Alpa Vasa

Inspirational

1.2  

Alpa Vasa

Inspirational

પુણ્ય

પુણ્ય

1 min
7.2K


મોતી અને મંજુ પતિ – પત્ની; અમારી સોસાયટીમાં શાક- બકાલાની લારી લઇને રોજ સવારે ૧૧થી ૧૨ની વચ્ચે આવે. મંજુની મીઠ્ઠી બૂમે બધી બહેનો થેલી અને પૈસા લઈને  નીચે શાક લેવા આવે. અને અહીં અલક મલકની વાતો થાય. રાજકરણ, સિનેમા, સ્કૂલ, ફેશન અને ખાસ તો સાંજે શું રસોઈ કરશું એની જાણે ગોળમેજી પરિષદ ભરાય. આ અમારી રોજની કિટી જ કહી શકાય.

આજે કૌતુક થયું. શાક જોખતાં પહેલાં જ મંજુએ ફરમાન સંભળાવી દીધું,  ‘ભાભી,  આજે હિસાબમાં પાંચ રૂપિયાય ઓછાં નથી લેવાની; પૂરેપૂરાં જ આપવાં પડશે. બોલો મંજૂર છે તો જ જોખું, નહીંતર નહીં.’ મંજૂને આ રીતે કહેતી તરત જ કમળામાસી બોલ્યા,  ‘કેમ કંઈ આજે નવી નવાઇનો  દિ’  છે?  ભાવતાલ તો અમારો જન્મસિદ્ધ હક છે અને એ કર્યા વગર અમને ખરીદી કરવાની મજા જ ન આવે.’ ‘હા... હા, બરાબર છે.’ બધી બહેનોએ એકસાથે સૂર પુરાવ્યો. મેં હળવેકથી મંજુનો હાથ દાબી પૂછ્યું,   ‘કેમ કાંઈ અચાનક વધુ પૈસાની જરૂર પડી ગઈ છે કે શું?’

મંજુ એના રોજના લહેકાથી બોલી, ‘ના...રે બૂન,  ભગવાનની દયાથી પેટનો ખાડો તો બરોબર પૂરાય છે. પણ, આજે અમે નક્કી કર્યું છે કે આજે શાક વેચતાં થતા નફાના બધાં રૂપિયા દક્ષિણમાં ખૂબ વરસાદ થયો છે, ત્યાં  મોકલવા ને એમ થોડું પુન કમાવી લઇએ.’

બસ, બધી બહેનોએ શાકના હિસાબ કરતાં ૨પ -પ૦ રૂપિયા ભાવ કરતાં વધુ આપ્યા અને એની શરુઆત કમળામાસીએ જ કરી.

 

 

 

 

 

 

 

               


Rate this content
Log in

Similar gujarati story from Inspirational