urvashi trivedi

Crime

3.4  

urvashi trivedi

Crime

ઋણાનુબંધ

ઋણાનુબંધ

4 mins
132


શેઠ સુમનરાય આજે ખૂબ ટેન્શનમાં હતાં. રાજકોટમાં એમની એકની એક દીકરી રીમાના પુત્રના લગ્ન હતાં. એમણે પોતાની કારો અને ડ્રાઈવરોને અઠવાડિયા પહેલાં રાજકોટ મોકલી દીધા હતાં. પોતાના માટે એક કાર અને એક ડ્રાઈવર રાખ્યા હતાં. લગ્ન રવિવારે હતાં. મુંબઈનું થોડું કામ પતાવવાનુ હતું અને નજીકના સગા ઓને ખુદ જઈને આમંત્રણ આપવાનું હોવાથી સુમનરાય અને સુમિત્રાબેને ગુરુવારે જવાનું ગોઠવ્યું.

ગુરુવારે નીકળવા ની તૈયારી કરતા હતાં ત્યાં તેમના ડ્રાઈવરનો ફોન આવ્યો કે તેની પત્ની બિમાર હોવાથી તેની સાથે આવી શકશે નહીં. આથી સુમનરાયને ખુદને કાર ચલાવીને જવું પડે તેમ હતું.

ડ્રાઈવરની હા ના માં સુમનરાય ને નીકળતા સાજના છ વાગી ગયા રસ્તામાં એક હોટલમાં જમવા માટે ઊભા રહ્યા. પછી તો કાર સડસડાટ રાજકોટ તરફ આગળ વધવા લાગી. પણ સુમનરાય ને ક્યાં ખબર હતી કે મુંબઈથી તેની પાછળ તેનો કાળ આવી રહ્યો હતો. એક ટેમ્પો મુંબઈથી તેનો પીછો કરી રહ્યો હતો. નવસારી વટાવી કાર થોડી આગળ ગઈ હશે ત્યાં તો ટેમ્પો સાવ લાગોલગ આવી ગયો અને કાર ને જોરદાર ટક્કર મારવાની વેતમાં હતો ત્યાં તેમણે પોલીસની જીપની સાઈરન સાંભળી કાર ને ટક્કર મારી ને સડસડાટ આગળ નીકળી ગયો. પાછળ આવતી પોલીસ જીપમાં બેઠેલા એસ.પી અને ડી.વાઈ.એસ.પી. એ આ દ્રશ્ય નિહાળ્યું ટક્કર વાગવાથી કાર સડક નીચે ઉતરી ગઈ હતી અને એક પત્થર સાથે અફળાઈને એક બાજુ નમી ગઈ હતી નસીબ જોગે કોઈ જાનહાનિ થઈ નહોતી.

પોલીસ જીપ નજીક આવી અને મીરા અને અભયકુમાર જે s.p અને D.y.sp હતાં તેમણે સુમનરાય અને સુમિત્રા દેવીને મહામહેનતે બહાર કાઢ્યા. સુમન રાય અને સુમિત્રા બેન મીરા અને અભરકુમાર ને જોઈને હેરત પામી ગયા કારણકે મીરા અને રીમા બન્ને સરખી ઉમર ના હોવાથી મીરાં પણ રીમા ની જેમ સુમિત્રા બેનના હાથમાં દીકરીની જેમ મોટી થઈ હતી. મીરા ના પિતા સુમનરાય ને ત્યાં માળીનું કામ કરતાં હતાં નાનપણમાં મીરા ની માતાનું મૃત્યુ થયું હતું. સુમિત્રા બેને ક્યારેય માં ની ખોટ સાલવા દીધી નહોતી મીરા પણ ભણવામાં ખૂબ હોશિયાર હતી તેથી સુમનરાયે મીરા નો ભણાવવા નો ખર્ચ પોતાના શીરે લીધો હતો. આવા પરોપકારજીવી દંપતિ ઉપર કોઈએ જીવલેણ હુમલો કરાવ્યો છે તે જાણતા તેને વાર ન લાગી.

સદનસીબે મીરા પણ રીમા ને ત્યાં લગ્નમાં જતી હતી આથી સુમનરાય અને સુમિત્રા બેનને પ્રાથમિક સારવાર અપાવી તેની સાથે જીપમાં બેસાડ્યા અને ગાડી ને ગેરેજ મા મોકલી દીધી. અભય કુમાર ને મુંબઈ જઈને સુમન રાયના કોઈ દુશ્મન હોય જે જાન લેવા સુધીની નીચ હરકત કરી શકે તેની તપાસ હાથ ધરવા કહીને રાજકોટ જવા રવાના થઈ ગયા.

સવારે તે ઓ રાજકોટ પહોંચી ગયા. રીમા તો મીરા ને જોઈને ખુબજ ખુશ થઈ ગઈ, પણ તેની સાથે તેના મમ્મી પપ્પા ને જોઈને હેરત પામી ગઈ. મીરા એ તેને બધી વાત કરી અને મમ્મી પપ્પા ઉપર જાનનું જોખમ છે તેમ જણાવ્યું મીરા ની નજર સતત સુમનરાય અને સુમિત્રા બેનની આસપાસ ફરતી રહેતી હતી. મીરા ને રીમા ના વરની વર્તણુક જરા વિચિત્ર લાગતી હતી. તેને વિનોદ કુમાર ઉપર શક ગયો

રાજકોટ પોલીસ સ્ટેશનમાં જઈ ને ત્યાથી થોડા સ્ટાફ ને સિવિલ ડ્રેસમાં પોતાની સાથે લઈ આવી અને વિનોદકુમારની આસપાસ ગોઠવી દીધી.

અભયકુમાર મુંબઈ પહોંચી ને સૌથી પહેલા તેના સસરા ને મળ્યા. મીરાનાં પિતાજી હવે માળી કામ નહોતા કરતા પરંતુ વ્યવસ્થાપક તરીકે તે ફરજ બજાવતા હતાં. તેના કહેવા પ્રમાણે સુમનરાયે બે દિવસ પહેલાં વીલ બનાવડાવ્યુ હતું અને તેની એક કોપી મને પણ આપી ગયા છે. આમ કહી તેણે વિલની કોપી અભયકુમારના હાથમાં આપી. વીલ ના લખાણ અનુસાર સુમનરાય અને સુમિત્રા બેનની હયાતી પછી તેની બધી માલમિલકત બિઝનેસ બધું દીકરી ના નામે થઈ જાય અને દીકરીની હયાતી પછી બધો વારસો તેમના દીકરા કૃણાલ ને મળે. જમાઈને આમાંથી એક ફૂટી કોડી પણ ન મળે.

વીલ વાંચી અભરકુમાર ને સમજાઈ ગયું કે નક્કી આ કામ જમાઈનું હોવું જોઈએ. ત્યાં જ મીરાનો ફોન આવ્યો અને કહ્યું કે મારા પિતા ઉપર જાનનું જોખમ છે. કારણકે મેં અહીંના પોલીસને છૂપા વેશે તેની ઉપર નજર રાખવાનું કહ્યું હતું તેણે વિનોદ કુમાર ને સુમનરાયના ડ્રાઈવરની સાથે વાત કરતા સાભળી લીધું હતું. સુમનરાય ના ડ્રાઈવર ને રંગેહાથ પકડીને બધુ ઓકાવશુ તો આપણું કામ સરળ થઈ જશે અને મારા પિતાનું ધ્યાન રાખજો.

મીરા એ રીમા ને વિનોદ કુમાર વિશે પૂછતાં માલૂમ પડ્યું કે તેમના સાસરિયા ખૂબ જ પૈસાદાર હતાં. અને સમાજમાં પણ ખુબ સારું નામ હતું. વિનોદનો સ્વભાવ પણ સારો હતો. બધું સારું ચાલતુ હતું પણ ન જાણે ક્યાંકથી ખરાબ લત લાગી ગઈ કે જુગાર અને દારૂમાં ઘરની બરબાદી કરી નાખી. સાસુ સસરા પણ આ આઘાત સહન ન કરી શક્યા અને મૃત્યુ પામ્યા. ઘરની આબરુ સચવાઈ રહે તેથી અહીં બધું સાચવીને બેઠી છું. મમ્મી પપ્પાનો સાથ અને કૃણાલની ચિંતા ન હોત તો હું પણ ક્યારની મરી ગઈ હોત.

કૃણાલ ના લગ્ન પતી ગયા પછી વિનોદ કુમાર ને પકડવાનુ વોરંટ લઈને મીરા રીમા ના ઘેર ગઈ. ત્યાં તો વિનોદ કુમારે બધા ને બાનમાં રાખેલા હતાં. અને વીલ બદલી બધી મિલકત પોતાના નામની કરી નાખવા માટે દબાણ કરતો હતો.

મીરા પૂરતી પોલીસફોર્સ સાથે આવેલી હોવાથી થોડા બીજા દરવાજેથી અંદર આવ્યા અને થોડા બારીના સહારેથી અંદર આવી ગયા. મીરા એ વિનોદકુમારને બહેસ કરવામાં રોકી રાખ્યા ત્યાં પાછળથી પોલીસે દબોચી લીધા. મુંબઈ મા અભયકુમારે ડ્રાઈવર ને મીરા ના પિતાનું ખૂન કરવા જતાં રંગેહાથ પકડી લીધો.

આમ મીરા એ સુમનરાય અને સુમિત્રા બેને નિ:સ્વાર્થ ભાવે જે પ્રેમ અને હૂંફ આપી હતી તેનું ઋણ બજાવી બધાને ભયમુક્ત કર્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Crime