Pravina Avinash

Inspirational Children Classics

3  

Pravina Avinash

Inspirational Children Classics

રંજ ન હતો

રંજ ન હતો

2 mins
13.5K


ગાડીઓ પૂરપાટ જઈ રહી હતી. અમેરિકાના હાઈવે પર ઝડપ હોય કલાકના ૬૦ માઈલની પણ કોઈ માઈનો લાલ ૭૦થી નીચે ન જતો હોય. જો અરીસામાંથી પાછળ પોલીસની ગાડી દેખાય તો બધાની ઝડપ એકદમ ઘટી જાય. નહીં તો ઓછામાં ઓછી ૧૫૦ ડોલરની “ટ્રાફિક ટિકીટ” મળે.

નાતાલની રજાઓ ચાલતી હતી તેથી ધાર્યા કરતાં હાઈવે પર ઓછી ગાડીઓ નજરે પડતી હતી. ઠંડીના દિવસો હોવાથી વાદળો

ઘેરાયેલાં હતાં. અમારું કુટુંબ ક્રિસ્ટમસની પાર્ટીમાં જઈ રહ્યું હતું.

શિકાગોમાં હાઈવે પર ઘણી વખત ૨૦ માઈલ સુધી એક્ઝીટ ન આવે. જો તમે તમારી એક્ઝીટ ચૂકી ગયા તો ૨૦ માઈલનું ચક્કર

લગાવવું પડે.

મારા પતિ એક્ઝીટ લેવા જતા હતા ત્યાં મેં જરાક આગળ એક નાના બાળકને ઊભેલો જોયો. મેં કહ્યું હની, "જુઓ તો કોઈ બાળક હાઈવે પર શું કરે છે? અમારે એક્ઝીટ મીસ કર્યા વગર કોઈ ઈલાજ ન હતો. પણ બા્ળક જોઈ તેમણે ગાડી આગળ લીધી. બાળકને સાચવી ગાડી ઊભી રાખી તેની પાસે ગઈ.

"વોટ હેપન્ડ માય સન?" મેં પૂછ્યું. "માય મધર હેઝ સમ હેલ્થ પ્રોબ્લેમ..." મારા પતિ ડોક્ટર હતા. તેમણે બાઈને તપાસી. ૯૧૧ને ફોન કર્યો.

શિકાગોની ઠંડી અને પવનથી ભગવાન બચાવે. એમ્બ્યુલન્સ આવી અને બાઈને લઈ ગઈ. બાળક પાસેથી તેના પિતાનો ફોન નંબર લીધો.

તેના પિતા પાસે ગાડી ન હતી. તેનું એડ્રેસ લઈ અમે બાળકને ત્યાં મૂકી આવ્યા. પિતાને તથા બાળકને માતા પાસે હોસ્પિટલમાં ઉતાર્યા. ગાડી મંગાવવાની સગવડ તેમણે કરી લીધી.

નાતાલની મોજ માણવા ક્રિસ્ટમસ પાર્ટીમાં જવાનો હવે કોઇ અર્થ ન હતો. આવા સુંદર દિવસે કોઈની મદદમાં આવી શકાયું તેનો અહેસાસ અનેરો હતો. પાર્ટીમાં ન જઈ શકાયું તેનો રતીભાર પણ રંજ ન હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational