રક્ષાબંધન
રક્ષાબંધન


આ દેશની સંસ્કૃતિ અદભુત છે. આ દેશના પર્વો લાજવાબ છે. એક એક પર્વનું આગવુ મહત્વ છે. દરેક પર્વ એક આગવો સંદેશ લઈને આવે છે. દરેક તહેવારનું એક આગવું મહત્વ છે. રક્ષાબંધન એ ભાઈ બહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે. ભાઈ અને બહેનના સંબંધો જુગજુગથી જીંવત છે ! બીજા સંબંધો સંકોચાઈ જાય, પણ આ સંબંધ હજુ પ્રામાણિક પણે જીંવત રહ્યો છે. પ્રેમમાં બંધન નથી મુક્તિ છે ! બાંધે તે પ્રેમ નહી ! ભાઈની ભાવનાઓ અને બહેનની લાગણીઓ જ્યારે ભળે છે ત્યારે સમજની સંવાદિતા રચાય છે પરિવારમાં.
રક્ષાબંધન બધા માટે નથી, કેવળ ભાઈ બહેન માટે છે. બહેનની હેત નીતરતી શુભેચ્છાઓ રેશમી દોરામાં પરોવાઈને ભાઈના હાથે બંધાય છે. લાગણીઓ કંકુમાં ભળીને ભાઈના કપાળે શોભે છે. ચાંદી જેવુ નિખાલસ સ્મિત ચોખામાં ભળીને કંકુમાં ચોટે છે અને ભાઈની આંખોમાં નિર્મલ પ્રેમનો દરિયો ઘુઘવાટ ભરે છે. આ સ્વાર્થવિહોણા સંબંધોની કિંમત ઓછી નહીં આંકતા.
રાખડી તો હેતભીની બેહનની રક્ષા કવચ છે ભાઈ માટે,
રાખડી તો ભાઈનો સુરક્ષાનો વાયદો છે બહેન માટે.