Kiran Goradia

Tragedy Inspirational

2.6  

Kiran Goradia

Tragedy Inspirational

રોલેક્સ (સમય એક વિસ્મય)

રોલેક્સ (સમય એક વિસ્મય)

4 mins
7.6K


નરસીભાઈને આજે એમની રોલેક્સ ઘડિયાળ યાદ આવે છે. રોલેક્સ ઘડિયાળ પહેરીને જ્યારે એ ઠાઠથી નીકળતા ત્યારે કોઈક નરસીભાઈને સમય પૂછે તો ખીસ્સામાંથી ઘડિયાળ કાઢીને સમય કહેતા નરસીભાઈને લોકો પૂછતા આ પહેરેલી ઘડિયાળમાંથી નહીં અને ખીસ્સામાં રાખેલી જુની પુરાણી ઘડિયાળમાંથી કેમ સમય બતાવો છો આમ કેમ? પૂ્છતા તો નરસીભાઈ કહેતા, "આ મોંઘી ઘડિયાળ મારો સમય બતાવે છે અને આ ખીસ્સામાં રાખેલી સો રૂપિયાની ઘડિયાળ' સમય' બતાવે છે."

નરસીભાઈને જાહોજલાલી હતી. એમના પત્ની શુશીલા બેન સંસ્કારી, ધર્મપ્રિય હતાં. ઘરનું વાતાવરણ પણ સાદગીવાળું હતું. દીકરા જુગલને પણ દુનિયાનો વા નહોતો. એ પણ માતાપીતાની રાહે ચાલતો. જુગલના લગ્ન લેવાણા હતા સાધારણ ઘરની છોકરી વીણા સાથે. લગ્ન સાદાઈથી કર્યા અને અનાથાશ્રમમાં ખૂબ મોટા પ્રમાણમાં દાન પૂણ્ય કર્યું. ખોટા ખર્ચા કરી પૈસા વેડફી નાખવાને બદલે એ પૈસાનો સદઉપયોગ કરી સમાજમાં સારી ભાવનાનું ઉદાહરણ પુરું પાડ્યું. 

જુગલ અને વીણા હનીમુન કરીને પાછાં આવ્યાં અને ઘરસંસાર શરુ થયો. સાસુના હાથ નીચે વીણા ઘડાઈ રહી હતી. પણ 'કહેવાય છે કે એકસરખા દીવસ કોઈના સુખના જાતા નથી' અને 'સમય પણ કોઈનો એક સરખો રહેતો નથી.' સુખ પાછળ દુઃખ ઊભું જ છે." વીણાને સાસુની કરકસર એને ગોઠતી નહીં. સસરા જે દાનધર્મમાં રૂપિયા વાપરતા એ પણ એને આંખમાં કણાની જેમ ખુંચવા લાગ્યા. પણ કાંઈ બોલતી નહીં.

લગ્નને બે વર્ષ થયાં. ઘરની લગામ વીણાએ પોતાના હાથમાં લઈ લીધી સાસુમાને નિવૃત્ત કરી નાખ્યાં અને પોતાનુ વર્ચસ્વ જમાવી લીધું.

દીકરા જુગલમાં પણ પરીવર્તન આવી ગયું. નરસીભાઈ પાસેથી ધંધાની લગામ પોતાના હાથમાં લઈ લીધી. કરકસરથી રહેનારો જુગલ મોજશોખમાં રૂપિયા ઉડાવવા લાગ્યો. દોસ્તારોની ટોળકી વધવા લાગી. એમાં સુરેશે એને  શેરબજારના રવાડે ચડાવી દીધો. વીણાનું સર્કલ અને મોજશોખ પણ વધી ગયા.

કહેવાય છે ને ભૂખની દીકરી ભસમાં પડી. ધાર્મિક ભાવનાવાળું ઘર આજે મોર્ડન રહેણીકહેણીમાં ક્યાંક ખોવાઈ ગયું. નરસીભાઈ અને શુશીલાબેન હજુ તો કાંઈક વિચારે એ પહેલાં તો જુગલે શેરબજારમાં મોટી રકમની નુકસાની કરી.  હવે તો ઘર અને પેઢી બેઉ વેચીને પણ દેવું ભરપાય થઈ શકે એમ નહોતું. એકાએક આવેલી ઉપાધીથી નરશીભાઈ ડઘાઈ ગયા.

જુગલ તો ઘરે પાછો આવ્યો જ નહીં પત્ની વીણા સાથે ઘર છોડીને ભાગી ગયો. નરશીભાઈની બીકે એને મોઢું પણ ન દેખાડ્યું. હવે આ ઉંમરે ભાડાના ઘરમાં નરશીભાઈ અને શુશીલાબેન આવી ગયાં. દરદાગીના બધું જ વેચાઈ ગયું પણ નરસીભાઈએ પોતાની મોંઘી ઘડિયાળ પોતાની પાસે રાખી અને નક્કી કર્યું કે પાછો ધંધામાં એકડેએકથી ઘુંટીને આ સમય પાછો લાવીશ. 

ધીરેધીરે કરીને ધંધા જમાવટ કરવા લાગ્યા. જુગલને પણ ક્યાંય ઠેકાણું ન પડતાં પાછો આવ્યો. પોતાની ભૂલની માફી માંગીને નરશીભાઈની સાથે પાછો તનતોડ મહેનત કરી બાપની ગયેલી આબરુ અને પૈસો પાછો મેળવવા દિવસ રાત મહેનત કરવા લાગ્યો. વીણાને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ. 

જે પૈસાની જાહોજલાલીમાં ઐશો આરામનું જીવન જીવવાની ટેવ પડી હતી એને ભાડાના ઘરમાં રહેવાનો વારો આવ્યો. મહેનત કરીને કેવીરીતે એકએક પૈસાની કિંમત થાય છે એ આજે જુગલને સમજાયું. પરસેવો પાડીને પણ પેટિયું રળાતું નથી અને પોતે મોજશોખમાં કેવા રૂપિયા ઉડાડી નાખ્યાં એ ભૂલ સમજાઈ પણ કહેવાય છે ને એકવાર ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય પછી એને પાછી આવતાં સમય નીકળી જાય છે. રોટલો રળતા થયા પણ નરશીભાઈ પોતાની 'રોલેક્સ' પહેરવાનો સમય પાછો ન લાવી શક્યા એનો રંજ બહુ રહેતો. નરશીભાઈને દીકરો જુગલ કહેતો, "શું કામ આટલા મૂંઝાવ છો ઘડિયાળ તો રાખી જ છે ને પહેરી લો." પછી નરશીભાઈ કહેતા, "બેટા જેટલી ત્રેવડ હોયને એટલા જ પગ ફેલાવાય ઘરમાં બધાં જ મહેનત કરીને જીવીએ છીએ આ ઉંમરે તારી મા પણ પાપડ વણે છે ને હુ ઘડિયાળ પહેરીને બાદશાહની જેમ ફરું? હું પહેરીશ પણ સમય આવે ત્યારે. હું એ સમયની રાહ જોઈને બેઠો છું?" પણ સમય કોઈની રાહ જોતો નથી નરશીભાઈને એટેક આવ્યો અને એમનું પ્રાણ પંખીડુ ઊડી ગયું. 

નરશીભાઈ ભગવાનને પ્યારા થઈ ગયા. સમય વીતતા ધીરેધીરે જુગલ ધંધામાં આગળ નીકળતો ગયો. ગાડી બંગલા, નોકર, ચાકરથી ઘર ઉભરાવા લાગ્યું. શુશીલાબેન આ બધુ જોઈને ભાવવીભોર થઈ જતા પણ એક વાતનો અફસોસ રહેતો કે નરશીભાઈ પોતાની મનગમતી ઘડિયાળ પાછી પહેરી ન શક્યા.

જુગલે નરશીભાઈના ફોટા આગળ ઘડિયાળ મૂકી હતી અને ઘણીવાર આંખમાં આંસુ આવી જતા કે પોતાની ભૂલના હિસાબે પિતાનો સમય ખરાબ કરનાર પોતે જ છે. શુશીલાબેનના ખોળામાં માથું નાખીને રડી લેતો અને કહેતો, "મા અત્યારે બધું જ છે પણ મારા પપ્પાની ખોટ વરતાય છે એમનું ઘડિયાળ પહેરવાનું સપનું હું પુરું ન કરી શક્યો મને માફ કરજે મા."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy