BINAL PATEL

Inspirational Others

3  

BINAL PATEL

Inspirational Others

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૭

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય - ૭

5 mins
466


વિકી-જેકી અને હૅલન જમવા બેઠા ત્યાં જ ધડાકા સાથે કોઈ અવાજ થયો અને બધાના મનમાં ડરની એક કમકમાટી વ્યાપી ગઈ. હવે આગળ...

જેકીના મનમાં ફાળ પડી અને હૅલન પણ ગભરાઈ ગઈ. જેકીએ જરાક ઝડપભેર ચાલવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. માથામાં ઝટકા વાગી રહ્યા અને શરીર પણ સાથ નહતું આપી રહ્યું એટલે એણે વિકિનો સહારો લીધો અને ઘરના ઉપરના માળમાં જવા હેલનને ઈશારો કર્યો. હૅલન ધીમા પગલે ઉપરની તરફ જવા ગઈ અને ત્યાં જ બહારથી કોઈએ ભારે વસ્તુનો ઘા કર્યો. હૅલનના માથા પાસેથી પથ્થર સરકીને સામે કાચમાં અથડાયો એટલે હેલન બચી ગઈ. થોડું આમ તેમ તોફાન થયા બાદ બહાર બધા શાંત થઇ ગયા હોય એવો આભાસ થયો એટલે જેકી બહાર બારીમાંથી જોવા ગયો તો બહાર કોઈ ના દેખાયું. 

ધીમેથી જેકી અને હેલનને નીચે સોફા પર જ બેસાડી જેકી પાણી લઇ આવ્યો. પાણી કંઠે ઉતરે શાનું ? ઘરમાં વાવાઝોડાની જેમ ધમાકા થયા હોય ત્યારે એક એક ક્ષણ કાઢવી અઘરી થઇ જાય. થોડો સમય તો શાંતિ છવાઈ ગઈ. અચાનક વિકીને ભાન થયું કે હેલન કોઈ સાથે ફોનમાં વાત કરી રહી હતી અને પછી તરત જ આ ધમાકા થયા એટલે એને હેલન સામે મોટા અવાજે બરાડવા માંડ્યું. 

(અંગ્રેજીમાં વાતો ચાલી..)

'આ બધું શું છે હેલન ?'

'મારી સામે આમ આશ્ચર્યથી શું કામ નજરો ઢાળી છે ? હું મારી દુબઈની એક ફ્રેન્ડ સાથે વાતો કરી રહી હતી જેનો ફોન ઘણા સમયાંતરે આવ્યો હતો. હું ખુદ એ સદમામાં છું કે આ બધું શું થઇ રહ્યું છે !'

'આપણે પોલીસનો સંપર્ક કરવો જોઈએ.'

'નો, નેવર....', જેકી તરત ઉભો થઈને બોલ્યો.

'તું કેમ આટલો ગભરાય છે દોસ્ત, તારા પર હુમલો થયો, પછી તું બેહોશીની હાલતમાં હેલનને મળ્યો અને અહીંયા આવ્યાના ૨૪ કલાકમાં જ ફરી બીજી વાર હુમલો થયો. આ બધું શું થઇ રહ્યું છે જેકી, મને માંડીને વાત કર તને મારા સમ છે.'

'વિકી, મને સમ આપવાની તે ભૂલ કરી. હું તને ક્યારેય એ વાત કરવા નહતો માંગતો. પરંતુ તારા જેવા દોસ્તના જુઠ્ઠા સમ ખાઈને હું તને ખોવા પણ નથી માંગતો. તો સાંભળ દોસ્ત(હેલન સામે જોઈને),

'જેમ મેં તને કીધું કે અહીંયા લંડનમાં મને 'હેલનમાં' કઈ રીતે મળ્યા અને અમારા વચ્ચે કેવા સંજોગોમાં ગાઢ સંબંધ બાંધ્યો. આજે પરદેશમાં મારી દેખભાળ રાખવા વાળું એક જ વ્યક્તિ હતું આપણે નવા વર્ષે મળ્યા એ પહેલા. હું સાવ એકલો અટૂલો રહ્યો. સાથે જિંદગીમાં કાંઈક નવું શોધ્યા કરતો. હેલને આવીને બધું જ સરખું કરી દીધું. ત્યારે પછી થયું એવું કે હેલનને એક વિદેશી માણસ પીછો કરવા લાગ્યો. થોડો સમય તો મને એ વાતની જાણ ના થઇ પરંતુ એક દિવસ વાતોમાં એમના મોઢામાંથી નીકળી ગયું અને મને વાતની જાણ થઇ. હું ભારે ગુસ્સામાં આવી ગયો અને ક્રોધમાં એને ના બોલવાનું બોલી દીધું. થોડા સમય પછી મને એવી જાણ થઇ કે એ માણસ કોઈ આંતંકી સંગઠન સાથે સંકળાયેલો છે અને મને લંડનમાં થયેલા આંતંકી હુમલામાં ફસાવા માંગે છે. હૅલને એને કોઈ ભાવ ના આપ્યો સાથે મેં એક દીકરા તરીકે હેલનનો સાથ આપ્યો એ વાત એ સહી ના શક્યો અને પછી એને અડકારતી રીતે મને હેરાન કરવાનું શરુ કર્યું. એક વાત મેં તારાથી પણ છુપાવી દોસ્ત. તને મળાવવામાં સૌથી મોટો હાથ એ વ્યક્તિનો જ હતો. એ વ્યક્તિને મેં ક્યારેય જોયો નથી, એ હર-હંમેશ બુરખામાં આવે છે અને તારા ઘરેથી મને એ જ લેવા આવ્યો હતો. એને જેમ જેમ કીધું એમ બધું જ મેં કર્યું. મને તારું અને હેલન બંનેનું ખૂબ ટેન્શન થતું એટલે હું કોઈને ખૂલીને વાત ના કરી શક્યો. તને મળીને જેટલી ખુશી થઇ હતી એના કરતા વધારે તો હું દુઃખી હતો. કાશ!! હું તને ના મળ્યો હોત !', જેકી એટલું બોલીને છુટા મોઢે રડવા લાગ્યો.

