Vandana Patel

Action Inspirational Thriller

2.0  

Vandana Patel

Action Inspirational Thriller

રીટા

રીટા

3 mins
284


એક અંધકારભરી રાતે સુમસામ રસ્તા પર નવ થી બાર નો મુવી શો જોઈને ચાલતા જ જઈ રહેલા પતિ પત્ની ખુબ ખુબ ખૂશ જણાતા.હતા. લગ્નને બે-ચાર મહીના થયા હતા.

રીટા : આવા સમયે મુવી જોવા ન ગયા હોત તો ?

રાકેશ : કેમ તને ડર લાગે છે ? હું છું ને તારી સાથે.

રીટા : ગુંડા કે બદમાશ -આવારા તત્વોનો કોઈ ભરોસો ન કરાય.

રાકેશ : કંઈ નહી થાય, નજીકમાં જ ઘર છે એટલે તો રીક્ષા નથી કરી.

ત્યાં તો રસ્તા પર ચાર બદમાશ બરાબર સામે જ જાણે ઉપરના ઝાડ પરથી ઠેકડો ન માર્યો હોય ! એકના હાથમાં છરો હતો. બે બદમાશે રાકેશના બંને હાથ પકડી લીધા. એટલામાં છરાવાળાએ રાડ પાડી કે ઊભા શું છો ? પકડીને બાંધી દો સામેના ઝાડ સાથે ને જે મળે એ જપ્ત કરી લો. પેલા બંને બદમાશે પાકીટ, ચેન, વીંટી, ઘડિયાળ આંચકી લીધા ને રાકેશને ઝાડ સાથે બાંધી દીધો. રાકેશ તો કરગરતો રહી ગયો.

આ બાજુ હજી બે બદમાશ ઊભા ઊભા રીટાને જોઈ રહ્યા. એક બદમાશે કહ્યુ કે હવે લૂંટ તો થઈ ગઈ, આપણે જતા રહીએ. આમ પણ હવે પોલીસ રાઉન્ડમાં નીકળશે તો...

વચ્ચે જ છરાવાળો બદમાશ બોલ્યો કે હમણાં જ અહીંથી પોલીસની જીપ ગઈ છે તો અડધા-પોણા કલાક સુધી કોઈ નહીં આવે. આપણે ચારેય આ એકલી અબળા સ્ત્રી....

ત્યાં તો રીટાનો એક પગ મોઢા પર પડ્યો કે છરો હાથમાંથી છટકી ગયો. બીજાએ સાડી ને ચણિયો ખેંચીને કાઢી નાખ્યા.

રાકેશ બૂમો પાડતો રહી ગયો. હવે ચારેય રીટાને ઘેરીને ઊભા છે પણ આ શું ? રાકેશની આંખો તો ખુલી જ રહી ગઈ.

  રીટાએ તો મસ્ત બ્લ્યુ જીન્સ પહેર્યુ હતું. ગોળ વર્તુળમાંથી ફરાહજીની જેમ કુદીને બહાર નીકળી ગઈ.

એક બદમાશે વાળ પકડયા તો નીચેથી પગ વાળીને પેલાનાં ગોઠણ પર એવી રીતે લાત મારી કે બેય ગોઠણથી બેવડો વળી ગયો. બરાબર તે જ વખતે બીજા બદમાશની લાકડી રીટાના માથા પર લાગત, પણ તે થોડી ખસી ને લાકડી પગથી બેવડ બદમાશને લાગી. તે બેભાન થઈ ગયો. ગુસ્સામાં માથું રીટા બાજુ ઘુમાવ્યું કે ગળાની સહેજ ઉપર ને મગજથી થોડું નીચે કંઈક લાગ્યુ ને એ પડી ગયો. એક જ ઘા થી બેભાન......

બીજા બે સામે આવ્યા, રીટાએ કરાટેના દાવથી બંને બદમાશને ચતાપાટ કરી દીધા.

  રાકેશ તો જીન્સ ને વર્ક વાળુ બ્લાઉઝ કમ ટોપમાં રીટાને જોઈ જ રહ્યો. આ રૂપની તો આજે જ ખબર પડી.

જુડો- કરાટેની વાત કોઈ દિવસ થઈ જ નહોતી.....રાકેશને રીટાનું નવું રૂપ બહુ જ ગમી ગયું.

  ત્યાં તો પોલીસ જીપ આવી. રીટાએ બધી વાત કરી. પોલીસ કોન્સ્ટેબલે રાકેશને છોડાવ્યો. રાકેશને પેલા બદમાશના ખિસ્સામાંથી બધી વસ્તુઓ કાઢીને આપી. પેલા ચારેય બદમાશને જીપમાં ખડકયા.

  પોલીસ અધિકારીએ રીટાને ખુબ શાબાશી આપીને રાકેશને પૂછ્યું કે અત્યારે .......કેમ નીકળ્યા ? રાકેશે કહ્યુ કે અહીંથી અમારું ઘર દસ મિનિટ જેટલું જ દૂર છે એટલે મુવી જોઈને ચાલતા જ ઘરે જતા હતા. દસ-બાર મિનિટ જેટલું તો ચાલી પણ નાખ્યું હતું. પણ કોણ જાણે ક્યાંથી .....આ બદમાશો ટપકી પડ્યા. પોલીસ અધિકારીએ હસતા હસતા કહ્યું કે મુસીબત પૂછીને ન આવે. ઘરે જતા રહો. અમે પાછળ જ છીએ. હા, આવતીકાલે પોલીસ સ્ટેશન આવીને સ્ટેટમેન્ટ લખાવી જજો.

 રીટાએ અંધકારભરી રાતને હિંમત અને સાહસથી ભરી દીધી હતી. રાકેશે રીટાના વખાણ કરતા રીટાના કપડાં લઈ લીધા. બંનેએ ઘર તરફ પ્રયાણ કર્યું.

ઘણીવાર વર્ષોવર્ષ સાથે રહો તોય હમસફર સ્ત્રી હોય કે પુરુષ, એકબીજાને ઓળખી શકતા નથી કે જાણી નથી શકતા ત્યારે ખુબ શરમ અનુભવવી પડે. એકબીજાને મિત્ર સમજીને રહેવાથી જિંદગી સરળ અને પ્રેમભરી બની રહે છે.


Rate this content
Log in

Similar gujarati story from Action