રક્ષાબંધન
રક્ષાબંધન
આજે આરતીની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહતા લેતા. ટી.વીમાં ગીત વાગે છે.
"કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી ભાઈની બેની લાડલીને ભયલો ઝુલાવે ડાળખી".
કાલે રક્ષાબંધન છે, દર રક્ષાબંધને આરતી બે દિવસ પહેલા જ પિયરે પહોચી જતી. હૈયામાં ઉમંગ અને ખુશી હોય કે મારા વીરાની કલાઈ પર હું તેની રક્ષા કરતી રાખડી બાંધુ પણ આ વખતે રક્ષાબંધન નજીક આવી છતાં પણ આરતીને પિયરે જવાનું મન થતું ન હતું. કારણ કે આખા વિશ્વમાં આવી પડેલી મહામારી કોરોના હતી જેમાં ઘણા લોકો મોતને ભેટયા હતાં. આજે આરતીનો ભાઈ અમીતને પણ કોરોના પોઝેટીવ આવતા હોસ્પિલમાં દાખલ છે. તેને મળવા પણ જઈ શકે એમ નથી. ભાઈબહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આવે છે પણ આરતી અમીતને રાખડી બાંધી શકતી નથી. બસ, બે હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરવા સિવાય કંઈ કરી શકે તેમ નથી. આંખોમાંથી આંસુ લૂછીને ભાઈની બેની લાડલી આરતી પ્રભુને અમીતની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે.
