સાંજ (ભાગ – ૪)
સાંજ (ભાગ – ૪)
ત્રણેય હજી પગથીયા ઉતારવાની તૈયારી કરી જ રહ્યા હતા કે બાજુના ગેસ્ટરૂમમાં કંઈક પડવાનો અવાજ આવ્યો. એ અવાજથી અરમાન અને શ્યામને પાછો ધ્રાસકો પડ્યો.
“આ શેનો અવાજ હતો?” મિ.તોગડિયાએ તરત જ પૂછ્યું.
“અરે શ્યામ, તને કેટલી વખત કહ્યું છે કે ગેસ્ટરૂમની બારી બંધ રાખતો જા, વારંવાર બિલાડી આવી જાય છે.” અરમાનએ શ્યામને ખોટા ગુસ્સામાં કહ્યું. મિ.તોગડિયાને પ્રથમ તો અરમાનની વાત પર વિશ્વાસ ન આવ્યો, પરંતુ થોડીવાર પહેલાની અરમાનની વાતો અને દયામણો ચહેરો યાદ આવતા એમને થયું કે કદાચ સાચું જ કહી રહ્યો હશે.
“રૂમની બારીઓ વ્યવસ્થિત બંધ રાખતો જા શ્યામ, હવે કહેવું ન પડે એ ધ્યાન રાખજે.” કહેતા મિ.તોગડિયા નીચે ઉતારવા લાગ્યા, સાથે સાથે અરમાન અને શ્યામ પણ નીચે ઉતર્યા.
“મને પાછળના એપાર્ટમેન્ટમાં થોડું અરજન્ટ કામ છે, પછી આવું છું. ધ્યાન રાખજો બંને.” કહીને મિ.તોગડિયા ઘરની બહાર ચાલ્યા ગયા. એમના જતાંની સાથે જ દરવાજો ઝડપથી બંધ કરીને અરમાન ઉપરના રૂમની સીડીઓ ચડવા લાગ્યો, શ્યામ સર્વન્ટ રૂમમાં ચાલ્યો ગયો. તેને ખ્યાલ હતો કે હવે તો અરમાન પોતાની ઈચ્છાને અંજામ આપીને જ રહેશે. અરમાન ઉપ રૂમમાં આવ્યો ત્યારે જીયા ખુરશી પરથી છૂટવા માટે પ્રયત્નો કરી રહી હતી. અરમાન તેની નજીક આવ્યો અને ફરી જીયાને એક જોરદાર થપ્પડ મારીને દુઃખી અને લાગણીશીલ હોવાનો ડોળ કરતાં કહ્યું.
“એ હતી એક સાંજ, ખૂબજ સુંદર સાંજ, મનોરંજક સાંજ
તું હતી સાથે, વર્ષા વરસી હતી સાથે, પણ અધૂરાશ પણ રહી સંગાથે
હું ઈચ્છું છું, માંગું છું યાચું છું હજી એક સાંજ, એવી જ મનોરંજક સાંજ, એક સંપૂર્ણ સાંજ!”
પોતાની આગવી કાવ્ય શૈલીમાં અરમાને કહ્યું અને અચનાક એક નાના બાળકની જેમ રડતા રડતા આજીજી કરતાં કહ્યું,“શા માટે તું મને આમ ધુત્કારે છે? શું ખોટ છે મારામાં? હું વધુ કંઈ નથી માંગી રહ્યો બસ એક સુંદર સંપૂર્ણ સાંજ માંગુ છું તારી પાસે, પણ...પણ તું એ પણ દેવા તૈયાર નથી?” રડતાં રડતાં એ મોઢું નીચું કરીને ઘુંટણપર બેસી ગયો. એની સામે એક ખુરશી પર બંધાયેલી હાલતમાં ગુસ્સા અને ઘૃણા સાથે જીયા બેઠી હતી. એ જાણતી હતી કે અરમાનની વાતોમાં પ્રેમની સુવાસ નહિ પણ સહવાસ ભોગવવાની ગંધ છે.
“સાચે, અરમાન? હું એટલી ગમું છું તને?” જીયાએ એકદમ લાગણી ભરેલા સ્વરે કહ્યું. જીયાની આ વાત સાંભળીને અરમાનને પણ આશ્ચર્ય થયું.
“હા જીયા
, હું દિવાનો છું તારી ખૂબસુરતીનો, આજથી નહી પ્રથમવાર તને જોઈ ત્યારથી તું મારી આંખોમાં વસી ગઈ છો. તારા સિવસ બીજું કંઈજ સુજતું નથી મને.” અરમાને પણ સામે લાગણીશીલ હોવાનો વધુ ડોળ કર્યો.
“ઓહ ડીઅર, તો શરૂઆતથી જ કહેવું હતું ને, હું તો આફરીન છું તારા ઉપર. પણ આમ અચાનક તારું આ સ્વરૂપ જોઇને હેબતાઈ ગઈ હતી. બાકી તારા જેવો સાથી કદાચ એક રાત માટે પણ મળે તો હું મારી જાતને વધુ ખુશનસીબ માનીશ.” જીયાએ પણ સામે હવસની ઝાંખી કરાવતાં કહ્યું. “તારા શબ્દોની જેમ તું પણ અટ્રેક્ટીવ છે, તારો આ મજબૂત બાંધો, આ સ્માઈલી ફેસ, અને એ ફેસ પર લાંબા ઝીણા હોઠ વાળી કીલર સ્માઈલ પર હું શરૂઆતથી જ ઘાયલ થઇ ગઈ હતી, પણ મને થયું કે કદાચ તું મોટો લેખક છે તો વધુ પડતો સિદ્ધાંતવાદી અને સંસ્કારી હશે. આ બધી વસ્તુ તારા માટે એન્જોયમેન્ટ નહી પણ ઈમોશનલ અટેચમેન્ટ હશે, તારી છબી મારા મનમાં એક મોટા રાઈટરની હતી એટલા માટે જ તારી મારા પ્રત્યેની ઘેલછા હું પચાવી ન શકી.”
અરમાન મનોમન જીયાની વાતો સાંભળીને ખુશ થયો પણ સાથે સાથે શંકા હતી કે કદાચ આ એની છૂટવા માટેની ચાલ પણ હોઈ શકે છે. માટે તે યથાવત બેઠો રહ્યો.
“પ્લીઝ અરમાન, મારા હાથ ખોલી દે, મને ખ્યાલ છે કે મારા આવા વર્તન બાદ તું મારા પર વિશ્વાસ નહિ કરી શકે. પણ જરા વિચાર કે કદાચ હું ના પાડતી રહેત તો પણ તું બળ જબરીથી તારી કામના પૂરી કરત જ. હું એક છોકરી છુ આખરે કેટલી વાર સુધી ટકી શકીશ તારી સામે? હું પોતે પણ ઈચ્છું છું કે તું મારો રેપ કરે અને હું દુઃખી થઉં એ કરતાં તારો પ્રસ્તાવ સ્વીકારીને દુઃખની જગ્યાએ તારી સાથે સહવાસનો આનંદ મેળવું. તને હજી મારા પર વિશ્વાસ નથી આવતો ને? જરા નજીક આવ. અરમાન જરા ખચકાટ અનુભવવા લાગ્યો. પ્લીઝ અરમાન નજીક આવ. અરમાન જીયાની નજીક આવ્યો. "આટલો નહિ, હું તારા શ્વાસને અનુભવી શકું એટલો નજીક આવ." જીયાની વાતથી અરમાને આશ્ચર્ય થયું, પણ જીયાના હાથ પગ બાંધેલા હોવાથી તે ડર વિના જીયાની એકદમ નજીક આવ્યો, અરમાન નજીક આવતા જ જીયાએ અરમાનના હોઠ પર ચુંબન જડી દીધું. અરમાન અચાનક મળેલા આ ચુંબનથી વધુ આશ્ચર્યચકિત થઇ ગયો. હવે વિશ્વાસ આવ્યો? પ્લીઝ અરમાન મારા હાથ ખોલી દે.”
અરમાનને જીયાની વાત પર વિશ્વાસ આવી ગયો, તેણે આનંદિત થતાં તરત જ જીયાના હાથ - પગ ખોલી દીધાં. હાથ પગ ખુલતાંની સાથે જ જીયા ઉભી થઈ અને અરમાનને ભેટી પડી. જીયાના ઉષ્મા ભરેલા હાથ અરમાની પીઠ પર ફરવા લાગ્યા, અરમાન પણ જીયાને ભેટીને પોતાની ઉષ્મા દેખાડવા લાગ્યો.