પવનદેવને પત્ર
પવનદેવને પત્ર
આદરણીય પવનદેવતા,
નભમાં વિહરતા પક્ષીઓનાં પ્રણામ.
આમ સહુ પક્ષીઓની વિનંતી છે કે, ઉતરાયણને દિવસે અમારી સલામતી ધ્યાનમાં રાખજો.
માનવજાતને વર્ષ દરમ્યાન આજ દિને પતંગ ઉડાડવાનું મહત્વ છે. સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. આમ તો કોઈ આખો દિવસ ધાબે ન રહે. પરંતુ પતંગ ઉડાડવા આખો દિવસ ધાબે રહે એટલે પૂરતો સૂર્યપ્રકાશ મળે.વિટામીન ડી.નું લેવલ જળવાઈ રહે. એટલે એમના શોખ પર તરાપ નથી મારવી પણ સાથે અમારા બચ્ચાનો પણ ખ્યાલ રાખવાનો.
અમે માળાની બહાર ન જઈએ તો બચ્ચા ભૂખ્યા રહે, બહાર જઈએ દોરીથી ઘાયલ થઈએ કે મૃત્યુ પામીએ તો બચ્ચાનું શું ? એમને જોવા માટે કોણ આવવાનું ?
એટલે જ અમારી સલામતી અને માનવજાતના શોખ બંને સચવાય તે માટે તમારે સવારે ૯ વાગ્પયા છી જ આવવાનું આને સાંજે ૬ થી ૭ વિરામ લેવાનો. તો જ અમે સવારે ચણ માટે બહાર જઈ સાંજે માળામાં અમારાં બચ્ચા પાસે પરત ફરી શકીએ.
આશા રાખીએ આપ અમારી પક્ષીઓની વિનંતી ધ્યાનમાં લેશો જ.
લિ.પક્ષીઓના પ્રણામ.
