રાજકુમારીની ઈચ્છા
રાજકુમારીની ઈચ્છા
એક મોટું રાજ્ય હતું. રાજયનું નામ વિજાપુર હતું. ત્યાં ના રાજા ખુબ જ કઠોર.ન્યાય અને શિસ્તની બાબતમાં ખૂબ કડક.કોઈપણ વ્યક્તિ નાનકડી ભૂલ કરે તો પણ તેને તેની સજા મળીને જ રહે. તેને ત્યાં એક રાજકુંવરીનો જન્મ થયો. તેનું નામ રૂપ કન્યા રાખ્યું. રૂપકન્યા નામ પ્રમાણે જ ગુણ. રુપ રુપનો અવતાર. રાજા કહે તો જ રાજમહેલની બહાર નીકળી શકાય. બાકી કંઈ થાય નહિ.
આ બધાથી એક દિવસ કંટાળીને રાજકુમારી કોઈને કહ્યા વિના ચુપચાપ જતી રહી. સવાર પડી બધાને ખબર પડી,આખા રાજમહેલમાં હાહાકાર મચી ગયો. રાજા તો ખૂબ ગુસ્સે થઈ ગયો.
રાજાએ બધા સૈનિકોને ઓર્ડર આપ્યો," આખું રાજમહેલ ફરી લો. રાજકુમારી જ્યાં હોય ત્યાંથી શોધી કાઢો. બધા સૈનિકોતો ઉપડી ગયા. રાજકુમારી ક્યાંય જોવા મળે નહિ.
અંતે થાકીને રાજાએ જાહેરાત કરી કે, રાજકુમારી તું જ્યાં હો ત્યાંથી ઘરે પાછી આવી જા.હવે તું કહીશ એ બધી ઈચ્છા પુરી કરવામાં આવશે. બીજે દિવસે સવારે જ રાજકુમારી પરત આવી ગઈ.અને પિતાજીને કહ્યું," મને મુક્ત મને ફરવા દો. આ રાજમહેલમાં મારો દમ ઘુંટાય છે." ત્યારપછી રાજાએ રાજમહેલમાં સૌને મુક્ત મને મરજી પ્રમાણે રહેવાની છૂટ આપી.
