A J Maker

Crime Drama Inspirational

2  

A J Maker

Crime Drama Inspirational

સાંજ (ભાગ - ૨)

સાંજ (ભાગ - ૨)

4 mins
7.5K


અરમાનનો કોલ આવતા જીયાની ખુશી સાતમાં આસમાને પહોચી ગઈ કે અરમાન તેને સામેથી મળવા માંગે છે, આજે એની સાથે સેલ્ફીસ લઈને પોતાના એફ.બી. એન્ડ ઇન્સ્ટા ફ્રેન્ડસને બળતરા આપવાનો સરસ મોકો મળ્યો છે. દિવસ દરમિયાન બોર થયેલી જીયા એ માન્યું કે આજે સાંજ ખૂબ જ સરસ જવાની છે, એ તૈયાર થઈને અરમાનનાં ફ્લેટ પર પહોંચી. ત્યાંથી બાજુના રેસ્ટોરેન્ટમાં ડીનર લેતાં લેતાં સ્ટોરી માટે ડીશકશન કરવાનું નક્કી કર્યું હતું. પણ ફ્લેટ પર પહોંચતા જે થયું એ જીયાની કલ્પના બહારનું હતું.

જીયાએ જેવી ડોરબેલ વગાડી કે તરતા જ એક નોકરે દરવાજો ખોલ્યો અને જીયાના અંદર પ્રવેશતાં જ એ નોકર ઘરની બહાર જતો રહ્યો. પરંતુ જતાં જતાં તેણે જીયા સામે એક વિચિત્ર નજરે જોયું, જેમાં આંશિક ગુસ્સો કે જીયાને ગુન્હેગાર સમજતી તીખી નજરનો ભાવ હતો. તેની એ નજરથી જીયા થોડી વિચલિત થઈ પરંતુ સમજી ન શકી કે તેનું કારણ શું હતું. જીયા હજી ડ્રોઈંગરૂમના સોફા પર બેઠી એટલામાં જ અરમાન બેડરૂમમાંથી બહાર આવ્યો.

“ઓહો... ધેર યુ આર, હું ક્યાર નો રાહ જોઈ રહ્યો હતો. થેન્ક્સ ફોર કમ.” કહેતા હેન્ડશેક માટે આગળ વધારેલા જીયાના હાથને અવોઇડ કરતાં અરમાને જીયાને હગ કર્યું. જીયાને અરમાની આ ચેષ્ટા ન ગમી, પણ ઘણી સ્ત્રી મિત્ર હોવાના કારણે કદાચ અરમાન માટે હગ કરવું નોર્મલ બાબત હશે એ વિચારીને જીયા એ વિરોધ ન કર્યો. પણ અરમાનનાં હગમાં રહેલી વિચિત્રતાની આછી ઝાંખી તેને થઈ ગઈ. જીયા અરમાનથી થોડે દૂર એક સોફા પર બેઠી.

“સો, વોટ યુ વોન્ટ? ટી, કોફી, ડ્રીંક?” જીયાનાં દૂર બેસવાનો ભાવ કળી જતા અરમાને બીજા એક સોફા પર બેસતાં પૂછ્યું.

“નો થેન્ક્સ, તમે રેડી હો તો બહાર જઈએ ડીનર માટે?” જીયાએ અરમાન સાથે ઘરમાં બેસવાનું ટાળતા કહ્યું.

“આઈ થોટ કે બહાર જવા કરતા આપણે ઘરે બેસીને જ સારી રીતે ડીશકશન કરી શકીશું, ડોન્ટ વરી, બહુ સારો રસોયો નથી પણ એટલીસ્ટ ગેસ્ટ માટે સારી ચા તો હું બનાવી જ લઉં છું. જસ્ટ વેઇટ.” કહેતાં અરમાન રસોડા તરફ ગયો. જીયાને મનોમન એક અજાણી બેચેની થઈ રહી હતી, પણ ત્યાંથી નીકળવા માટે તેને બીજો ઓપ્શન દેખાતો ન હતો, માટે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.

થોડીવારમાં અરમાન ચા બનાવીને બહાર આવ્યો, જીયાને હાથમાં ચાનો મગ આપવાના બદલે તેણે જીયાને કમ્ફર્ટ ફીલ કરાવવા માટે મગ ટેબલ પર રાખ્યો અને પોતે બીજા એક સોફા પર બેઠો. ચા પીતાં પીતાં બંને એ થોડા સમય સુધી હળવી વાતો કરી. જે પરથી જીયાને લાગ્યું કે તેની ધારણા અને અનુભૂતિ કદાચ ખોટી હતી, અરમાનનાં ચહેરા પર કે તેની વાતોમાં કોઈ વલ્ગર ભાવ તેને ન જણાયો. પરંતુ સમય જાણે આજે જીયાની બધી જ ધારણાઓ ખોટી પાડવા માટે બેઠો હોય તેમ ચા પીધા બાદ અરમાને એક રોમેન્ટિક સ્ટોરી વિષે વાતો કરવાની શરૂઆત કરી. વાતો કરતાં કરતા એ જીયાની નજીક આવીને બેઠો, સ્ટોરીમાં આવતી નાયિકાનાં વર્ણનમાં એ જીયાની સુંદરતા, પરફેક્ટ ફીગર અને ધીરે ધીરે હોઠથી શરૂઆત કરીને જીયાના સુડોળ અંગોનું જાણે વિશ્લેષણ કરવા લાગ્યો. જીયાને જાણે શબ્દોથી તેનું બળાત્કાર થતું હોય તેવું લાગ્યું. ઘણું સહન કર્યા પછી જીયા ગુસ્સામાં છણકો કરીને ઉભી થવા ગઈ ત્યારે જ અરમાને જીયાનો હાથ પકડીને તેને બેસાડી દીધી.

