાની જરૂર ન પડે. તે કંઈ વસ્તુ ક્યાં પડી તે આંખ બંધ કરી અને કહી દે.
એક રસોડાની રાણી કે જે પોતાના દિવસનો મોટા ભાગનો સમય રસોડામાં પસાર કરે. તેમજ ઘરની દરેક વ્યક્તિને ભાવતી રસોઈ બનાવે. અને બધાને જમાડે ત્યારે પોતાને આત્મસંતોષ મળે.
રસોડાની રાણી સાથે દરેક વ્યક્તિને યોગ્ય આહાર મળે. રસોડામાં ફક્ત ત્રણ સમયનું ભોજન જ મળે એવું નથી. અરે રસોડું એક ઔષધાલય છે.
રસોડાની રાણી પાસે આ દરેક ઔષધિના ઉપયોગની રીત પણ છે. શરદી ઉધરસ થાય એટલે તરત જ આદું ને હળદર, તુલસીને અરડુસી હાજર કરે. દાંતનો દુખાવો થાય એટલે લવિંગ હાજર.
સલામ છે આપણા આ રસોડા અને રસોડાની રાણીને !
