BINAL PATEL

Inspirational Others

3  

BINAL PATEL

Inspirational Others

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૩

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૩

5 mins
834


આપણે જોયું કે વિકી ન્યૂઝમાં આતંગવાદીના ન્યૂઝ સાંભળીને થોડો વિચારોમાં ખોવાઈ જાય છે અને જેકીનું ૨ દિવસનું વર્તન એને વિચારવા મજબુર કરે છે હવે જોઈએ આગળ.

લાપસી બનાઇને જમીને વિકી આજે સરસ મૂડમાં હોવાથી મૉલમાં થોડું ગ્રોસરી અને શોપિંગ કરવા જવાનું નક્કી કરે છે. એમ પણ આજે ન્યૂયરનો પહેલો દિવસ એટલે કામે જવાનું નહતું. રૂમમાં જઈને તૈયાર થતા વિકીને જુના સોન્ગ્સ સાંભળવા ખુબ ગમે એટલે એને નવા વર્ષની સવારને વધારે ખુશનુમા બનાવવા માટે સોન્ગ્સ ચાલુ કર્યા જેમાં પહેલું જ સોન્ગ સાંભળતા વિકી વિચારોમાં ખોવાઈ ગયો,

"તેરે જેસે યાર કહા, કહા એસા યારાના!

યાદ કરેગી દુનિયા, તેરા મેરા અફસાના......"

સોન્ગ્સ સાંભળતા જ એને જેકીની યાદ આવી ગઈ અને એને ફોન લગાડવા જ જતો હતો ત્યાં એને યાદ આવ્યું કે જેકી તો કોઈક કામથી મિટિંગમાં ગયો છે એટલે એને ફોન કરવાનું માંડી વળ્યું અને ફરી પોતાની એકલવાયી દુનિયાના રાજાની જેમ તૈયાર થવાનું ચાલુ રાખ્યું,

સુખી જીવનનો એક મંત્ર વિકિની મમ્મીએ એને શીખવાડ્યો હતો કે, જીવનમાં ક્યારેય કોઈનાથી એટલું નહિ ટેવાઈ જવાનું કે એની આદત પડી જાય, પછી એ કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પછી કોઈ પણ હોય.. એ વાત અત્યારે યાદ કરીને પોતાની જાતને ખુશ કરી મિરરમાં પોતાની જાત સાથે જ વાત કરતો હોય એમ હેરને બંને હાથ વડે સરખા કરીને એક માચો મેનની જેમ ટી-શર્ટના કૉલર ઊંચા કરીને એક સ્માઈલ સાથે પોતે જ બોલ્યો,

"નોટ બેડ વિક, યુ લૂક્સ સો ડૅમ હૅન્ડસમ!!"

વિકી દેખાવે હતો જ ગભરુ જવાન, છોકરી એકવાર જોવે તો બીજી વાર પાછળ ફરીને જોવાની ઈચ્છા થઇ જ જાય ! આજે રેડ ટી-શર્ટ, બ્લેક ડેનિમ, રાડોની વૉચ, નાઇકના શૂઝ અને રૅય-બનના બ્લેક ગોગલ્સ, અરમાનીનું પરફ્યુમ અને એક નેચરલ સ્માઈલ જે કોઈ પણ છોકરીને આકર્ષવા માટે કાફી હતી.

તૈયાર થઈને પર્સ ને એમાં મહત્વના એના ક્રેડિટ કાર્ડની ખાતરી કર્યા પછી વિકીએ કારની ચાવી લઈને મેઈન રૂમના દરવાજાને લૉક કર્યું ત્યાં જ એને યાદ આવ્યું કે વૉટર બૉટલ લેવાનું રહી ગયું, ફરી દરવાજો ખોલ્યો અને ફ્રીઝમાંથી બૉટલ કાઢીને સાથે લીધી પછી દરવાજે લૉક મારી બહાર પૉર્ચમાં કાર પાર્કિંગ હતી ત્યાં સુધી ચાલવા લાગ્યો ત્યાં જ અચાનક એને ઘરમાં કોઈ આવ્યું હોય એવો ભાસ થયો પાછળ ફરીને ફરી ચૅક કર્યું પરંતુ કોઈ દેખાયું નહિ એટલે મનનો વહેમ સમજીને એને એની ધૂનમાં ચાલવા લાગ્યું.

કાર પાર્કિંગમાંથી કાર લઈને ઘરની બહાર નીકળી ફરી એને કારમાં સોન્ગ્સ ચાલુ કરી દીધા અને પોતાની જ મસ્તીમાં મશગુલ વિકી આજે નવા વર્ષે ખુશ રહેવાનો પુરેપુરો પ્રયત્ન કરી રહ્યો હતો. કારમાં સોન્ગ્સ વાગ્યું એટલે ફરી વિકી પોતાની યાદનો ખોવાઈ ગયો,

"દોસ્તી ઇમ્તહાન લેતી હૈ,દોસ્તી ઇમ્તહાન લેતી હૈ

દોસ્તોની જાન લેતી હૈ.........!!"

વધારે વિચારોને આગળ ના વધવા દેતા એણે જુના સોન્ગ્સને બદલે નવા સોન્ગ્સ વગાડવા પ્લેલિસ્ટ ચેન્જ કર્યું તો ફરી કાંઈક એવું સોન્ગ્સ વાગ્યું કે વિકી ના ઇચ્છવા છતાં વિચારોમાં સરી પડ્યો,

"ચડી મુજેહે યારી તેરી એસી જેસે દારૂ દેસી,

ખાટ્ટીમીઠી બાતે હૈ નાશે શી, જેસે દારૂ દેસી...."

સોન્ગ્સ વગાડવાનું માંડી વળતા એણે સોન્ગ્સ બંધ કરીને કાર ડ્રાઈવ કરવામાં ધ્યાન આપવાનું નક્કી કર્યું. ત્યાં જ એનું મગજ વિચારે ચડી ગયું અને જેકી વિષે વિચારવા લાગ્યો. ૨ દિવસથી એની લાઈફમાં બની રહેલ દરેક ઘટના પર એણે નજર કરી અને આજે સવારથી જાણે કુદરત પણ એણે કાંઈક ઈશારો આપી રહી હોય એમાં દરેક બાબતનો અંત દોસ્તી પર આવીને જ અટકવા લાગ્યો. સંજોગો પણ એવા જ બન્યા અને સોન્ગ્સ પણ !

જેકી પણ કાંઈક વિચિત્ર બિહેવ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. આમ તો વિકી ઘણી સરી રીતે જેકીને જાણતો હતો પરંતુ આ કળિયુગમાં કોણ કોને ઓળખી શક્યું છે ! આવા અનેક સારા-નરસા વિચારો સાથે વિકી "ધ લંડન ફૅશન સેંટર" મૉલ આવી ગયો એની એને ખબર જ ના રહી. કાર એને પાર્કિંગમાં પાર્ક કરી મૂડમાં આવીને કારનો દરવાજો ખોલ્યો અને બહાર આવીને એક નૅચરલ સ્માઈલ સાથે મૉલમાં એન્ટર થવાના રસ્તે ચાલવા માંડ્યું. મૉલમાં દાખલ થવા એને પોતાની જરૂરિયાતની શૉપમાં ફરવાનું ચાલુ કર્યું અને શોપિંગ કરવા માંડી. થોડો સમાન એને ઇન્ડિયા મોકલવાનો હતો એટલે એના માટેની પણ શોપિંગ એને કરવા માંડી ને ત્યાં જ એક ઇન્ડિયન લૅડીને એના દીકરા સાથે કોઈ ના સાંભળે એ રીતે વાતચીત કરતા જોઈને બસ એમને જોયા કર્યું અને વિચારમાં સરી પડ્યો,

"વિક્રાંત, તને કેટલી વાર કીધું છે કે મૉલમાં આવીની આટલા મોંઘા કપડાને બધું ખરીદી કરીને આ મૉલ વાળાનો પ્રોફિટ ના વધારીશ. તું મારી વાત સમજતો જ નથી. આ મૉલના ભાવમાં ૫૦%નો વધારો કરીને એ જ માલ આપણને ડિસ્કાઉન્ટમાં વેચીને ઉલ્લુ બનાવવાના ખેલ કરે છે આ મૉલ વાળા.", વિક્રાંતની મમ્મી એને હંમેશ આવું કેહતી.

"મમ્મી, આટલો સમય તે બહુ વિચાર્યું છે પૈસા માટે હવે નહિ, આજ પછી તું ક્યારેય પ્રાઈઝ ટૅગ નહિ જોવે બસ.", વિકી એની મૉમને આવું કહીને ચૂપ કરી દેતો.

વિચારોમાંથી બહાર ના આવતા એ હજી પેલા મા-દીકરાની વાતોમાં પોતાના જુના દિવસો શોધી રહ્યો હતો ત્યાં જ પેલા આંટીએ આવીને એને બોલાવ્યો,

હેય બોય ! હોટ હેપપન્ડ ? કેમ આમ જોઈ રહ્યો છે જાણે કાંઈક યાદ આવી ગયું હોય એમ ? તું લાગે છે તો ઇન્ડિયન.. અહીંયા સ્ટડી માટે આવ્યો લાગે છે અને પોતાના પરિવારને મિસ કરી રહ્યો છે ને ?

"યસ આંટી. યુ આર રાઈટ, યોર સન એન્ડ યુ બોથ આર વૅરી સ્વીટ લાઈક મી એન્ડ માય મૉમ. ગૉડ બ્લેસ યુ બોથ." વિકીએ ભાવુક થઈને જવાબ આપ્યો.

એવામાં વિકિનો ફોન રણક્યો અને જોયું તો જેકીનો કોલ હતો એટલે એ આંટીને બાય કહીને નીકળી ગયો.

ત્યાં જ પેલો છોકરો એની મૉમને શોધતો આવ્યો અને કેહવા લાગ્યો," મૉમ શું તું પણ કોઈ અજાણ્યા માણસ સાથે વાતો કરવા મંડી પડે છે ? આ તારું ઇન્ડિયા નથી, અહીંયા બધા સારા હોય એવું જરૂરી નથી. ચાલ હવે, વી આર ગેટિંગ લેટ. મારે કામથી એક જગ્યાએ બહાર જવાનું છે."

વિકીએ ફોન ઉપાડ્યો અને સામેથી જેકીનો અવાજ સાંભળી વિકી ડરી જ ગયો,

"બ્રો, આઈ નીડ યોર હેલ્પ. આઈ એમ ઈન ટ્રબલ મૅન ! પ્લીઝ, તું "ધ સ્ટાર ઓફ કિંગ્સ"માં આવી જા હું ત્યાં જ તારી વેઇટ કરું છું દોસ્ત જલ્દી આવજે." જેકીએ ખુબ જ ગભરાયેલા આવજે ટૂંકમાં વાત કરી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational