રઘલાની રઘલી
રઘલાની રઘલી


રંગપૂરનામે ગામ હતુ. ગામના પાદરમાં એક વડલો અને વડલાની વડવાઈએ હીંચેકો. સુંદર મજાનો ચોરો અને સાંજ પડે મંદિરની ઝાલર વાગે. ગામ બહુ પછાત હતુ. લગભગ બધા અભણ હતા. એમાં એક રવજીભાઈ શેઢાનુ ઘર. દિકરાનુ નામ રઘલો. બાળપણથી સગપણ થયા હતાં. એની વહુ નુ નામ રઘલી. બંને વચ્ચે ખૂબજ પ્રેમ. ખોળિયા નોખા પણ જીવ એક.
બાળપણથી રઘલાએ રટ લીધી ભણવાની. નાના કાળા સૂપડાં પર ક,ખ,ગ,ઘ લખતો.. ગામથી દૂર પગપાળા એક શાળામાં ભણવા જતો. હોશિયાર બહુ હતો ભણવામાં. રઘલો અને રઘલી જોત જોતામાં મોટા થઈ ગયા. લગ્ન લેવાયા. સમય પસાર થતા રઘલાના બાપુને ભગવાનનું તેડુ આવ્યુ. પરલોક સિધાવ્યા પછી રઘલાની માડી પણ ટૂંકી માંદગીમાં મરી ગઈ. રઘલી અભણ હતી. દેખાવે ભીંનેવાન પણ સુંદર એવી રઘલી અભણ પણ હિસાબે કિતાબ હોંશિયાર હતી. રઘલો ભણી ગણી શહેરમાં નોકરી મળી. તેથી રઘલી ને એકલી ગામ મૂકી શહેર ગયો. રજામાં ઘેર આવતો. રઘલો જયા નોકરી કરતો. એ મેડમે એને પરદેશ નોકરી માટેની ઓફર કરી રઘલો મૂંઝવણમાં મૂકાયો .
પણ સારી કમાણી મળશે એ જાણી હા પાડી.
હવે રઘલાએ એની રઘલીને વાત કરી. રઘલી માની ગઈ. રઘલીને ચડતા 'દિ હતારઘલીની એક દૂરની માસીને ત્યાં મૂકી રઘલો પરદેશ નોકરી કરવા હાલ્યો. સુંદર સુશિલ સરળ અલ્લડ રઘલીનો રઘલો અમેરિકા જેવા દેશમાં નોકરી જવા નીકળ્યો એટલે થોડી ઉદાસ હતી. એને મનમાં થતુ હતું કે દરિયાપાર દેશમાંથી રઘલો કયારે પાછો આવશે ? રઘલી દિવસ રાત રઘલાને યાદ કરી વિતાવે છે. અને 3 વિઘા જમીનમાં પેટ્યુ રળી ખાય છે. અને માસી સાથે આરામથી સમય વિતાવે છે. નવ મહિના થતા એને પેટે દિકરી જન્મે છે.
આ બાજુ એક દિવસ રઘલો મેડમ સાથે કારમાં ઓફિસથી ઘેર આવતો હતો. વાતચીત દરમ્યાન મેડમે રઘલાને લગ્નની ઓફર કરી. બિચારો રઘલો અવાક્ થઈ ગયો. રઘલાએ મેડમને કહયુ, 'મારી રઘલી મારી ઘેર રાહ જુએછે. અને મેડમને માથે જાણે વીજળી પડી.અને એક કારમો અકસ્માત થયો. રઘલાને બહુ નહોતુ લાગ્યુ પણ મેડમ પથારીવશ થઈ ગયા. હોસ્પિટલમાં રઘલો મેડમની સેવા કરેછે.
રઘલી જયા કામ કરતી હતી ત્યા રઘલાએ ફોન કર્યો. અને બધી માંડીને વાત કરી. ત્યારે રઘલીએ એટલુ જ કહયુ કે મેડમજીને આપણે ત્યા લઈ આવો હું એમની સેવા કરીશ. આપણે ત્રણેય સંપીને રહીશું. આવી હતી રઘલાની રઘલી. ભલે ગમાર પણ લાગણીશીલ.