રાત
રાત
કાળી ભમ્મર રાત,
બોલે શિયાળ કાળ,
ચામાચીડિયાનો છોગ,
બીવે સૌ માનવ,
ચાંદ ના ડરે કોઈ,
ઉજાળે અંધારી રાત.
અંધારી રાતમાં હું અને મારા ફ્રેન્ડ ચાલીને જતા હતા. વાતો પણ એવી કરતા હતા કે ભૂત અને ચુડેલ આજુબાજુ છે. ડર તો બધાને લાગતો હતો. પરંતુ અહમ બધાને ન મળતો હોવાથી બધા કે ભૂત જેવું કશું હોતું નથી. સારુ આમ વાતો કરતા કરતા અમે લોકો તો. ચાલતા હતા, ત્યાં તો, સામેથી એક જેન્ટલમેન જેવો માણસ દેખાણો.... અમને લાગ્યું એ રિક્ષાની રાહ જોતો હતો. અમે ને કીધું, ચાલો તમે મારી ગાડીમાં બેસી જાવ. પેલા માણસે ના પાડી મારે અહિં બાજુ માં જવું છે. જાતે જતો રહીશ.
પરંતુ અમને પણ શું સુજ્યું કે તેને અમે હાથ પકડી ગાડીમાં બેસાડી દીધો.....
ગાડી તો હું ચલાવતો હતો. તે માણસ પણ કશું બોલ્યો નહીં. થોડીવાર પછી મારા એક મિત્રની નજર તેના પગ પર પડી, જોયું તેના પગ ઊંધા હતા. બીકના માર્યા તેનો અવાજ જ ન નીકળ્યું. અમે તો તેની સાથે વાતો કરતા હતા.
તેણે કહ્યું એક બિઝનેસમેન છું, અને લે-વેચનો ધંધો કરું છું, સારોએવો પૈસો છે મારી પાસે, પરંતુ મારી પત્ની છે તે બીજા કોઈને પ્રેમ કરે છે, એની ચિંતા મને સતત સતાવ્યા કરે, મારા બાળકો પણ રખડી જાશે, તેની ચિંતા મને સતાવ્યા કરે છે, તે બોલતો ત્યારે શિયાળીયા ના અવાજ બહુ આવતા. ચામાચીડિયું પણ બહુ અવાજ કરતી, અમને એમ કે આ તો બધુ સામાન્ય છે.
થોડીવાર પછી એક ધાબા ઉપર મેં ગાડી ઊભી રાખી. ચા પાણી નાસ્તો કરી લઈએ, અમે બધાએ ગાડીમાંથી ઉતર્યા, પરંતુ તે ભાઇના ઉતર્યા મેં કહ્યું ચાલો ને તમે પણ થોડું લ્યો નેં,! તે કહે ના ના તમે તારે જઈ આવો.......
અમે બધા નીચે ઉતરી ચા-પાણી નાસ્તો કરતા હતા. મારો એક મિત્ર બોલ્યો, તને ખબર છે આ ભાઈના પગ ઊંધા છે!
અમે બધા જોર જોરથી હશિયા
તે કે સાચે! જ તમે લોકો ગાડી માં બેસો ને ત્યારે તેના પગ જોઈ લેજો, અમે તો ફટાફટ નાસ્તો પરવારીને તેને જોવા માટે ગાડી તરફ વળ્યા, તો શું! ગાડીમાં તો કોઈ ન હતું આજુબાજુ પણ અમે જોયું, તો પણ કોઈના મળ્યું, બાજુમાં ઊભેલા માણસો ને પૂછ્યું કે, આની અંદર બેઠેલો માણસ ક્યાં ગયો છે?
તે લોકોએ જવાબ આપ્યો. આમાં તો કોઈ માણસ નહોતું બેઠું!
અમે તો મુજાણા કે આ શું?....
અમારી પાછળ એક ભાઈ ઊભા હતા તેમણે મને કહ્યું કે,, તે ડેવિડ હતો....
આમે ઘણા લોકોની સાથે અહીં સુધી આવે છે. પછી પોતાની જગ્યાએ જતો રહે છે.
તેને મૃત્યુ થયે આજે પાંચ વરસ થયા છે.
છતાં એનો આત્મા ભટકતો રહે છે. આજે તમારો વારો હતો. એટલે અહીં સુધી આવ્યો છે.
ડેવિન તેના માતા-પિતાને શોધતા હોય છે......
અમારે તો પગ નીચેથી જમીન જતી રહી. એકબીજાના મોં જોઈ રહ્યા.
હનુમાન ચાલીસા યાદ આવી ગઈ.
પરંતુ આકાશ મા ઉગેલ ચાંદલો પૂનમનો હતો.અજવાળુ ભરપુર હતુ.છતા અમને ડર લાગતો હતો.
ઘરે તો જવાનું હતું. બીક શેની અમે તો નીકળ્યા... ટેપ ઉપર ગીત ચાલુ કરીને.
"સો ગયા યે જહા, સો ગયા આસમાન,
સો ગઈ રે સારી મંજિલે, સો ગયા હે રસ્તા."