'દોસ્ત, મેં તને બાળપણથી જોયો છે, તને મારા કરતા વધારે કોઈ ના ઓળખી શકે, એ વાત આજે સાચી પણ પડી. તું જ્યારેથી મને મળ્યો, મેં તને જોયો, આપણે વાતચીત થઇ, જે કઈ પણ થયું એ બધું જ મને અજુગતું લાગતું હતું. હું હજારવાર મનમાં સવાલ કરતો રહ્યો કે જેકીને કાંઈક થયું તો નથી ને ! તારું એ દરેક વર્તન મને અજીબ જ લાગ્યું, એકદમ તારા સ્વભાવથી વિરુદ્ધ, એટલે મને સમજવાનો મોકો મળે એ પહેલા જ નવા વર્ષમાં ઘણી બધી ઘટનાઓ બની ગઈ. એ બધી જ ઘટનાની કડીઓ જોડતા જોડતા આજે હું અહીંયા પહોંચી ગયો. તું કેટલી તકલીફમાં હતો દોસ્ત, એ જ તારી જૂની પુરાણી રીત, તે મને વાત ના કરી તો ના જ કરી. મને ખબર હતી કે તું કાંઈક તકલીફમાં છે પરંતુ એ કડીઓને જોડવાની કોશિષમાં હું કદાચ ધીમો પડ્યો. મને માફ કરી દે દોસ્ત.' વિકી રડમસ અવાજે જેકી પાસે જઈને બોલ્યો.

હૅલન બંને માટે પાણી લઇ આવી અને શાંતિથી બંને પાસે આવીને બેઠી. થોડી વાર ફરી રૂમમાં શાંતિ સ્થપાઈ ગઈ.

'જીવનમાં કોઈ ના હોય તો ચાલશે પરંતુ એક સાચો મિત્ર હોવો ખૂબ જરૂરી છે એ વાત આજે પુરવાર થઇ ગઈ. એક સાચો મિત્ર પુસ્તકનું કામ કરે છે, જેમ સારું પુસ્તક સારા વિચારો સાથે સાચો રસ્તો બતાવે એમ એક સાચો મિત્ર નિઃસ્વાર્થ ભાવે જિંદગીની દરેક મુશ્કેલ ઘડીમાં કૃષ્ણની જેમ સારથી બનીને સાથ આપે. આજે જે કઈ પણ બન્યું પરંતુ અંતમાં હું બહુ જ ખુશ છું કે જેકી તારી પાસે વિકી જેવો દિલદાર અને સાચો દોસ્ત છે. જીસસ પાસે મને હર-હંમેશ એક શિકાયત રહેતી કે તે મને કોઈ ચાઈલ્ડ કેમ નથી આપ્યું ? આજે એ બધી જ શિકાયત દૂર થઇ ગઈ. એક નહિ, બે-બે ચાઈલ્ડ એ પણ, શું કહે તમારામાં પેલું ? 'રામ-લખન' એના જેવા જ ચાઈલ્ડ આપીને મને હૅપ્પી કરી દીધી.' હૅલન ખૂબ ખુશ થતા બંનેને વળગી પડી.'

'જેકી, આ હેલન અંગ્રેજીમાં ગુજરાતી અને ગુજરાતીમાં અંગ્રેજી મિક્સ કરીને ગજબ બોલે છે નહિ ? મમ્મી ગુજરાતી, પપ્પા ફિરંગી એટલે આવી દશા છે !' વિકી હસી મઝાક કરતા બોલ્યો અને બધા હસી પડ્યા.'

'ચાલો હવે આગળ શું કરવું છે એ સવારે વિચારીશું, અત્યારે રાત બહુ થઇ ગઈ છે. આપણે આરામ કરવો જોઈએ. જેકીને આરામની બહુ જરૂર છે, હજી ઘા રૂઝાયો નથી. કાલે પહેલા ડૉક્ટરને બોલાવવાના છે.' હેલન બંનેને સંબોધીને બોલી.


 * નવો સૂરજ શું નવું લઈને આવશે ?

 * બંને દોસ્તારો સાથે આગળ જિંદગી કેવા ખેલ રમશે ?

 * હૅલન જેને 'માં'નો દરજ્જો આપ્યો છે, શું એ સંભાળી શકશે બંને દીકરાની જવાબદારી ?

 * મેઘધનુષ્યના રંગો હવે બીજા ક્યાં રંગ દેખાડશે ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational