Prashant Subhashchandra Salunke

Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Inspirational

રેન રેન ગો અવે

રેન રેન ગો અવે

1 min
106


ધોધમાર વરસાદ પડવાની આગાહી સાંભળી મજૂરના છોકરાએ ગભરાઈને પૂછ્યું, “મા, કાલે ભૂખ્યા જ સૂવું પડશે ?”

ખેડૂતના દીકરાએ ચિંતિત થઈને પૂછ્યું, “મા, આ વર્ષે પણ આપણો ઊભો પાક ખરાબ થઈ જશે ?”

શહેરના બાળકે પૂછ્યું, “વાહ ! મોમ... હવે સ્કૂલમાં રજા પડશે નહીં ?”

ખેડૂતના દીકરાએ ચિંતિત સ્વરે પૂછ્યું, “પિતાજી... આ વર્ષે પણ વરસાદ નહીં પડ્યો તો ?”

ત્યાંથી થોડેક દૂર સ્કૂલના ભણતા વિદ્યાર્થીઓ મોટે સ્વરે બોલી રહ્યા, “રેન, રેન, ગો અવે, કમ અગેન અનધર ડે.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational