A J Maker

Thriller

2  

A J Maker

Thriller

Revenge – Story of Dark Hearts Episode – 3

Revenge – Story of Dark Hearts Episode – 3

2 mins
1.7K


Revenge – Story of Dark Hearts

Episode – 3, (at - London)

       

લંડનના વેસ્ટમીનીસ્ટરમાં પોર્ટમેન સ્ટ્રીટ, માર્બલ આર્ચ એપાર્ટમેન્ટમાં આવેલી પોતની ઓફિસમાં વિકાસ ખૂબજ ગુસ્સામાં બેઠો હતો. છેલ્લા સવા વર્ષથી જ એ લંડન શીફ્ટ થયેલો.

થોડીવાર પહેલાજ વીક પ્રેઝન્ટેશન તૈયાર કરાવવા બદલ તેણે પોતાના પી.એ.ની ઝાટકણી કાઢી હતી. એવામાં લંડનમાં જ રહેતા વિકાસના મિત્ર અને સાયકેટ્રીસ્ટ ડૉ. પ્રભાકરનો કોલ આવ્યો અને વિકાસને જણાવ્યું કે નમિતા હજી ટ્રીટમેન્ટ માટે એમની પાસે પહોચી નથી. વિકાસના ગુસ્સામાં વધારો થયો.

પોતાની બ્લેક મર્સિડીઝની ચાવી લઈને તે ઝડપથી ઘરે જવા નીકળ્યો. નમિતા છેલ્લા એક વર્ષથી ડૉ. પ્રભાકર પાસે સાયકો ટ્રીટમેન્ટ લઇ રહી હતી. એક એક્સીડેન્ટમાં તેની યાદ શક્તિ ચાલી જઈ હતી. અને તેને વારંવાર સપનામાં કોઈક બીજો વ્યક્તિ દેખાતો હતો. એ કોણ છે તે નમિતા ઓળખી ન શકતી. પરંતુ એને હંમેશાં લાગતું કે એનો એ વ્યક્તિ સાથે કંઇક સંબંધ છે. ડૉ. પ્રભાકર મુજબ એ માત્ર નમિતાનું ખરાબ સપનું હતું. એના મગજ માંથી એ ભય અને સપનાઓ દૂર કરવા એની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી.

ઘરે જઈને વિકાસે નમિતાને ખૂબજ શાંતિથી સમજાવ્યું અને ડોક્ટર પાસે લઇ આવ્યો. ડોકટરે નમિતાની ટ્રીટમેન્ટ શરુ કરી અને થોડીવાર પછી તેને બેહોશીનું ઇન્જેક્શન આપીને એમણે વિકાસ પાસે આવીને કહ્યું. “કેશ હજી પણ ક્રીટીકલ છે વિકાસ. તે હજી લગ્ન માટે તૈયાર નથી. ઘણા પ્રયત્નો કર્યા પછી પણ એના મગજ માંથી સંપૂર્ણ રીતે જૂની યાદો હજી નથી નીકળી.” “નો પ્રોબ્લેમ ડોક્ટર હું રાહ જોવા તૈયાર છું.” વિકાસે શાંતિથી કહ્યું. “વાહ! પ્રેમ આંધળો હોય છે એ સાંભળ્યું હતું. પણ પ્રેમમાં પડેલા વ્યક્તિનો પોતાના પ્રેમ માટે પાગલપન અહી જોવા મળ્યું.” ડોકટરની વાત સાંભળીને વિકાસના ચહેરા પર ગર્વની જગ્યાએ ગુસ્સો અને ક્રૂરતા ભરેલું લુક્ખું હાસ્ય આવ્યું. “આ પ્રેમનો પાગલપન નથી ડોકટર. આ બદલાનો પાગલપન છે. ઈટ ઈઝ પ્યોર રિવેન્જ. સવા વર્ષ પહેલા નીરવે જે મારી સાથે કર્યું એનો બદલો તેને નીલમથી હંમેશાં માટે દૂર કરીને હું લઇ રહ્યો છું. તમને નહિ સમજાય કે નીલમ વગર નીરવને તડપતાં અને બરબાદ થતાં જોવાનો આનંદ અને સંતોષ શું છે.

બસ તમે એક વાતનું ધ્યાન રાખજો કે નમિતાને ખ્યાલ ન પડવો જોઈએ કે એ નીલમ છે અને આપણે એનો બ્રેઈનવોશ કર્યો છે. આગળ બધું હું પોતે સંભાળી લઈશ.” કહીને વિકાસ બહાર ચાલ્યો ગયો. વિકાસની આંખોમાં અને વાતોમાં બદલાની આગ જોઇને ડૉ. પ્રભાકરને આશ્ચર્ય થયું.

કોઈ સાથે બદલો લેવા માટે વ્યક્તિ આટલી હદે ક્રૂર બની શકે એ એમણે આજે જોયું. ડૉ. પ્રભાકરને લાગ્યું કે વિકાસનો સાથે દઈને એમણે ભૂલ કરી છે. બસ ભગવાન ભવિષ્યમાં એ ભૂલ સુધારવા માટે એક ચાન્સ આપે તો સારું.

To be continue….        


Rate this content
Log in

Similar gujarati story from Thriller