“વોટ આર યુ ડુઈંગ...? જવા દે મને...” જીયા એ ગુસ્સામાં પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા કહ્યું.

“અરે...! ખોટું લાગી ગયું...? જસ્ટ કિડિંગ યાર...” અરમાને જીયાના બંને હાથ પકડી લેતા કહ્યું.

“અરમાન છોડ મારો હાથ... કહું છું છોડ મને...નહીંતર હું બરાડા પાડીશ તારી કમ્પલેંઈન કરીશ....” જીયા એ ગુસ્સામાં ધમકાવતા કહ્યું. અરમાનની આંખોમાં હવાસ પૂરી રીતે તારી આવતી હતી. 

તે જીયાની એકદમ નજીક તેને ચોંટીને બેસી ગયો.

“રીલેક્સ...શા માટે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે? અને તારો ને મારો સમય બગાડે છે? જસ્ટ એન્જોય....” અરમાને પોતાના હવસ તરસ્યા હોઠ જીયાના ગુસ્સાથી ધ્રૂજતા હોઠ તરફ આગળ વધારતા કહ્યું. એવામાં જ જીયાએ પોતાનો એક હાથ છોડાવી લીધો અને અરમાનનાં ગાલ પર એક જોરદાર તમાચો જડી દીધો. જીયા પાછી ઊભી થવા ગઈ, અરમાને ઘવાયેલા વાઘની જેમ વધુ હિંસક બનતા જીયાને એક થપ્પડ મારી અને પકડીને બાજુમાં રહેલા લાંબા સોફા પર ધક્કો મારીને સૂવડાવી દીધી અને તેની ઉપર આવીને બંને હાથ પક્ડી લેતાં કહ્યું.

“ક્યારનો હું આ દિવસ આવવાની રાહ જોઈ રહ્યો હતો, આજે માંડ મોકો મળ્યો છે શું એમ જ જવા દઈશ તને? શું લાગ્યું તને, કે હું તને સ્ટોરીના ડીશકશન માટે મળવા ઈચ્છતો હતો...? ના...તને પહેલી વખત જોતા જ હું તારા પ્રેમ માં પડી ગયો હતો. લગ્નવાળો કે મારી વાર્તાઓવાળો આઈડલ એન્ડ આઇકોનિક લવ નહિ, ફિઝીકલ અટ્રેકશનવાળો લવ. કોફી હાઉસમાં મળવું તો એક બહાનું હતું, અનાયાસે મળેલી એક તક હતી મારા માટે, મારી નજર તારા પર એનાથી પણ પહેલાથી હતી, યાદ કર એ પહેલો વરસાદ, જ્યારે તું બસ સ્ટોપ પર ઉભી હતી, અડધા ભીંજાયેલા તારા ખુલ્લા વાળ, ભીનો ચહેરો, વેસ્ટર્ન લૂકમાં આંખોમાં વસી જતું તારું આ ફીગર એ દિવસથી જ મારા મનમાં વસી ગયેલું. મને બસ એક તક જોઈતી હતી તારી સાથે વાત કરવાની જે પેલા દિવસે કોફી શોપમાં મળી અને બસ ત્યારથી મારો એક જ સપનું હતું કે તને સંપૂર્ણ રીતે પામવું. મારી ઇચ્છા તો તું કોમ્પ્રોમાઈસ કરે તો પ્રેમથી સહવાસ માણવાની હતી પણ તારા નખરા જોઈને લાગે છે કે મારી જંખનાને રેપનું ટાઈટલ જ આપવું પડશે.” અરમાન પોતાની હવસની દાસ્તાન સંભળાવી રહ્યો હતો અને જીયા છૂટવા માટે પ્રયત્નો કરી રહી હતી. અરમાન પાછો પોતાના હોઠ જીયા તરફ આગળ વધારવા લાગ્યો એ જ સમયે જીયાએ ખૂબ જ બળપૂર્વક અરમાનને ધક્કો માર્યો, જેથી અરમાન દૂર જઈને પડ્યો. જીયા તરત જ ઊભી થઈને ભાગવા લાગી, પણ તેનો પગ ટેબલ સાથે અથડાયો અને તે દરવાજા સાથે અથડાઈને પડી ગઈ. દરવાજો માથામાં વાગતાં જીયા બેભાન થઈ ગઈ. એ જ સમયે અરમાનના ઘરની ડોરબેલ વાગી.


Rate this content
Log in

Similar gujarati story from Crime