Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

સેવાનો બદલો

સેવાનો બદલો

1 min
181


ગામડું એટલે પ્રેમનું વહેતું ઝરણું. જ્યાં સૌ એકબીજાની સાથે હેતથી જોડાયેલા હોય છે. જ્યાં મિલન માટે ન હોય કોઈ બહાનું. એક પંગતે જમણનુ હોય ભાણું. ગાય ભેંસના દૂધ અને છાશના વલોણે હોય સૌ રાજી.

આવા એક સોનપુર ગામડે એક ગંગાબેન કરી ડોશીમા રહે. જનસેવા એજ તેમનું મુખ્ય કામ. ઘર ખોરડે ખૂબ સૂખી. દીકરી પરણીને સાસરે જતી રહી. દીકરો પોતાની વહુ સાથે શહેરમાં રહે. ગંગાબેન એકલા જ ગામડે રહે. ગામલોકોની સેવા એ જ ધર્મ. સેવા કરવામાં તે ક્યાંય પાછીપાની કરે નહીં. ગામલોકોની સેવા એ જ ધર્મ.

ગરીબોને અનાજ શાકભાજી પહોંચાડવું, કામ કરવામાં મદદ કરવી, બિમાર લોકોને દવાખાને લઈ જવા, ઘેર આવી તેમની સારવાર કરવી. આવા તો અનેક કામો તે કોઈપણ જાતના પગાર કે સ્વાર્થ વગર કરી આપતાં. એમાં પણ હસતાં મોંએ. કયારેય પણ તેના મુખ પર નિરાશા કે ઉદાસીના ભાવ જોઈ શકાય. પણ કહેવાય છે કે જે સૌનું ભલું ઈચ્છે તેનું જ હંમેશા ખરાબ થાય.

ગંગામાં ઘરડા થયા. કામ તેનાથી થઈ શકે તેમ ન હતું. અનાજ અને પાણી માટે પણ બીજાનો સહારો જોઈએ. પણ એ સહારો ક્યાં ? જે ખુદ આખા ગામનો સહારો બની ફરતા હતા તેને આજે ગામમાંથી એકપણ સહારો મળ્યો નહીં. સેવા એ જ ધર્મ માની પોતાનું આખું જીવન વિતાવ્યું તેના અંત સમયે સેવા કરવા કોઈ તૈયાર નહીં. છતાંય તેમના મનમાં લોકો પ્રત્યે જરાપણ દ્વેષભાવ ન ઉદભવ્યા. અંતે વગર સેવાએ જ સ્વર્ગે સિધાવ્યા.

"કરે છે સેવા જન જન તણી

મળી નહીં સેવા જગ મહીં"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational