MITA PATHAK

Inspirational

4.0  

MITA PATHAK

Inspirational

રીમા

રીમા

1 min
379


બાપ વગરની રીમા રોજ મંદિરમાં આવી ભગવાનની પૂજાપાઠ કરીને. પૂજારીને પગે લાગી અને થોડીવાર તેમની પાસે બેસીને રોજ વાતો કરે. આવો તેનો નિત્ય કાર્યક્રમ હતો. એટલે પૂજારી બાપા રીમાની લાચારીથી અનૈ ગરીબીથી વાકેફ હતા. પૂજારી એ છોકરી માટે કંઈક કરુ એવો હંમેશા વિચાર કરતા હતા. અને તે ઘડી આજે મંદિરમાં જોવા મળી રહી હતી. આજે મંદિરને ખૂબ જ સરસ સજાવવામાં આવ્યું હતું. રીમા પણ નવવધૂના શણગારમાં બહુ જ સુંદર લાગતી હતી.

રોજ આવતા દર્શનાર્થીઓ આજે પૂજાની સામગ્રીની જગ્યાએ એક એક સુંદર સોગાદ લઈને આવી રહ્યાં હતા અને પૂજારીએ કરેલા કન્યાદાનની પ્રશંસા કરી રહ્યા હતા. પૂજારી અને સર્વ ભક્તોમાં આજે અનેરી ખુશી અને આનંદ હતો. રીમાને આજે તો પૂજારી પિતા અને ભગવાન સમાન લાગી રહ્યા હતા. રીમામાં માટે તે દિવસ જીવનભરની ખુશીનો દિવસ હતો.     


Rate this content
Log in

Similar gujarati story from Inspirational