રાવણદહન
રાવણદહન
રાવણદહનની તૈયારી. .
આજે નવ નોરતાં પૂર્ણ થયા હતા. દશેરાનો દિવસ હતો. માં આદ્યશક્તિની નવ દિવસ આરાધના કર્યા બાદ દશમાં દિવસે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે.
આ દિવસે ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન આ દિવસે રાવણનો વધ કર્યો હતો. અસત્ય પર સત્યનો વિજય થયો હતો. તેથી જ તેને જોરશોરથી ઉજવવામાં આવે છે. અને આ દિવસે રાવણનું પૂતળું બનાવી તેને સળગાવવામાં આવે છે.
હકીકત કંઈક અલગ છે. આજે શહેરના એક નેતાના હસ્તે રાવણદહનની તૈયારી થઈ રહી હતી. પૂતળાનો રાવણ બનાવ્યો હતો. સૌ રાવણદહન કરવા ઉતાવળા થઈ રહ્યા હતા. બધી તૈયારી થઈ ગઈ હતી. બસ નેતા આવે એટલે એટલી જ વાર હતી.
થોડીક જ વારમાં નેતા આવ્યા. સૌની આતુરતાનો અંત આવ્યો. એ રાવણદહન કરવા જ જતાં હતાં ત્યાં જ પાછળથી અવાજ આવ્યો," એક મિનિટ. " એ અવાજ આવતાં જ બધાં અટકી ગયા.
એ ભાઈ આગળ આવ્યા અને કહ્યું," આપણે રાવણદહન કરીએ તે પહેલા હું તમને સૌને એક વાત પૂછવા માગું છું કે. આપણે સૌ રાવણદહન કરી રહ્યા છે કેમકે એ રાક્ષસ હતો. અસત્ય હતો. સ્ત્રીનું માન સન્માન જાળવો ન હતો. "
ભગવાન શ્રીરામ સ્ત્રી માન સન્માન જાળવતા. સત્ય બોલતાં. મર્યાદા જાળવતા. આથી તેમણે રાવણ વધ કર્યો. હુ તમને સૌને પૂછું આપણામાંથી કોણ એવું છે જે સંપૂર્ણ રામના જીવન સાથે સામ્યતા ધરાવે છે. કે જેની અંદર રાવણરૂપી વિચારો નથી. આજે તેના હસ્તે રાવણદહન કરીએ. રાવણદહન કરવા ભેગા થયેલા ટોળામાંથી એકપણ માણસ આગળ ન આવ્યો.
ત્યારે તેમણે કહ્યું," વિજયાદશમીની સાચી ઉજવણી ત્યારે કરી કહેવાય જ્યારે આપણે આપણામાં રહેલા રાવણરૂપી વિચારોનો અંત કરીએ. રાવણદહન કરવાથી આપણામાં રહેલા વિચારોનો નાશ નહિ થાય.
