રહેઠાણ
રહેઠાણ
એક હતા બચુભાઈ. તે બહું ઉત્સાહી. નવું જાણવા બહું હરખાય. એકવાર સાહેબે ક્લાસમાં પ્રાણીઓના રહેઠાણ વિશે ભણાવ્યું. અને વધારે માહિતી મેળવવા કહ્યું. બચુભાઈ તો નીકળી પડ્યા.
સામે મળ્યા ઉંદરભાઈ. બચુભાઈએ ઉંદરને પૂછ્યું,
"ક્યાં છે રે, ક્યાં છે રે
ઉંદરભાઈ તમારું રહેઠાણ
ક્યાં છે રે ?"
ઉંદરભાઈ કહે,
"દર છે રે, દર છે રે
રહેઠાણ મારું દર છે રે. "
બચુભાઈ તો ત્યાંથી નાચતાં નાચતાં અને કૂદતાં કૂદતાં આગળ ગયા. સામે મળ્યા કોયલ બેન. બચુભાઈએ કોયલબેનને પૂછ્યું,
"ક્યાં છે રે, ક્યાં છે રે
કોયલબેન તમારું રહેઠાણ
ક્યાં છે રે ? "
કોયલબેને કહ્યું,
"માળો છે રે, માળો છે
રહેઠાણ મારું માળો છે. "
બચુભાઈ ત્યાંથી આગળ ચાલ્યા સામે ઘોડો મળ્યો. બચુભાઈએ ઘોડાભાઈને પૂછ્યું,
"ક્યાં છે રે ક્યાં છે રે
ઘોડાભાઈ રે ઘોડાભાઈ
રહેઠાણ તમારું ક્યાં છે રે. "
ઘોડાભાઈએ કહ્યું
"તબેલો છે તબેલો
રહેઠાણ છે મારું તબેલો. "
બચુભાઈ ત્યાંથી આગળ ચાલ્યા સામે કરોળિયો મળ્યો. બચુભાઈએ કરોળિયાને પૂછ્યું,
" ક્યાં છે રે ક્યાં છે રે
કરોળિયા રે કરોળિયા
રહેઠાણ તમારું ક્યાં છે રે. "
કરોળિયાએ કહ્યું
"જાળું છે રે જાળું
રહેઠાણ છે મારું જાળું. "
બચુભાઈ ત્યાંથી આગળ ચાલ્યા સામે વાઘભાઈ મળ્યા. બચુભાઈએ વાઘભાઈને પૂછ્યું,
" ક્યાં છે રે ક્યાં છે રે
વાઘભાઈ રે વાઘભાઈ
રહેઠાણ તમારું ક્યાં છે રે. "
વાઘભાઈએ કહ્યું,
"બોડ છે રે બોડ
રહેઠાણ છે મારું બોડ. "
બચુભાઈ ત્યાંથી આગળ ચાલ્યા સામે સિંહભાઈ મળ્યા. બચુભાઈએ સિહભાઈને પૂછ્યું,
" ક્યાં છે રે ક્યાં છે રે
સિંહભાઈ રે સિંહભાઈ
રહેઠાણ તમારું ક્યાં છે રે. "
સિહભાઈએએ કહ્યું,
"ગુફા છે રે ગુફા છે રે
રહેઠાણ છે મારું ગુફા. "
બચુભાઈ ત્યાંથી આગળ ચાલ્યા સામે સસલાંભાઈ મળ્યા. બચુભાઈએ સસલાભાઈને પૂછ્યું,
" ક્યાં છે રે ક્યાં છે રે
સસલાભાઈ રે સસલાભાઈ
રહેઠાણ તમારું ક્યાં છે રે. "
સસલાભાઈએ કહ્યું,
"બખોલ છે રે બખોલ છે રે
રહેઠાણ છે મારું બખોલ. "
