Manishaben Jadav

Inspirational Children

3.1  

Manishaben Jadav

Inspirational Children

રીનાનું અભિમાન

રીનાનું અભિમાન

1 min
122


રીના બારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે ખૂબ અમીર ઘરની છોકરી હતી. તેના ઘરે લક્ષ્મીની છોળો ઊડતી હતી. નોકરચાકરની કોઈ કમી ન મળે. ભૌતિક સુખ સુવિધા ભરપૂર. જે વસ્તુ માંગે તે હાજર. દેખાવડી પણ એટલી જ. સૌ કોઈ તેને જોઈ તો જોતું જ રહી જાય.

તેને તેની સંપત્તિનું ખૂબ અભિમાન. સામાન્ય માણસોની છોકરીઓ જોડે તો તે વાત પણ ન કરે. શાળામાં પણ તેને ખૂબ ઓછી સખીઓ. કોઈ સાથે બોલે જ નહીં. શાળા સુધી કાર મૂકવા આવે અને લેવા પણ આવે. કપડાં તો જાણે પરી જેવા. કોઈ સાથે વાત ન કરે અભિમાનમાં જ ફરે.

એક વખત શાળામાંથી પ્રવાસનું આયોજન થયું. ઘણાં બધાં છોકરાઓ અને છોકરીઓ જવા તૈયાર થયા. રીનાને પણ જવાનું મન થયું. તે બધા સાથે પ્રવાસમાં નીકળી. જીવનમાં પહેલીવાર આ રીતે પોતાની ગાડી છોડી બધા સાથે નીકળી. અભિમાન તો હતું જ. બધા એકબીજાની સાથે વાતો કરતા, મસ્તી કરતા જાય. રીનાને ખૂબ એકલું એકલું લાગે. ત્યાં તો કોઈ નોકરચાકર ન હોય કે ન મિત્ર. એકલી પડી ગઈ.

બાકી બધી છોકરીઓ તો એકબીજા સાથે ગીતો ગાય, નાસ્તો કરે, સાથે સાથે રહે. પોતાની સંપત્તિ હોવા છતાં પણ કશું કામ ન લાગ્યું. પોતાને એની ભૂલ સમજાણી. તે બધી સખીઓ પાસે ગઈ અને માફી માંગી.

 "સંપતિથી ન મળે માન સન્માન જીવનમાં

પ્રેમ થકી જ સુખ અને સમૃદ્ધિ જીવનમાં."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational