Pravina Avinash

Inspirational Classics Others

2.5  

Pravina Avinash

Inspirational Classics Others

રક્ષાબંધન

રક્ષાબંધન

2 mins
14.8K


‘અરે આજે દસ દિવસ ઉપર થઈ ગયા, શું હજુ રાખડી ટપાલમાં મળી નથી?’ રચના ચિંતા કરતી હતી. રચિત તેનો લાડલો નાનો ભાઈ ફોન ઉપર રડી રહ્યો હતો.

‘દીદી તને કહ્યું હતું તારે લગભગ ત્રણ અઠવાડિયા પહેલી મોકલવાની.’

‘ભાઈલા મેં એક્સપ્રેસ ડિલિવરીથી મોકલી છે.’

‘તું જાણે છે ને કાલે રક્ષાબંધન છે. તું તો ન હોય તે સમજી શકાય પણ રાખડીતો આવી જવી જોઈએને?’

ભાઈ અને બહેનની ફોન ઉપર રકઝક અમોલ અને આરતી સાંભળી રહ્યા હતાં. બંનેની આંખો વાત કરી રહી હતી. બાળકોનો પ્રેમ શબ્દો દ્વારા વહી રહ્યો હતો જે તેમના હૈયાને ભીંજવવા સફળ થયો !

રક્ષાબંધન એ ભાઈ અને બહેનના નિર્મળ, નિઃસ્વાર્થ પ્રેમનો સુંદર દિવસ ! બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી જીવનમાં નિર્ભયતાનો અહેસાસ માણે. ભાઈ બહેનની કોઈપણ વિપરિત સંજોગોમાં રક્ષા કરવાની બાંહેધરી આપે.

રચિત શાળાએ ગયો. દિમાગમાં વિચાર રાખડીના ઘુમતા હતા. સાંજે ઘરે આવી જમ્યો પણ મન ન લાગ્યું.

રચનાએ ‘ટ્રેસિંગ નંબર’ મેળવી ઈન્વેસ્ટીગેશન કર્યું. રાતના નવથી દસ સુધીમાં મળી જશે એવા સમાચાર સાંભળી રાજી થઈ.

રચિત મમ્મી અને પપ્પાને દીદીની. બેદરકારી બદલ ફરિયાદ કરી રહ્યો હતો. અમોલ અને આરતી શાંતિ રાખી તેની ફરિયાદને દાદ આપી રહ્યાં. કાંઈ પણ બોલવું ઉચિત ન લાગ્યું. જો પ્રતિભાવ બતાવે તો રચિત ઉશ્કેરાય.

બીજે દિવસે ગણિતની પરિક્ષા હતી. રચિતને મન ગણિત એટલે ડાબા હાથનો ખેલ. વધારે કોઈ પણ જાતની લમણાઝીક કર્યા વગર સૂવા ગયો. અંતર મનમાં ‘રાખડી’ની વાત ઘુમરાતી હતી પણ બોલીને શું ફાયદો? દીદીની સાથે થોડા દિવસ અબોલા લેવાનો મનોમન નિર્ધાર કરી સૂઈ ગયો.

આરતિ દોડતી રચિતના રૂમમાં ગઈ. ઊંઘમાં દીદી સાથે મારામારી કરતો જણાયો. આરતિએ પ્યારથી પસવારી સૂવડાવ્યો.

રાતના સાડા દસના સમયે ઘરનૉ આગળો ઠોકાતો હોય તેવું લાગ્યું. મોડી રાત હતી તેથી અમોલ અને આરતી બંને દરવાજો ખોલવા ગયા. સામે દેખાયો ‘ડિલિવરી’ કરવાવાળો માણસ. સવારે રચિતના મુખ પર આનંદ વરતાશે એ વિચારે બંને પતિ પત્ની શાંતિથી સૂવા ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational