અનિરૂધસિંહજી ઝાલા

Comedy Romance

3  

અનિરૂધસિંહજી ઝાલા

Comedy Romance

પતંગના પેચ સાથે પ્રણયરંગ

પતંગના પેચ સાથે પ્રણયરંગ

3 mins
135


એય ચીબરી પતંગ ચગાવવા મારાં ધાબે આવજેને. "

સહેલીએ કહેતાં જ પરી બોલી,.

 "ના રે નાં.. આ વખતે તો હું મારુ ધાબુ છોડીને ક્યાંય નહીં જવાની."

હા હવે મને ખબર છે અને તું જાણી ગઈ છે કે પડોશમાં રહેતો તારો પ્રેમી વીર આવ્યો છે ઘેર ઉત્તરાયણ કરવા."

પરી શરમાઈને બોલી,.. "રીટા તું પણ આવજે આ વખતે ખુબ મોજ કરીશુ."

તારે તો બાજુના ધાબે પેચ લડાવાનાં છે અને હું જોવા આવવાની જ છુ." કહીને રીટા ચાલી ગઈ.

ઉત્તરાયણ આવીને છલકાતાં હૈયે પરી જીન્સ, ટીશર્ટ અને કોટી પહેરીને મનોહર રૂપ ધરીને સહેલી રીટા સાથે ધાબે ચડી કે બાજુના ધાબે મિત્રો સાથે પતંગ ચડાવતા વીરનાં હૃદયમાં હલચલ મચી ગઈ અને તેનો પતંગ પણ પરીને જોવામાં કપાઈ જતાં પાછળનાં ધાબાવાળા નાચીને બૂમો પાડવા લાગ્યાં,..

 "એ લપેટ... કાઈપો છે.. "

પરીએ તેની સામું જોઈ સ્મિત કરતાં જ વીર ફિરકી મૂકીને ધાબાની દીવાલ પર બેસીને પરીનાં અદ્ભૂત સૌંદર્યને નિહાળવા લાગ્યો. પરીએ રીટાને ફિરકી પકડાવીને સુંદર બે દિલવાળી ફુમતાવાળી ટુકલ આકાશમાં ચગાવી.

આ પ્રેમનાં ખેલ જોતો વીરનો મિત્ર વિહલો આવીને કહે,.. "વીરુ આમ જોયા કરે કાંઈ ન વળે તું પણ ચગાવ મોતી ઢાલ અને પેલીની બે દિલવાળી ટુકલને કાપ પછી મજા આવશે."

વીર ગુલાબી રંગનો એક દિલવાળો પાવલો ચગાવવાં લાગ્યો અને પરીના કાન પાસે જ ગોથ ખવડાવી પરી પકડવા જ જતી હતી કે તેનો વીર બોલ્યો,..

"સાચવજે બકા આકાશે બહું ચગી છે

હમણાં આ ટુંકલ ફુમતાળી તારી

લપેટાઈ જશે મારાં પાવલાં સાથે 

તો આવી બનશે પછી તારી."

પરી ખિજાતાં બોલી,.

"જાને વાયડા બહું હવામાં ઊડે છે હમણાં

તુ ને આ પાવલો, ઢાલ તારો

રહી ગયો લપેટાયા વિના ફુમતાળી હારે

જિંદગી આખી પસ્તાવાનો તારો વારો"

 આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું અને પરીનું દિલ પણ વીરના દિલ સાથે મોહક નજરો વડે પેચ લડાવી રહ્યુ હતું. વીરનો મિત્ર વિહલો બોલ્યો,..

 "એ.ય તમારી બે દિલવાળી જોરદાર ચગે છે ."

 રીટા બોલી,.. "કેમ અલ્યા તારે દિલ નહીં કે શું ? "

વિહલો કહે,.."અરે દિલ તો ક્યારનુંય ધડકે છે એટલે તો તારી જેમ ફિરકી પકડી ઊભો છું. "

 પરી બોલી,.. "અલી રીટા તારે વીરના મિત્ર હારે પેચ લડાવવા છે કે શું ?"

રીટા હસીને કહે,.. "વીરનો મિત્ર પણ મસ્ત છે હો ?"

પરી કહે,. "હા હો.. અરે જો તો પેલો વીરલો પાવલો બીજી પતંગ જોડે પેચ લડાવે છે."

પરીએ જોતાં વીર તેને ખીજવવા બોલ્યો,..

"જો આકાશે ફુમતાળી તારા કરતાં સારી

રહી અભિમાનમાં તુ ને ટુંકલ તારી

પાવલો મારો લપટાવીને પણ લાવશે ટુંકલ

ગોતીશ તુ જીવનભર પાવલો સારો"

 રીટા હસી પડી. તે જોઈને પરી બોલી,

"કપાયાં કેટલાય પાવલાં ટુકલોના પેચમાં 

લુંટી લઈશ હું પણ કોક પાવલો સારો લપેટાશે જરુર તારે ફાટેલી કોક ફુમતાળી બગાડશે ઈ બધીય ઊતરાયણ તારી"

 કપાયેલી એક સુંદર ફુમતાવાળી પતંગ લૂંટતા વિહલો રીટા સામું દેખાડી બોલ્યો,.. "લ્યો આ તમારે ચગાવી હોય તો લૂંટી છે."

રીટા કહે,.. "તું જ ચગાવને તને ફુમતાવાળી બહું ગમે છે."

પરી હસીને બોલી,.. "સાચું કીધું રીટાળી."

વિહલો બોલ્યો,.. "પણ ફિરકી પકડવાવાળી તો હજી શોધું છું."

 મોકો જોઈને વીર બોલ્યો,.. 

 "એ હા હો વિહલા ફિરકી પકડનારી તો મારે પણ જોઈએ છે."

રીટા કહે.. "જા જા પરી ધાબુ કૂદીને જતી રહે... !

" ના રે ના બાપ..! ઍમ જવાતું હશે ? પરી હસીને બોલી.

વીરના પતંગે તેનાં માથાં પર ગોથ નમાવીને ખેંચીને પરીની ટુકલ હાથમાંથી કાપી નાંખી. વિહલો અને તેનાં મિત્રો પીપુડાં વગાડીને બૂમો પાડવા લાગ્યાં,..

 "એ ગઈ... લપેટ. "

વીર મજાક કરતાં બોલ્યો,..

" ટુકલ બહું ચગી હતી તારી તે ગઈને ? હવે આવ ફિરકી પક્ડવા."

પરી મોં મચકોડી કહે,..

એય જિંદગીભર પેચ તારે આમ સદાય લડાવતું જ રહેવાનું છે ? ઈચ્છા નહી કાંઈ હૃદયમાં, એકબીજાની કાપ્યા વગર ભેળુ રહેવાની ?" 

 વીર પરીનાં હૃદયની વાત કહે છે.

"ના ના મારી ફુમતાવાળી તો બસ

આ પાવલા સાથે જ રહેવાની

આજે જ બકા મમ્મી મારી

તારા ઘેર માગુ પણ નાખી દેવાની."

સાંભળતાં જ પરી આનંદિત થતાં બોલી,..

"અરે વાહ તો તો વાસી ઉતરાણ,

 ખરેખર મજાની છે રહેવાની 

પછી તો હું ધાબુ પણ કૂદીને, 

તારી ફિરકી પકડીને જ રહેવાની "

ઉત્તરાયણની સાંજે જ વીરની મમ્મીએ પરીના ઘેર જઈને વાત કરતાં બધાં આ સંબંધ સહમત થઈ ગયાં અને વાસી ઉત્તરાયણે પરી વીરની ફિરકી પકડીને ઊભી રહી અને 

રીટાએ વિહલાની ફિરકી પકડી લીધી. આકાશ પતંગોથી અને હૃદય પ્રેમથી છવાઈ ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy