Revenge – Story of Dark Hearts Episode - 2
Revenge – Story of Dark Hearts Episode - 2
Revenge – Story of Dark Hearts
Episode - 2
એક વર્ષ પહેલા
બિઝનેસ કમિટીનોપ્રોગ્રામ પત્યા બાદ નીરવે તરતજ ઇન્વેસ્ટર્સ અને ઇન્વેસ્ટર એજન્ટ સાથે મીટીંગ ગોઠવી. પ્રોગ્રામમાં જાહેર કરેલા નવા બિઝનેસ વિશે પ્રેઝન્ટેશન આપ્યું. એક નવા આવેલા ઇન્વેસ્ટર એજન્ટ સિવાય બાકીનાં બધા નીરવ સાથે ડીલ કરવા રાજી થઇ ગયા. બધાને નીરવનાં બિઝનેસ પાવર કરતાં તેના જુનુન પર વધુ વિશ્વાસ હતો. અથવા એમ પણ કહી શકાય કે એના જુનુન નો ડર પણ હતો, જેના શિકાર થવા માટે પોતે રાજી ન હતા. પણ નવા આવેલા એજન્ટને નીરવનો અનુભવ ન હતો માટે, તેણે એકલાએ વિરોધ કર્યો પરંતુ બહુમતી સામે એનું કંઈ ન ચાલ્યું. બધાં જાણતા હતા કે એની હવે શું હાલત થવાની છે. પણ કોઈએ તેને સમજાવવાનો પ્રયત્ન ન કર્યો. બહુમતીના કારણે નીલમના નામે શરૂ થનારા બિઝનેસને લીલી ઝંડી મળી ગઈ. મીટીંગ પતાવીને નીલમ એજ બિઝનેસ માટે બેંગ્લોર જવા નીકળી ગઈ. નીરવ તેને ડ્રોપ કરવા પોતના પી.એ. ધીરજ સાથે એરપોર્ટ સુધી ગયો. એરપોર્ટથી બહાર આવીને ધીરજે પૂછ્યું કે “સર, આપણે ક્યાં જવાનું છે?” ત્યારે નીરવે બંધ આંખે કહ્યું, “જ્યાં પાપોનું પ્રાયશ્ચિત થઇ શકે ત્યાં.” ધીરજ નીરવનો ઈશારો સમજી ગયો. તેને થયું કે શું પાપોનું પ્રાયશ્ચિત કરવું આટલું સહેલું છે? પણ નીરવ સામે કંઈ બોલવાની હિંમત ન ચાલી. ધીરજ પણ નીરવ સાથે હિમાચલ પ્રદેશમાં આવેલા નીરવના ગુરુજીના આશ્રમ તરફ જવા માટે નીકળી પડ્યો.
વર્તમાન દિવસ
અચાનક નીરવ ઝબકયો. તેને ખ્યાલ આવ્યું કે તેના હાથમાંથી એક ગ્લાસ પડીને તૂટી ગયો છે. તે પાછો સોફા પર વ્યવસ્થિત બેઠો. હોલમાં નીલમના ફોટા પરનો હાર, અગરબત્તીનાં સ્ટેન્ડ અને બીજી અમુક નીલમની યાદગીરી સ્વરૂપે રાખેલી વસ્તુઓ વિખેરાયેલી પડી હતી. હોલનાં સેન્ટરમાં આવેલા યુ શેપનાં સોફાની વચ્ચે આવેલી કાંચની ટેબલ પર સ્કોચની બોટલ, આઈસ બાઉલ અને ગ્લાસ પડ્યા હતાં. નીરવે નવા ગ્લાસમાં બે ક્યુબ્સ સાથે નવો પેગ તૈયાર કર્યો અને સાથે બ્લેક સિગારેટ સળગાવી. એક હાથમાં બ્લેક અને ગ્લાસ લઈને બીજા હાથે તેણે ધીરજને કોલ કરીને તાત્કાલિક લંડનની ટીકીટ બૂક કરવા કહ્યું. ધીરજ સમજી ગયો કે થોડા કલાકો પહેલા પોતે કરેલા કોલનું જ રીએક્શન છે એ કંઈ કહે એ પહેલાજ નીરવે “આ દુનીયા મને સુધારવા નહિ દે ધીરજ, અહીં બધાને જૂનાં નીરવની જ જરૂર છે, અસલી નીરવની જરૂર છે. કોન્ગ્રેચ્યુલેશન, યોર બોસ ઇસ બેક.” કહીને નીરવે કોલ કટ કરી નાખ્યો. નીરવની વાત સાંભળીને ધીરજ અંદર સુધી ધ્રુજી ગયો. તેને સમજાયું કે પોતે માંડ શાંત થયેલા વાવાઝોડાને પાછો શરુ કર્યો. એ વાવાઝોડું હવે કેટલી તબાહી મચાવશે એજ જોવાનું બાકી રહ્યું. નીરવની આંખોમાં ક્રોધ, નશો અને બદલાની આગની આગની લાલાશ તરી આવી હતી. એજ ભડકતી જ્વાળામુખી સમાન આંખે નીરવે નીલમના ફોટા સામે જોયું. નીરવના ચહેરા ઉપર ક્રૂર સ્મિત ફરકી ગયું.
To be continued……
