A J Maker

Inspirational

0.5  

A J Maker

Inspirational

સફળતા / નિષ્ફળતા - એક પાતળી રેખા

સફળતા / નિષ્ફળતા - એક પાતળી રેખા

4 mins
7.9K


“લેડીઝ એન્ડ જેન્ટલમેન, પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ અ સક્સેસફૂલ બિઝનેસમેન એન્ડ ઓર્ગેનાઈઝર ઓફ ધીઝ ઇવેન્ટ,  મિ.અભિનવ.” તાળીઓના ગડગડાટ સાથે અભિનવનું અભિવાદન કરાયું. હોલમાં પહેલી હરોળમાં બેઠેલા મોટા મહાનુભાવોની વચ્ચે નાની ઉમરે પ્રસિદ્ધિ મેળવનારો અભિનવ ડાર્ક નેવી બ્લુ બ્લેઝર, બ્લેક જીન્સ, વ્હાઈટ શર્ટ, ઝીરો પોઈન્ટ સાઈડ સ્લોપ હેર કટ, ક્લીન સેવમાં ચમકતા ચહેરા અને ચમકતી આંખો સાથે સ્ટેજ પર આવ્યો. માઈક પર પોતાની સ્ટ્રગલ ભરેલી લાઈફ વિશે ઘણી વાતો કરી અને ઇવેન્ટમાં આવેલા લોકોનું સ્વાગત કર્યું. અભિનવના એક સમયના ક્લાસમેટ અને પરમ મિત્ર રાજીવે પોતાના બેન્ડ સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાનું શરુ કર્યું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અભિનવ પર પ્રશંસાનો વરસાદ થયો. શહેરના દિગ્ગજ કહેવાતા ઘણા લોકોએ ઇવેન્ટ ઓર્ગેનાઈઝ કરવા બદલ તેને અભિવાદન આપ્યા. જે અભિનવએ સંતોષ પૂર્વક અને સુખની લાગણી સાથે સ્વીકાર્યા. અભિનવથી દૂર ઊભેલી ઘણી છોકરીઓ તેને આકર્ષિત નજરે જોઈ રહી હતી, તેમજ તેની ઉમરના યુવાનો ઈર્ષાથી જોઈ રહ્યા હતા અને નાની ઉમરના યુવાનો તેને પોતાનો આઇકોન માનીને તેની સફળતાઓ વિષે ચર્ચા કરી રહ્યા હતા. આ બધુંજ અભિનવ માટે તેની સફળતા સમાન હતું. બધુંજ હતું એની પાસે, નેમ, ફેમ, પૈસો, બધુંજ...

કાર્યક્રમ પત્યા બાદ અભિનવ ઘરે પહોચ્યો. નાનો ભાઈ હોલમાં બેસીને મોબાઈલમાં કોઈક સાથે ચેટીંગ કરી રહ્યો હતો, પણ મોટા ભાઈને આવેલો જોઈને કંઈ વાતચીત કર્યા વગર “હમણાં ભાષણ આપશે, હું તારી ઉંમરમાં રાત્રે કામ કરવા માટે જાગતો, સમયની કિંમત નથી કરતો, મફતના પૈસા ઉડાળશ એન્ડ ઓલ.” વિચારીને તરતજ પોતાના રૂમમાં ચાલ્યો ગયો. બહારની દુનિયામાં પ્રશંસા મેળવીને આવેલા અભિનવ પાસે ઘરમાં તેને વખાણવાવાળું કોઈ ન હતું. એ પોતાના બેડરૂમમાં ગયો. બેડની પાછળની દીવાલમાં લાગેલી અભિનવ અને તેની પત્ની નવ્યાનો ફોટો જોયો. નવ્યા સાથે થોડા સમય પહેલા જ ડિવોર્સ થયેલા. કારણ સાવ સામાન્ય હતું કે અભિનવ પાસે ઘર પરિવાર માટે સમય જ ન હતો, મહિનાઓ સુધી તે બહાર રહેતો, ઉપરથી તેની સાથે ગયેલી તેની લેડી એમ્પ્લોય સાથેના ગેર સંબંધોની અફવાઓને કારણે અભિનવ અને નવ્યા અલગ થયા હતા. એ સિવાય પણ ઘણા કારણો હતા, જેમકે કામના સ્ટ્રેસના કારણે અભિનવનું તોછડા પણું, ગુસ્સો, લાગણીઓ ન દેખાડી શકવાની ઓછપ જેવી ઘણી બાબતો હતી. એક જ ઘરમાં જાણે બંને અજાણ્યા લોકોની જેમ, માત્ર ફોર્માલીટી માટે સાથે રહેતા, જે નવ્યાથી સહન ન થયું. પરિણામે બંને અલગ થઈ ગયા.

નવ્યા સાથેનો પોતાનો ફોટો જોઈને અભિનવ લુખ્ખું હસ્યો, કપડાં ચેન્જ કરીને પથારી પર પડ્યો પણ ઊંઘ ન આવી. એણે તરત જ રાજીવને કોલ કરીને ક્યાંક મળવા માટે કહ્યું, “સોરી યાર, હું પરમદિવસના એક કોન્સર્ટ માટે પ્રેક્ટીસ કરું છું, એક કામ કર તું અહી આવીજા, સાથે બેસીસું.” રાજીવનો જવાબ સાંભળીને અભિનવને જવાની ઈચ્છા થઈ પણ તરત ખ્યાલ આવ્યો કે રાજીવને પ્રેક્ટીસ વખતે એકાંત વધુ પસંદ હતું, માટે અભિનવે જવાનું ટાળ્યું. કોલેજ સમયથી જ બંનેએ સાથે લાઈવ શો કરવાના સપના જોયા હતાં. રાજીવ સારો કમ્પોઝર હતો અને અભિનવ એક સારો લેખક. ફેમીલી બિઝનેસમાં તેને જરા પણ રસ ન હતો. તેને એક લેખક બનવું હતું. પણ અકાળે પપ્પાનું મૃત્યુ થતાં બિઝનેસની બધી જવાબદારી તેના પર વણમાંગે આવી પડી, અને જાણે અભિનવની જ રાહ જોવાતી હોય તેમ તેના આવતાજ બિઝનેસ ખૂબ વધવા લાગ્યો, જોત જોતામાં નાની ઉંમરના ગ્રેટ બિઝનેસમેનના લીસ્ટમાં તેનું નામ આવવા લાગ્યું. અભિનવ એક સફળ બિઝનેસમેન સાબિત થયો, પણ એ સફળતાએ એક લેખકનો ભોગ લઈ લીધો. અભિનવે ડ્રોઅર ખોલીને પોતાની ડાયરીઓ જોઈ, થોડી વાંચી અને પાછું લુખ્ખું હસીને ડ્રોઅરમાં મુકી દીધી. લેખક બનવું તેનું સપનું હતું, પણ એ સપનું પૂરું ન થવા બદલ તેને દુઃખ ન થયું, કારણ કે તેણે એ દુઃખ બિઝનેસની સફળતા પાછળ ભુલાવી દીધું હતું. દુઃખી થવાને બદલે તે વર્તમાનની સફળતાને માણવામાં માનતો હતો. આઈફોન સેવનમાં ઈયર ફોન લગાડીને અરિજિતના સોંગ સાંભળતા તે પથારી પર પડ્યો અને થોડીવારમાં તેને ઘસ-ઘસાટ ઊંઘ પણ આવી ગઈ. પણ જે લોકો તેની સફળતા પચાવી ન’તા શકતા તે લોકો ક્યાંકને ક્યાંક બેસીને અભિનવની પારિવારિક નિષ્ફળતાઓ વિશે ચર્ચા કરીને પોતાનો ગુસ્સો શાંત કરી રહ્યા હતાં. જેની અભિનવને જરા પણ પરવાહ ન હતી, કારણકે તેણે સફળતાને માણવાની સાથે નિષ્ફળતાઓને પણ પચાવી લીધી હતી.

* * * * *

દુનિયાની નજરમાં સફળ દેખાતા લોકો પણ ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક બાબતો માટે નિષ્ફળ અથવા દુઃખી હોય છે. સંપૂર્ણ સુખી આ દુનિયામાં કોઈ પણ નથી. સફળ લોકો જ્યાં નિષ્ફળ છે, ત્યાંજ માત્ર તેની સફળતાને જોવાવાળા લોકો પોતે સફળ હોય છે, પણ એ વાતને બહુ ઓછા લોકો સમજે કે સ્વીકારે છે. બધાને કોઈકની જેમ સફળ થવું છે, કોઈક જેવી સ્ટારડમ વાળી લાઈફ જીવવી છે. હા, એમના જેટલી મહેનત કરવા માટે પણ ઘણા તૈયાર હોય છે અને કરે પણ છે, પરંતુ એ સફળ લોકોની નિષ્ફળતાઓ જાણીને, સમજીને પોતે એ ક્ષેત્રમાં કેટલાં સુખી છે, સફળ છે એ નથી સમજી શકતા. એમણે એ સફળતા માટે શું શું ગુમાવ્યું છે, કેટલી આશાઓ, ઈચ્છાઓ મારીને ત્યાં સુધી પહોંચ્યા છે એ નથી જોઈ શકતા. જરૂરત છે એવા દૃષ્ટિકોણની, કે જેમાં લોકો માત્ર સફળતાથી અંજાવાને બદલે નિષ્ફળતા માટે પણ તૈયાર રહે, એ પચાવવાની તૈયારી દાખવે. જો એટલું સમજી શકાય, જો એવું દૃષ્ટિકોણ કેળવી શકાય તો આ દુનિયામાં કોઈ જ વ્યક્તિ પોતાને નિષ્ફળ નહિ માને, કારણકે જે જે વસ્તુ સફળ લોકો પાસે નથી હોતી, તે તે વસ્તુ એમના જેવી સફળતા જંખવાવાળા લોકો પાસે હોય જ છે. કોઈની સફળતાને વધાવજો જરૂર પણ એમાં અંજાવા પહેલા એક વખત વિચાર જરૂર કરજો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational