nayana Shah

Inspirational

4  

nayana Shah

Inspirational

પુન:જન્મ શ્રવણનો

પુન:જન્મ શ્રવણનો

4 mins
375


મને એ વાત જરા પણ ગમી ન હતી. મેં જાણ્યું કે સંજય અમેરિકા જાય છે. આમ તો પરમિષ્ઠાબેનને હું મારી મોટીબેન જ ગણતતી હતી. એ સંબંધે મને પૂરો હક્ક હતો કે હું મારા મનની વાત કરી શકું. તે દિવસે પણ હું ગુસ્સે થતાં બોલી, "તમે આ શું માંડ્યું છે ?" થોડી વાર મારી સામે જોઈને બોલ્યા, " મને ખબર નહીં કે તું પણ બધા જેવું વિચારતી હોઈશ. " " કેમ ના વિચારું ? સંજય તો એકનો એક છે. અહીં સાજે માંદે તમારું કોણ ?" " અત્યારે તો બંનેની તબિયત સારી છે. જેમ આપણા સ્વપ્ન હોય છે એમ એમના પણ સ્વપ્ન હોય છે. આપણો જમાનો જુદો હતો. એ વખતે આટલા બધા ખર્ચ ક્યાં હતાં ? અમે અમારા બાળક માટે શહેરમાં આવ્યા.

શહેરનો ખર્ચો ગામડા કરતાં વધારે હોય. તે ઉપરાંત ટ્યુશનના ખર્ચ. અહીંની રહેણીકરણી મુજબ બાળકને રાખવું પડે. આપણા વખતમાં ટીવી કે ફોન ક્યાં હતા ! આપણે ગામડામાં રહીને મોટા થયા છીએ. પછી આપણે શહેરમાં આવ્યા. મારી ઈચ્છા પ્રમાણે તેના લગ્ન પણ મારી પસંદની છોકરી જોડે કરાવ્યા. ત્યારે પણ એને કહેલું તમને જે છોકરી ગમે એ મને મંજૂર. તમે મારું સારું જ ઈચ્છાે એટલે તમારી પસંદગી એ મારી પસંદગી. મા-બાપને બાળકની ખુશી સિવાય શું જોઈએ ? "ત્યારબાદ તો સંજયના સમાચાર આવતા રહેતાં. સંજયને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારે પેંડા પણ આપવા આવ્યા હતાં .એને ત્યાં ત્યારબાદ દીકરીનો જન્મ થયો. જો કે દીકરી પરણીને બીજા શહેરમાં સ્થાયી થઈ ગઈ હતી. સંજય એના બાળકો તથા પત્ની જોડે થોડા થોડા સમયે ભારત આવતો રહેતો હતો. એના બાળકો સાથે રહી દાદા દાદી બની એ સમય દરમિયાન એમની સાથે ભરપૂર મજા માણતાં હતાં.

મા-બાપની ઈચ્છા હતી કે સંજય ભારત આવી એના દીકરાના વાળ કુળદેવી જઈને ઉતરાવે. એ સમયે પણ મા-બાપ ને પૂછીને એમના કહેવા મુજબ રસોઈ બનાવડાવી હતી. એમના કહ્યા મુજબ આમંત્રિતોનું લિસ્ટ બનાવી કોઈ જતું નથી ને ? આવી નાની નાની બાબતોમાં પણ મા-બાપ ને પૂછતો. જો કે લગ્ન પહેલાં સંજયે પત્નીને કહેલું, "તારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. તારી અનેક ભૂલો પણ માફ કરીશ. પરંતુ જે દિવસે મારા મા બાપનું દિલ દુભાવ્યું એ દિવસ આપણા સંબંધ નાે આખરી દિવસ હશે. આમ મેં સંજયને નાનપણથી કહ્યાગરો જ જોયો હતો. મેં તો એને એના મા-બાપને એવું કહેતા પણ સાંભળેલ કે તમને જ્યારે પણ જરૂર હોય તો સંકોચ વગર મને બોલાવી લેજો. તમે યાત્રા કરવા પણ જજો. ત્યારબાદ જ્યારે એ ભારત આવ્યો ત્યારે એને માબાપ માટે કાર ખરીદી. એટલું જ નહીં ડ્રાઈવર પણ રાખી આપ્યો. અને એને દરરોજ સાંજે મા-બાપને દર્શન કરવા લઈ જવાની જવાબદારી સોંપી હતી. અવારનવાર ફોન ઉપર તબિયત પૂછતો રહેતો. થોડા થોડા દિવસે એ ડ્રાઇવરને સૂચના આપતો કે નજીકના યાત્રાધામોમાં એમણે દર્શન કરવા લઇ જવા. બહુ દૂરના અંતરે જવું હોય તો પ્લેનમાં જ જજો. અહીં મારી કમાણી સારી છે. તમે ખુશ રહેજો. તમારા પુણ્યપ્રતાપે અમે સુખી છીએ .

સમય વહેતો રહેતો હતો. અને એક દિવસ સમાચાર મળ્યા કે પરમિષ્ઠાબેનને પરમાત્માએ બોલાવી લીધા. ત્યારબાદ સંજય તથા તેની પત્ની સંજય ભારત આવી ગયા. એના પિતાની તબિયત સારી રહેતી ન હતી. પણ એની પત્નીને અમેરિકા જવું જરૂરી હતું કારણ દીકરાને ત્યાં બાળકનો જન્મ થવાનો હતો. થોડા સમય બાદ એ ભારત આવી જશે. એવું નક્કી કરીને ગઈ હતી. પરંતુ ત્યારબાદ દીકરીને ત્યાં પણ બાળકનું આગમન થવાનું હતું .પતિ એના પિતાને છોડવા તૈયાર ન હતો. જો કે પત્નીનો પણ સાથ હતો. એ પણ સમજતી હતી કે વૃદ્ધ પિતા હવે એકલા રહી શકે એમ ન હતું. તે ઉપરાંત કેટલાક સલાહ આપતા સ્ત્રી વગરનું ઘર કઈ ચાલે ?

પરંતુ સંજયે ટૂંક સમયમાં એની પણ સગવડ કરી દીધી. એને ઘરગથ્થુ ટિફિન કરનાર બહેન પાસે ટિફિન બંધાવી દીધું. પપ્પાને જે નાસ્તો કરવો હોય એ બજારમાંથી લઇ આવતો. એ તો એના પિતાનું પડતો બોલ ઝીલતો હતો. પરંતુ સંજય પર તો સલાહસૂચનો વરસાદ વરસતો હતો. કેટલાક હિતેચ્છુએ તો વૃદ્ધાશ્રમના સરનામાં પણ આપતા કહેતાં, " અહીં પૈસા વધારે લે છે પણ ફાઇવસ્ટાર હોટલ જેટલી સગવડો હોય છે. " સંજયને કહેવાનું મન થતું ," સગવડ સાથે લાગણી મળે છે ? " એવામાં પિતાને લકવો થતાં પથારીવશ થઇ ગયા હતાં. જો કે દર વખતની જેમ બધાની સલાહ હતી કે " કેરટેકર " રાખી લો. પરંતુ સંજયનું કહેવું હતું કે કેરટેકર લાગણીથી ચાકરી ના કરે કારણ કે એમનું ધ્યાન પહેલી તારીખ પર જ હોય. 

જાે કે કેટલા કહેતા કે સંજય કંજૂસ છે. પરંતુ એ કહેતો, " આપણે નાના હતા ત્યારે કેટલીય વાર પથારી બગાડતા ત્યારે તો માબાપે કોઈ આયા રાખી ન હતી. પૈસા આપીને માણસ રાખી શકાય પણ પૈસા આપીને લાગણી ના ખરીદાય. "

પપ્પાની મૂક ભાષા હું સમજી શકું એ કેરટેકર ના સમજે. ત્યારબાદ મેં સંજયને બગડેલી પથારી પણ સાફ કરતા જોયો. કોણ કહે છે કે શ્રવણ તેત્રાયુગમાં જન્મેલો ! સંજયને ચાકરી કરતો, પત્નીથી દૂર રહેતો તથા દાદા અને નાના બન્યા પછી પણ બાળકોને રમાડવાની ઈચ્છા મનમાં દબાવી હંમેશા કંટાળ્યા વગર એને હસતો જ જોયો હતો. એના મોં પર કંટાળાના કોઈ ચિન્હો ન હતાં. એને પિતાની ચાકરી કરતા જોયો. ત્યારે મનમાં થયું કે શ્રવણ તાે યુગે યુગે જન્મ લે છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational