Asha bhatt

Drama

4.5  

Asha bhatt

Drama

રખોપાં

રખોપાં

1 min
381


રોહિતને પોતાની દુનિયા ડુબતી નજર આવી. હાંફળો- ફાફળો થઈ સવારથી તપાસ કરવામાં કોઈ સ્થળ બાકી રાખ્યું ન હતું. સગાસંબંધી, મિત્રવર્ગ, ગામના અનેકવિધ સ્થળો, પરંતુ દરેક જગ્યાએ નિરાશા જ હાથ લાગી...    પપ્પા... પપ્પાનું રટણ કરતી, તોફાન મસ્તી કરતી, ક્યારેક જિદ કરતી ને ક્યારેક આખો વ્લાલનો દરિયો ઠાલવી દેતી તેની સાત વર્ષની લાડકડી આજ તેનાથી ઓઝળ થઈ ગઈ હતી. સ્કૂલેથી આવ્યાં પછી, ડેલી બહાર રમવા ગયેલી તેની લાડકડી ન જાણે કયાંક ઓગળી ગઈ હતી.  

નાના એવાં ગામમાં આ વાતની ખબર પડતાં, દરેકે પોત પોતાની રીતે તેને ખોળવાની કોશિશ કરી, પણ કયાંય તેનો અણસારો મળ્યો નહી. બેત્રણ કલાકની શોધખોળથી થાકી આખરે પોલીસ ફરિયાદ માટે સૌ એકઠા થયાં... ત્યાં સૌ અવાચક બની ગયાં... સામેથી ગામનો "ઉતાર" મનજી, રોહિતની લાડકડીને લઈને આવતો નજરે પડયો. સૌ તેની પર વરસી પડવા તૈયારી જ કરતાં હતાં ત્યાં તે બોલ્યો...    " ઊભા રહો ! હું દારૂડીયો છું, જુગારી છું, પણ મરદ છું. કુદ્રષ્ટી મારામાં નથી. બેન-દીકરીયુંનાં રખોપા હુંય કરી જાણું છું. ગામમાં સફેદ મ્હોરૂ પહેરી ફરતો એક વ્યક્તિ તમારી લાડકડીને બરબાદ કરી દેત. હું અવારરૂ જગ્યાએ દારૂ પીવા ન ગયો હોત તો..!" 


Rate this content
Log in

Similar gujarati story from Drama