Mariyam Dhupli

Inspirational

2  

Mariyam Dhupli

Inspirational

ઋણ

ઋણ

2 mins
7.4K


"કર ચલે હમ ફિદા જાનો -તન સાથિયો,

અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં"

પૃષ્ઠભૂમિમાં ગુંજી રહેલા હૃદય દ્રાવક ગીત સાથે તાલ મેળવતા દેશની સર્વશ્રષ્ઠ સમાચાર ચેનલની જાણીતી પત્રકારના ગંભીર હાવભાવો અને સ્વરથી દુઃખદ છતાં ગર્વપૂર્ણ સમાચાર પ્રસારિત થઇ રહ્યા હતા.

"દેશની સરહદ ઉપર લોહીની હોળી ફરી એકવાર રમાઈ. દેશપ્રેમના રંગે રંગાયેલા જવાનોએ ફરીથી માતૃભૂમિની રક્ષા કાજે હસતા હસતા ગર્વથી લોહી વહાવી દીધું. પરંતુ મા-ભૂમિને એક સૂક્ષ્મ ઇજા પણ થવા દીધી નહીં ! 'ઓપરેશન ફતેહ' સફળ પાર પડ્યું. આ સફળતા કાજે તેર યુવા જવાનો શહિદ થયા. દેશની શાંતિ અકબંધ રાખવા, દેશનું દરેક નાગરિક અને દરેક બાળક સુરક્ષાની અને સલામતીની શ્વાસ ભરી શકે એ માટે આપેલા એમના આ મહાન બલિદાનનું ઋણ આપણે કઈ રીતે ચૂકવી શકીએ ?"

અચાનક કાનમાં ચઢાવેલા સૂક્ષ્મ -માઇક્રો ઈયરફોનમાં પત્રકારને પુરી પાડવામાં આવેલી નવી તાજી માહિતીથી દોરાઈ પત્રકારના સ્વર અને હાવભાવોમાં નાટકીય ફેરફારો આવ્યા. ટીવી ચેનલના પરદા ઉપર ' બ્રેકીંગ ન્યુઝ' શબ્દો લાલ રંગમાં ઝણઝણી ઉઠ્યા.

"તાજેતરમાં મળેલી માહિતી અનુસાર એક ફિલ્મ સામેના પ્રતિકારમાં દેશના જુદા -જુદા શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યા છે. દેશની જાહેર સંપત્તિ પર આક્રમણના અહેવાલો પણ આવી રહ્યા છે. રસ્તા ઉપર તોડફોડ અને આગ સળગાવવાના બનાવો બન્યા છે. એટલુંજ નહીં નાના ભુલકાઓને શાળાએ લઇ જતી એક સ્કુલ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આગળના સમાચારો માટે ચેનલ સાથે જોડાયેલા રહેશો."

બ્રેકીંગ ન્યૂઝની પ્રાપ્ય બધીજ માહિતી પુરી પાડી ફરીથી સમાચારોનો પ્રવાહ 'ઓપરેશન ફતેહ' ઉપર વળ્યો.

પૃષ્ઠભૂમિમાં ફરીથી હૃદય દ્રાવક ગીત ગુંજી રહ્યું.

"કર ચલે હમ ફિદા જાનો- તન સાથિયો

અબ તુમ્હારે હવાલે વતન સાથિયો"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational